અમદાવાદઃ રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 15 ડિગ્રીથી નીચે નોંધાયો હતો.  અમદાવાદનું લઘુતમ તાપમાન એક જ દિવસમાં 2 ડિગ્રી જેટલું ગગડી 12.6 ડિગ્રીએ પહોંચ્યું હતું.  જે છેલ્લાં પાંચ વર્ષમાં નવેમ્બર મહિનાનું સૌથી નીચું લઘુતમ તાપમાન છે.


અગાઉ 2017માં 3 નવેમ્બરે અમદાવાદમાં ઠંડીનો પારો 11.7 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગ મુજબ, છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ઠંડા પવનનું જોર વધ્યું છે. જેના પગલે અમદાવાદમાં ઠંડીનો પારો 14થી 16 ડિગ્રી આસપાસ રહેતા વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે. જો કે રવિવારે શહેરમાં દિવસ દરમિયાન ચાલુ રહેલા ઠંડા પવનની અસરથી એક જ દિવસમાં ઠંડીનો પારો 2 ડિગ્રી ગગડી 12.6 ડિગ્રી નોંધાયો હતો. તો સમગ્ર રાજ્યમાં 10.7 ડિગ્રી સાથે નલિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ હતી.


તો ગાંધીનગરમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.  જ્યારે રાજ્યના અન્ય તમામ શહેરોનું લઘુતમ તાપમાન 15થી 20 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનો પારો 30 ડિગ્રીની આસપાસ જ્યારે અન્ય શહેરોનું મહત્તમ તાપમાન 30થી 33 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું.


બીજી તરફ જમ્મુ કાશ્મીર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સહિત ઉત્તર ભારતના રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. દ્રાસમાં લઘુત્તમ તાપમાન માઈનસ 11 ડિગ્રી નોંધાયુ.  તો મધ્ય પ્રદેશના 18 શહેરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું છે. કાશ્મીરમાં પારો શૂન્યથી નીચે જવાની સાથે જ શ્રીનગરમાં આ સિઝનની સૌથી ઠંડી રાત્રી નોંધવામાં આવી છે. તો દક્ષિણ કાશ્મીરમાં વાર્ષિક અમરનાથા યાત્રાના આધાર શિબિર પૈકીના એક પહેલગામ ટુરિસ્ટ રિસોર્ટમાં તાપમાન માઇનસ 3.4 ડિગ્રી નીચે નોંધાયુ. તો લેહ શહેરમાં તાપમાન માઇનસ 7.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાનમાં વધારે ઘટાડો થઇ શકે છે. બીજી તરફ ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ લઘુતમ તાપમાનમાં ઘટાડો થવાની શરુઆત થઈ છે અને હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ સુધી આવી જ સ્થિતિ બની રહેવાની શક્યતા છે.


Gujarat election 2022: દરિયામાં સ્વિમિંગ કરીને ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા અંબરીશ ડેર


Gujarat assembly election 2022: અમરેલી જિલ્લાના રાજુલા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા અનોખી રીતે પ્રચાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર ચાંચબંદર ગામે સ્વિમિંગ કરીને ગયા હતા. દરિયાની વચ્ચોવચ આવેલા ગામમાં પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા. રાજુલા મત વિસ્તારમાં ચાંચબંદર ગામે 300 મીટરની ખાડી ઉપર પુલ બનાવવા માટે વિધાનસભામાં અનેક વખત રજૂઆતો કરી હતી. ચાંચબંદર ગામની મહિલાઓએ અમરીશ ડેરના ઓવરણા લીધા હતા. અમરિશ ડેરનો વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે