Gujarat Election 2022 Live: બીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ થયા શાંત, 5 ડિસેમ્બરે મતદાન

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થ

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 03 Dec 2022 04:52 PM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર શનિવારે સમાપ્ત થશે. ગુજરાતમાં બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 વિધાનસભા બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ...More

ગુજરાતમાં ત્રીજા પક્ષને અવકાશ નથી: અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકી

અમદાવાદની જામા મસ્જિદના શાહી ઈમામ શબ્બીર અહેમદ સિદ્દીકીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો 2012ને યાદ કરવા માટે વોટ્સએપ પર એકબીજાને મેસેજ કરી રહ્યા છે. 2012માં મતોનું વિભાજન થયું અને જમાલપુરમાં ભાજપની જીત થઈ. મુસલમાનોના મનમાં એક વાત છે કે મતોનું વિભાજન ન થવું જોઈએ અને જે જીતવા જઈ રહ્યો છે તેને જીતાડવો જોઈએ. ઈમામે આમ આદમી પાર્ટી અંગે કહ્યું કે, ગુજરાતમાં ત્રીજા પક્ષને અવકાશ નથી. અગાઉ પણ લોકો આવ્યા હતા પણ જીત્યા નહોતા. ભાજપના વિરુદ્ધમાં તો મત આપો જ છો, જો હવે તમે કોંગ્રેસ સાથે પણ દુશ્મની વહોરી લેશો તો તમારી સાથે  થશે? ઓવૈસીના ચાર-પાંચ ધારાસભ્યો જીતશે તો પણ વિધાનસભામાં શું કરશે? યુપીમાં ઓવૈસીની રેલીમાં ઘણી ભીડ હતી, પરંતુ જ્યારે બોક્સ ખોલ્યું તો તે શૂન્ય હતું. ભાજપ સરકાર બનાવશે, પછી તે જીતે કે હારે.