નવી દિલ્હીઃગુજરાત વિધાનસભાની ચૂંટણીની આજે તારીખ જાહેર થઇ ગઇ છે. કેન્દ્રીય ચૂંટણી પંચે આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને તારીખની જાહેરાત કરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે,. પહેલા તબક્કાની ચૂંટણી માટે 1 ડિસેમ્બરે મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન યોજાશે. તો 8 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે,
1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન
પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં ફોર્મની ચકાસણી 15 નવેમ્બરે થશે. 17 નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાશે.
5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન
બીજા તબક્કા માટે 10 નવેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17 નવેમ્બર છે. બીજા તબક્કા માટે ફોર્મ ચકાસણી 18 નવેમ્બરે કરવામાં આવશે. બીજા તબક્કામાં ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 21 નવેમ્બર છે. બીજા તબક્કા માટે 93 બેઠકો પર પાંચ ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન થશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું હતું કે ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 18 ફેબ્યુઆરી 2023ના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદાતાઓ છે. 4.6 લાખ મતદાતાઓ પ્રથમવાર મતદાન કરશે. રાજ્યમાં 51,782 મતદાન કેન્દ્ર બનાવવામાં આવશે. તમામ પોલિંગ બુથ ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. 9.87 લાખ મતદાતાઓ 80 વર્ષની ઉપરના છે. 1274 મતદાન કેન્દ્રો પર ફક્ત મહિલા કર્મચારીઓ તૈનાત રહેશે.
કેન્દ્રિય ચૂંટણી પંચે કહ્યું કે 50 ટકા મતદાન કેન્દ્રોનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ જિલ્લામાં એક એવું મતદાન કેન્દ્ર હશે જ્યાં યુવા કર્મચારી તૈનાત હશે. તમામ મતદાન કેન્દ્ર પર સરેરાશ 948 મતદારો છે. ગુજરાતમાં 4.9 કરોડ મતદાતા છે. 3 લાખ 24 હજાર લોકો પ્રથમવાર મતદાન કરશે. 51782 પોલિગ સ્ટેશન ગુજરાતમાં હશે.જેમાં 1274 પોલિગ બૂથ મહિલા કર્મી જ તૈનાત હશે.. તમામ મતદાન કેન્દ્ર ગ્રાઉન્ડ ફ્લોર પર જ હશે.ગુજરાતમાં 9.87 લાખ મતદાતા 80 વર્ષ વય ઉપરના છે. 50 ટકા મતદાન કેન્દ્રનું લાઇવ દિવ્યાંગ મતદાતા માટે 182 મતદાન કેન્દ્ર ઉભા કરાયા છે. દરેક જિલ્લામાં એક એવું પોલિંગ બુથ હશે, જેમાં યુવા કર્મી જ તૈનાત રહેશે.
રાજ્યમાં 1417 ટ્રાન્સજેન્ડર મતદાતા છે. 2017ની તુલનામાં ટ્રાન્સજેન્ડરની સંખ્યા બમણી થઇ છે. સૌ પ્રથમ ચૂંટણી પંચે મોરબી પુલ દુર્ઘટનાના અંગે દુ:ખ વ્યક્ત કર્યું .વાગરામાં એક બૂથ શિપિગ કેન્ટેનર બનાવાશે. ગીર જંગલમાં એક મતદાતા માટે અલગ મતદાન કેન્દ્ર ઉભુ કરાશે.