Gujarat Assembly Election 2022 Live Updates: PM મોદીનો રોડ શો શરૂ, દિલ્હી દરવાજા પાસે લોકોની ભીડ ઉમટી
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ-શો શરુ થઈ ગયો છે. પીએમ રોડ શો બાદ સરસપુર ખાતે સભા સંબોધશે. હરિભાઈ ગોધાણી સર્કલ રોડ-શોનો અંત થશે. ત્યારબાદ વિક્રમ મિલ કમ્પાઉન્ડ મેદાનમાં સભા થશે. રસ્તા પર બાપુનગર વિધાનસભાના ઉમેદવાર દીનેશસિંહ કુશવાહના મોટા પોસ્ટર લાગ્યા હતા. કેસરી ફુગ્ગા લગાવ્યા, ભાજપના ધ્વજ અને તોરણ લાગ્યા છે. આસપાસના ધાબા પર પોલીસ જવાનો સુરક્ષામાં તૈનાત છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, સરકાર બનશે તો કૉંગ્રેસ OBC સમાજમાંથી બનાવશે મુખ્યમંત્રી. સાથે જ કૉંગ્રસ ત્રણ નાયબ મુખ્યમંત્રી બનાવશે. જે અનુસુચિત જાતિ, આદિવાસી અને લઘુમતી સમાજમાંથી હશે.પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ગઈકાલે અમદાવાદમાં કૉંગ્રેસની ઉચ્ચરસ્તરીય બેઠક મળી. જેમાં કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે આ નિર્ણય લીધો છે. સૂત્રોની માહિતી પ્રમાણે આ બાબતે ખડગેએ રાહુલ ગાંધી સાથે પણ ફોન પર વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના કાંકરેજમાં ચૂંટણી સભાને સંબોધન કર્યુ હતુ. તે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાંકરેજમાં બિરાજમાન શ્રી ઓગડનાથજી મહારાજના મંદિરે દર્શન કર્યા હતા. ચૂંટણી સભા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગડધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઓગડનાથજી મહારાજના મંદિરે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે ફરી અમદાવાદમાં રોડ શો કરશે. શાહીબાગથી સરસપુર સુધી રોડ શો યોજાશે. ખાનપુર, વિજળીઘર ચાર રસ્તા, ભદ્રકાળી મંદીર,ખમાસા ચાર રસ્તા,મ્યુ કોર્પો ઓફીસ, ઢાળની પોળ, આસ્ટોડીયા,રાયપુર દરવાજા,કાપડીવાડ, સારંગપુર , આંબેડકર પ્રતિમા સુધી રોડ શો યોજાશે. સાથે જ ભદ્રકાળી માતાના મંદીરે પણ દર્શન કરશે. ગઈકાલે પણ પીએમ મોદીનો ભવ્યરોડ શો યોજાયો હતો. સાંજે નરોડાથી શરૂ થયેલો રોડ શો ચાંદખેડાના IOC ચાર રસ્તાએ પૂર્ણ થયો. 32 કિલોમીટર લાંબા રોડ શો દરમિયાન રસ્તાની બંને તરફ ભારે ભીડ ઉમટી હતી.
મહેસાણાના નુગર ગામ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું હતું કે બહુચરાજી શક્તિપીઠ ગુજરાતના નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. અમિત શાહે ભારે બહુમતીથી ભાજપને વિજય બનાવવા અપીલ કરી હતી
અમદાવાદમા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પત્રકાર પરિષદ સંબોધી હતી. ભગવંત માને કહ્યું કે અમે હવામા વાતો કરતા નથી. કેજરીવાલે દિલ્હીમાં 12 લાખ રોજગાર આપ્યા છે. પાંચ હજારથી વધુ શિક્ષકોને રોજગારી આપી નથી. ભાજપના મેનિફેસ્ટોના રાજ્ય મુજબ બદલાઇ જાય છે. અમે કામ કરીએ છીએ, ફક્ત વચનો જ નથી આપતા. જે મેરિટમાં હોય છે તેને નોકરી મળે છે. અમે વાતો નથી કરતા કામ કરીએ છીએ.
બીજા તબક્કાની ચૂંટણીને ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અમદાવાદની સાણંદ બેઠકથી ભાજપના ઉમેદવાર કનુભાઈ પટેલ પ્રચાર કરી રહ્યા છે. કનુભાઈ પટેલ માટે આજે સાધુ-સંતો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. તો સાણંદ વિધાનસભા બેઠકમાં આવતા તમામ ગામડામાં સાધુ-સંતો દિવસ ભર પ્રચાર કરશે.
બ્રેકગ્રાઉન્ડ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે. તો કેટલીક જગ્યાએ ઈવીએમ પણ ખોટવાયા હોવાની ફરિયાદો મળી હતી.
જિલ્લા મુજબ થયેલ મતદાનની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 57.59 ટકા, ભરૂચ જિલ્લામાં 66.61 ટકા, ભાવનગર જિલ્લામાં 59.71 ટકા, બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું. ડાંગ જિલ્લામાં 67.33 ટકા, દેવભૂમિ દ્વારકામાં 61.70 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 65.93 ટકા, જામનગર જિલ્લામાં 58.01 ટકા, જૂનાગઢ જિલ્લામાં 59.52 ટકા, કચ્છ જિલ્લામાં 59.80 ટકા મતદાન થયું. મોરબી જિલ્લામાં 69.77 ટકા, નર્મદા જિલ્લામાં 73.50 ટકા, નવસારી જિલ્લામાં 71.06 ટકા, પોરબંદર જિલ્લામાં 59.51 ટકા, રાજકોટ જિલ્લામાં 60.45 ટકા, સુરત જિલ્લામાં 62.27 ટકા મતદાન થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં 62.46 ટકા, તાપી જિલ્લામાં 76.91 ટકા, વલસાડ જિલ્લામાં 69.05 ટકા મતદાન થયું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -