Gujarat Election 2022 Live : દાહેદે નક્કી જ કરી દીધું છે કે, ભાજપની સરકાર બની ગઈ - પીએમ મોદી

Gujarat Election 2022 Updats 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 23 Nov 2022 04:02 PM
ખાડા કરવા કોંગ્રેસનો સ્વભાવઃ પીએમ મોદી

આ કોંગ્રેસની સંસ્કૃતિ જ છે કે, પોતે તો કરે નહીં ને બીજાને કરવા દે નહીં અને જો કરવા માંડે તો આડા ઉતરે, ખાડા કરે એ કોંગ્રેસનો સ્વભાવ છેઃ વડાપ્રધાન મોદી

આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનાવીને એક સંદેશ આપ્યોઃ પીએમ મોદી

આજે 75 વર્ષ પછી પણ કોંગ્રેસના લોકોને ક્યારેય કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવવાનો વિચાર ન આવ્યો. આ ભારતીય જનતા પાર્ટી છે જેણે પહેલી વાર દેશમાં આદિવાસી રાષ્ટ્રપતિ અને એમાં પણ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ બનાવીને દુનિયાની અંદર એક સંદેશ આપ્યો છે: PM

દોહાદોમાં શું બોલ્યા પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદમાં રેલી સંબોધિત કરી હતી. લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે દાહોદ વિરોની ધરતી છે. ફરી એક વખત ભાજપની સરકાર બનાવવા માટે એડવાન્સમાં અભિનંદન આપું છું. આ ચૂંટણીમાં તમામ રેકોર્ડ તૂટવાના છે. જનતા મારા માટે ઇશ્વરનો અવતાર છે. કોગ્રેસ જીત બાદ મતદારો  સામે પણ જોતી નથી





મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કીઃ પીએમ મોદી

મહેસાણાના લોકો મહત્તમ મતદાન કરીને રેકોર્ડ તોડશે. મહેસાણાના ગામેગામ ભાજપની જીત નક્કી. મહેસાણા જિલ્લાના વડીલોના આશીર્વાદથી મહેસાણાના દિકરાની કાર્યક્ષમતામાં વધારો થશે.





મહેસાણાને લઈ શું બોલ્યા પીએમ મોદી

મહેસાણાનો દિકરો હોવાના નાતે મહેસાણા જિલ્લાનો સર્વાંગિક વિકાસ પર ધ્યાન આપ્યું. મહેસાણાની વિરાસત જાળવવાનો પૂરો પ્રયાસ કર્યો. મહેસાણાની રેલ કનેક્ટિવિટી વધારવાનો પ્રયાસ કર્યો. સોલિડ વિઝન સાથે મહેસાણા વિકાસના પંથે અગ્રેસર, મહેસાણા મારું મહેસાણાના લોકો મારા. હું આજે મારા ઘરમાં છું.

પશુઓની પણ એટલી ચિંતા કરી- પીએમ મોદી

આ નરેન્દ્ર, ભૂપેન્દ્રની સરકારે પશુઓની પણ એટલી જ ચિંતા કરી છે. 14000 કરોડ રુપિયાનું બજેટ ખર્ચીને પશુઓને મફત ટીકાકરણનું અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે

વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે: પીએમ

વીજળીના ક્ષેત્રે આજે હરણફાળ ભરી છે, અને ગુજરાતને એટલી ઊર્જા આપી છે, ગુજરાતને એટલું તેજસ્વી બનાવ્યું છે.

મહેસાણાની માટીએ મને મોટો કર્યો છે એટલે હું તમામ કાર્ય કરી શકું છું: મોદી

પીએમ મોદીએ કહ્યું, મહેસાણાની માટીએ મને મોટો કર્યો છે એટલે હું તમામ કાર્ય કરી શકું છું. આ ચૂંટણી ન તો નરેન્દ્ર લડે છે ન તો ભૂપેન્દ્ર લડે છે. આ વખતની ચૂંટણી ગુજરાતની જનતા લડે છે. બધે એક જ નારો ગુંજે છે, ફિર એકબાર મોદી સરકાર.





નીતિન પટેલ સહિતના તમામ નેતાએ પીએમ મોદીને આવકાર્યા.

પીએમ મોદીએ પાટીદારોના ગઢ મહેસાણામાં પ્રચંડ પ્રચાર કર્યો. મહેસાણા જિલ્લા ભાજપના તમામ ઉમેદવારો પીએમ સાથે મંચ પર હાજર રહ્યા. નીતિન પટેલ સહિતના તમામ નેતાએ પીએમ મોદીને આવકાર્યા.

