Gujarat Assembly Election 2022 Live Updates: ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે નોંધાવી ઉમેદવારી
વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે
ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
યોગેશ પટેલ માંજલપુર બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમણે કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો.
અમદાવાદથી નરોડા બેઠક પર NCPએ ઉમેદવાર બદલ્યા હતા. NCP સિંધી સમાજના મેઘરાજ દોડવાણીને ચૂંટણી લડાવશે. નરોડા બેઠક પર કોંગ્રેસે NCP સાથે ગઠબંધન કર્યું છે. NCPએ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી હતી પરંતુ નિકુલસિંહ કોંગ્રેસના કોર્પોરેટર હોવાથી NCPમાંથી ચૂંટણી લડવી હોય તો રાજીનામુ આપવું પડે તેમ હતું. જેથી છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે
ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે જ હાલોલ વિધાનસભા બેઠકનાં કોંગ્રેસ ઉમેદવાર બદલાયા હતા. હાલોલ વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારની જાહેરાત બાદ રાત્રે મેન્ડેટ બદલાયું હતુ. કોંગ્રેસે ગઈકાલે ઉમેદવારની અંતિમ યાદી જાહેર કરી હતી અને અંતિમ યાદીમાં ગોધરાના માજી ધારાસભ્ય રાજેન્દ્ર પટેલના નામની જાહેરાત થઇ હતી પરંતુ રાજેન્દ્ર પટેલે ગોધરાથી ચૂંટણી લડવા પક્ષ સમક્ષ ઈચ્છા દર્શાવી હતી. જે પાર્ટીએ અવગણતા કરતા રાજેન્દ્ર પટેલે હાલોલથી ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો. રાજેન્દ્ર પટેલે હાલોલ ચૂંટણી લડવા ઇનકાર કરતા નવા ઉમેદવાર અનિશ બારીયાને કોંગ્રેસે મેન્ડેટ આપ્યું હતું.
ભાજપના મહેસાણા બેઠકના મુકેશભાઈ પટેલ,ખેરાલુ બેઠકના સરદારભાઈ ચૌધરી,વિસનગર બેઠક ઋષિકેશભાઈ પટેલ અને બહુચરાજી બેઠકના સુખાજી ઠાકોર આજે ઉમેદવારી ફોર્મ ભરશે. કોંગ્રેસના બહુચરાજી બેઠક ભોપાજી ઠાકોર,મહેસાણા બેઠક પી કે પટેલ,ઊંઝા બેઠક અરવિંદ પટેલ અને વિસનગર બેઠકમાં કિરીટ પટેલ આજે ફોર્મ ભરશે.
ખેરાલુમાં ભાજપના સરદારભાઈ સામે સાસંદ ભરતસિંહ ડાભીના નાના ભાઈ રામસિંહ ઠાકોર અપક્ષ ઉમેદવારી કરશે. બહુચરાજીમાં ભાવેશ પટેલ કોંગ્રેસથી નારાજ થયા છે અને તેઓ અપક્ષ ઉમેદવારી કરશે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે આજે 14 જિલ્લાની 93 બેઠકો પર બાકીના ઉમેદવારો ફોર્મ ભરશે. બીજા તબક્કા માટે બુધવાર સાંજ સુધીમાં અંદાજીત 900થી વધુ ફોર્મ ભરાઈ ચૂક્યા છે. ત્યારે આજે બાકીના ઉમેદવારો ઉમેદવારી ફોર્મ ભરશે. પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેટકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચની ટીમે ઉમેદવારી ફોર્મની સ્ક્રુટીની કરી દેવાઈ છે. અને સ્ક્રુટિની બાદ 999 ઉમેદવારી ફોર્મ માન્ય છે. જો કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ચૂંટણી લડનાર ઉમેદવારોનો ફાઈનલ આંકડો આજે જાહેર થતા ચિત્ર સ્પષ્ટ થશે.
બીજા તબક્કાની 14 જિલ્લાની 93 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યાર બાદ 18 નવેમ્બરે ફોર્મની સ્ક્રુટિની થશે. અને 21 નવેમ્બરે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. જો કે બુધવાર સુધીમાં બીજા તબક્કાની ચૂંટણી માટે 900થી વધુ ફોર્મ ભરાયા છે અને એક જ ઉમેદવારના ત્રણથી ચાર ફોર્મ ભરાયા છે. જ્યારે એક જ બેઠક પર એક જ પક્ષમાંથી એકથી વધુ ઉમેદવારના ફોર્મ પણ ભરાયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -