Gujarat Election 2022: રાજકોટ પૂર્વમાં કોગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચોંકાવનારુ નિવેદન આપ્યું છે. મળતી જાણકારી અનુસાર, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ એક સભામાં આપેલા ભાષણના કારણે વિવાદ થયો છે.


ઈન્દ્રનીલ રાજ્યગુરુએ શું કહ્યું હતું


શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ચૂંટણી સભા દરમિયાન ઈન્દ્રનિલ રાજ્યગુરુએ અલ્લાહ અને મહાદેવને એક ગણાવ્યા અને દાવો કર્યો કે સોમનાથમાં અલ્લાહ અને અજમેરમાં મહાદેવ બેઠા છે. તો આ સભામાં ઈન્દ્રનિલે અલ્લાહુ અકબરના નારા પણ લગાવ્યા હતા. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે લોહી કાઢો ત્યારે બધું એક જ છે એમાં અલ્લાહ અને મહાદેવ ન હોય. હું સોમનાથ જાવ ત્યારે પણ મને એટલો જ આનંદ આવે અને અજમેરમાં પણ એટલો જ આનંદ આવે છે. અજમેરમાં પણ મહાદેવ બેઠા છે અને સોમનાથમાં પણ અલ્લાહ બેઠા છે.


હર્ષ સંઘવીએ શું કહ્યું


નામ લીધા સિવાય હર્ષ સંઘવીએ ઈન્દ્રનીલ રાજ્યગુરે મહમૂદ ગઝનવી સાથે સરખાવ્યા હતા. સંઘવીએ કહ્યું, ગઝનવી ગયા પણ કેટલાક લોકોને અહીં મુકતા ગયા. રાહુલ પાસે સારા લાગવા નિવેદનબાજી કરી હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. ઉપરાંત સરદાર સાહેબના સોમનાથ મંદિરના સંકલ્પની પણ અવગણના કર્યાનો આરોપ સંઘવીએ લગાવ્યો હતો.


સાધુ-સંતોએ પણ નિવેદનને વખોડ્યું


ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપ અને સાધુ સંતોએ વાંધો ઉઠાવ્યો છે. રાજકોટ પૂર્વથી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડે કહ્યું હતું કે હિંદુ સમાજ માટે આઘાતજનક વાત છે. ચૈતન્ય શંભુ મહારાજે ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદનને વખોડ્યું છે. ચૈતન્ય શંભુ મહારાજે કહ્યું કે માત્ર હિંદુ સમાજ નહી આ નિવેદન મુસ્લિમ સમાજ માટે પણ અપમાનજનક છે.


ગુજરાતમાં ક્યારે છે મતદાન


ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કા અંતર્ગત મતદાન યોજાશે. રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.


લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, તો આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાં....


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નેતાઓ પૂરજોશથી પ્રચાર કરી રહ્યા છે. આજે અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, કેટલાક લોકો કહે છે કેજરીવાલની ભવિષ્યવાણી સાચી પડે છે, આજે હું ભવિષ્યવાણી કરવા જઇ રહ્યો છું કે ગુજરાતમાંઆપની સરકાર બની રહી છે. કેજરીવાલે પ્રેસ કોનન્ફરન્સમાં કહ્યું- BJP બોખલાયેલી છે, હુમલા કરવામાં આવે છે.  રસ્તા પર જાવ અને પૂછો કોને વોટ આપશો ? કોઈ કહે BJP, કોઈ કહે આપ, જે BJP ની વાત કરે એની સાથે 5 મિનિટ વાત કરો. એ પણ કહે આપને વોટ આપીશું. ગુજરાતમાં પહેલી વખત જોવા મળી રહ્યું છે કે લોકો ડરેલા છે, આપને વોટ આપીશું એમ કહેતા ડરે છે. કોંગ્રેસનું નામોનિશાન નથી. 27 વર્ષના કુસાશન બાદ લોકોને રાહત મળશે. ગુજરાતના સરકારી કર્મચારીઓને આશ્વાસન આપું છું કે આપની સરકાર બનશે તો 31 જાન્યુઆરીના રોજ ઓલ્ડ પેંશન સ્કીમ લાગુ કરવામાં આવશે. પોલીસ,સ્ટેટ ટ્રાન્સપોર્ટ,અર્ધ સરકારી,તલાટી સહિત ના લોકો નો ગ્રેડ પેની સમસ્યા છે આ તમામને આશ્વાસન આપીએ છીએ કે અમે તમામ કર્મચારીઓની સમસ્યાનો ઉકેલ લાવીશું.