અમિત શાહે જસદણમાં કર્યા કુંવરજી બાવળિયાના વખાણ

અમિત શાહે, જસદણમાં કુંવરજીભાઈના કામના કારણે જીત નિશ્ચિત હોવાનો દાવો કર્યો હતો. તેમણે ક્હ્યું- કુંવરજીભાઈ હરહંમેશ જસદણના કામો લઈને વિધાનસભામાં આવતા હતા. કુંવરજીભાઈ ભાજપ પક્ષને લાયક હતા. જે અગાઉ ખોટી જગ્યાએ હતા.





વિજય સંકલ્પ સંમેલન સભામાં પહોંચ્યા વિજાપુરના પૂર્વ એમએલએ પીઆઇ પટેલ પીઆઈ પટેલ હતા ભાજપથી નારાજ.

વિજાપુરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા પીઆઈ પટેલ ટિકિટ ન મળવાના કારણે નારાજ હતા અને બીજા પૂર્વ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રમણભાઈ પટેલ સામે કમલમ ખાતે મોરચો ખોલ્યો હતો. આ નારાજગીના કારણે તેઓ એક પણ પ્રચાર સભામાં જોડાયા નહોતા ત્યારે આ નારાજગી દૂર કરી પીઆઈ પટેલ આજે પીએમની સભામાં પહોંચ્યા છે. એબીપી અસ્મિતા સાથે ખાસ વાતમાં તેમણે કહ્યું હતું કે માગણી કરી હતી પરંતુ મને ટિકિટ મળી ન હતી, ભાજપે જેને પણ ટિકિટ આપે છે તેની અમે સાથે છીએ. હું મારા કામથી બહાર ગયો હતો, જેથી પ્રચારમાં જોડાયો ન હતો જેથી આજે સભામાં પહોંચ્યો છું.

પેટલાદ કૉંગ્રેસને વધુ એક ઝટકો

પેટલાદ કૉંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. દંતાલી ગામના પૂર્વ સરપંચ અને ઉપ સરપંચે કોંગ્રેસનો હાથ છોડી કેસરિયા કર્યા છે. સ્વામિ સચ્ચિદાનંદ આશ્રમ ખાતે જીતુભાઈ પટેલ સાથે તેઓ ભાજપમાં જોડાયા હતા.

ગુજરાતમાં એનસીપી પૂરી થઈ ગઈઃ કાંધલ જાડેજા

બોટાદમાં એસપી કચેરીએ યોજાયું મતદાન

ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંતર્ગત સમગ્ર ગુજરાતમાં બે ચરણમાં મતદાન યોજવાનું છે. જેમાં એક ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કા તેમજ પાંચ ડિસેમ્બરના રોજ બીજા તબક્કામાં મતદાન થશે. મતદાનના દિવસે ફરજ પરના અધિકારી કર્મચારીઓનું આજે પોસ્ટલ બેલ્ટ દ્વારા  બોટાદ જિલ્લા એસપી કચેરીએ મતદાન યોજાયું.

અપક્ષ ચૂંટણી લડતા 12 બળવાખોર નેતાઓને ભાજપે સસ્પેન્ડ કર્યા

અહીં ભગવંત માન કરશે રોડ શો

જે પી નડ્ડા અહીં ગજવશે સભા

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Election 2022 Updats 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ આજે મોદી 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે







PM મોદીની 4 સભા






વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે. આ દરમિયાન આજે એક દિવસના વિરામ બાદ પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે. 


અમિત શાહ 3 સભાને સંબોધશે


કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે 3 સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે જસદણમાં, બપોરે 1 વાગ્યે પાટડીમાં અને સાંજે 5 વાગ્યે બારડોલીમાં સભા કરશે  તો જેપી નડ્ડા આજે ગઢડામાં વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરશે  તો યૂપીના મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથ આજે ત્રણ ચૂંટણી સભા અને એક રોડ શો યોજશે.


યોગી આદિત્યનાથસભાને ગજવશે


સુરતમાં આજે  ઉત્તરપ્રદેશ ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારકામાં દર્શનાર્થે પહોંચશે બાદ  વરાછા વિસ્તારમાં  ભવ્ય રોડ શો કરશે તો સાંજે 6 વાગ્યે ઉમિયાધામ મંદિરથી નીકળી ને શ્યામધામ સરથાણા ખાતે સુધી રેલી કરશે ...5 કિલોમીટર લાંબી યાત્રા માં હજારો લોકો એકત્રિત થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. તેઓ રાપરમાં આજે રેલી યોજશે. 


હરભજન સિંહ અહીં કરશે સભા


હરભજન સિંહ આજે ગુજરાત પહોંચશે તેઓ આજે બાયડમાં AAPના  ઉમેદવાર ચીનુ  પટેલ  માટે જનસભા ગજવશે, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વ્યારામાં રોડ શો યોજશે. . AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 7 વાગ્યે ગોધરામાં જનસભાને સંબોધશે..





- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.