Gujarat Assembly Election 2022: ગુજરાતમાં પ્રચંડ જીત બાદ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી

Election Results 2022 LIVE Updates: ગુજરાત ચૂંટણી પરિણામ LIVE રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.

gujarati.abplive.com Last Updated: 09 Dec 2022 12:15 AM
બનાસકાંઠા બેઠક પર આવ્યું ચોંકાવનારુ પરિણામ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસ પક્ષની આબરૂ બચાવવામાં મહત્વનો યોગદાન હોય તો તે છે બનાસકાંઠા જિલ્લાનું. બનાસકાંઠાની 9 બેઠકો પૈકી 4 બેઠકો પર કોંગ્રેસ અને 4 બેઠકો પર ભાજપે જીત મેળવી છે જ્યારે એક અપક્ષને ફાળે ગઈ છે. જોકે બનાસકાંઠા જિલ્લાના પરિણામોમાં કેટલા અપસેટ પણ જોવા મળ્યા. ધાનેરા બેઠક પરથી અપક્ષના ઉમેદવાર જીત્યા તો પાલનપુર બેઠક પરથી ભાજપને બે ટર્મ બાદ અહીં જીત મેળવવામાં સફળતા મળી છે. માત્ર એટલું જ નહીં પરંતુ રાજ્ય સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા એ પણ હારનો સામનો કરવો પડ્યો છે

જરાત વિધાનસભા ચૂંટણીનું ચિત્ર થયું સ્પષ્ટ

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. 182 વિધાનસભા સીટ પર 156 બેઠક જીતીને બીજેપીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસને 17 બેઠકો મળી છે જ્યારે આમ આદમી પાર્ટીને 5 બેઠકો જીતી છે. કુતિયાણાની એક બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કાંધલ જાડેજા જીત્યા છે જ્યારે 3 બેઠકો પર અપક્ષ ઉમેદવારોને જીત મળી છે. તમને જણાવી દઈએ કે 2017મા કોંગ્રેસને 77 બેઠક મળી હતી જ્યારે બીજેપીને 99 બેઠક મળી છે.

સંતરામપુર બેઠક પર જાણો કