ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન અગાઉ વડાપ્રધાન મોદી પ્રચંડ પ્રચાર કરશે. મળતી જાણકારી અનુસાર, વડાપ્રધાન મોદી પહેલી અને બીજી ડિસેમ્બરના રોડ ગુજરાતમાં ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન મોદી પહેલી ડિસેમ્બરના રોજ કાલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં ચૂંટણી સભા સંબોધશે. જ્યારે બીજી ડિસેમ્બરે દિયોદર, પાટણ અને સોજીત્રામાં ચૂંટણી રેલીને સંબોધશે. તે સિવાય બીજી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં રોડ શો કરશે અને જાહેરસભાને સંબોધન કરશે.


આજે વડાપ્રધાન સંબોધશે ચાર સભા


વડાપ્રધાન મોદી 28 નવેમ્બરના રોજ ચાર જનસભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચાર જનસભાને સંબોધશે. મોદી આજે પાલીતાણા,અંજાર,જામનગર અને રાજકોટમાં પ્રચાર કરશે.


કોંગ્રેસ-BJPના વોટ શેરમાં ભારે નુકસાનનો અંદાજ, શું AAP  ગુજરાતમાં રચશે ઇતિહાસ ? સર્વેએ ચોંકાવ્યા


ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં પહેલીવાર ભાજપ અને કોંગ્રેસ આમ આદમી પાર્ટીને નકારી રહ્યાં છે, જે તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે, પરંતુ ઘણા સર્વેક્ષણોમાં તે સામે આવ્યું છે કે રાજ્યમાં AAPને હળવાશથી ન લેવી જોઈએ.


AAPની હાજરી ભાજપને કે કૉંગ્રેસને નુકસાન પહોંચાડશે કે કેમ, 8 ડિસેમ્બરના પરિણામો જ કહેશે, પરંતુ તે પહેલાં ABP C Voter સર્વે દર્શાવે છે કે AAP રાજ્યમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેના વોટ શેરમાં ઘટાડો કરી શકે છે. સર્વેના અંદાજ મુજબ, આમ આદમી પાર્ટી રાજ્યમાં 20.2 ટકા બેઠકો જીતે તેવી શક્યતા છે. કોંગ્રેસને -12.4%, ભાજપને -3.7% અને અન્યને -4.2% વોટનું નુકસાન છેલ્લી વખતના સર્વેમાં થયું છે.




 



ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાંથી 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. તો બાકીની બેઠકો પર 5 ડિસેમ્બરે મતદાન થશે. રાજ્યની તમામ 182 બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ગુજરાતની સાથે હિમાચલની 68 વિધાનસભા બેઠકોના પરિણામ 8 ડિસેમ્બરે જ આવશે. બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.


નોંધઃ સી-વોટરે ઓક્ટોબરમાં abp ન્યૂઝ માટે આ સર્વે કર્યો છે. સર્વેના પરિણામો સંપૂર્ણપણે લોકો સાથેની વાતચીત અને તેમના દ્વારા વ્યક્ત કરાયેલા અભિપ્રાય પર આધારિત છે. એબીપી ન્યૂઝ આ માટે જવાબદાર નથી