Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ફટકો લાગ્યો છે. પરેશ ધાનાણીના ગઢ અમરેલીમાં કોંગ્રેસના 100થી કાર્યકર્તા ભાજપમાં જોડોયા હતા.  અમરેલીમાં NSUIના ગુજરાત પ્રદેશ મંત્રી, અમરેલી શહેર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ, જીલ્લા યુવક કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ સહિતના હોદ્દેદારોએ ભાજપનો ખેસ પહેર્યો હતો. ભાજપના યુવા આગેવાન મુકેશ સંઘાણીએ 100થી વધુ કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં આવકાર્યા હતા. અમરેલી બેઠક પર કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા પરેશ ધાનાણીને પરાજીત કરવા ભાજપ લગાવી એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. આ હાઇપ્રોફાઇલ બેઠક પર આવતા દિવસોમાં ચૂંટણી જંગ હજુ વધુ આક્રમક બની શકે છે. ભાજપે અમરેલીથી કૌશિક વેકરિયા અને આમ આદમી પાર્ટીએ રવિ ધાનાણીને ટિકિટ આપી છે.  આ વખતે અહીં ત્રિપાંખિયો જંગ જામશે.


સરદાર પટેલને અપમાનિત કરવા માટે કોંગ્રેસ કોઈ કસર નથી છોડી: અમિત શાહ


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખંભાતમાં જનસભા સંબોધી. જેમાં તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી. શાહે કહ્યું, ચૂંટણી આવી એટલે કોંગ્રેસવાળા નવા કપડા સીવડાવીને તૈયાર થઈ ગયા. 1990થી સત્તામાં જ ન હોય તો કામ ક્યાંથી કર્યું, જે પાર્ટી સત્તામાં જ નથી તે કામ ક્યાંથી કરે.


અમિત શાહના સંબોધનના મુખ્ય અંશ



  • સમગ્ર વિશ્વમાં ગુજરાતનો વેપાર પહોંચાડવાનો પ્રયાસ કરાયો

  • ભાજપ પર ખંભાતનું મોટું ઋણ છે

  • ખંભાતવાસીઓ ક્યારેય ભાજપને મત આપવામાં કંજુસી નથી કરતા

  • 1995 થી 2022 ખૂબ મોટું પરિવર્તન કરવાનું કામ કર્યું

  • સરદાર પટેલને અપમાનિત કરવા માટે કોંગ્રેસ કોઈ કસર નથી છોડી

  • સરદાર સાહેબના સન્માનમાં નરેન્દ્ર મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવી

  • નેહરુ-ગાંધી પરિવારે દેશમાં સરદર પટેલનું નામ ન થાય તેવી કાળજી કરી

  • કોંગ્રેસના મોટા મોટા નેતાઓ એસઓય ગયા છે જરા પૂછજો

  • સરદાર પટેલના રસ્તે ચાલીને દેશની સુરક્ષા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યુ

  • અમારા માટે વોટબેંક નહીં ભારતમાતાની અખંડિતતા મહત્વની

  • 1 જાન્યુઆરી 2024એ અયોધ્યામાં રામ મંદિર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે

  • નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ધાર્મિક સ્થળોનો વિકાસ થયો

  • અમે વોટબેંકથી નથી ડરતાં

  • પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઇક અને એયર સ્ટ્રાઇક કરી

  • પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો

  • ભારતની સીમા અને સેના સાથે છેડછાડ ના કરાય તેનો સંદેશ વિશ્વને આપ્યો

  • ભાજપ સરકારે ત્રિપલ તલાકને સમાપ્ત કરી દીધું

  • બેટ દ્વારકા અને દ્વારકામાં ગેરકાયદે દબાણો પર બુલડોઝર ચલાવી દીધું

  • ભાજપ આ સાફ સફાઈ ચાલુ રાખશે, તમારે ડરવાની જરૂર નથી

  • એક વર્ષમાં 250 દિવસ ગુજરાતમાં કર્ફ્યુ રહેતો હતો, ભાજપની સરકારમાં એક દિવસ પણ કર્ફ્યુ નથી

  • કોરોનાના સમયમાં પણ કોંગ્રેસે રાજનીતિ કરવાનો પ્રયાસ કર્યો, નરેન્દ્રભાઈએ 230 કરોડ કોરોના રસીના ડોઝ લગાવવાનું કામ કર્યું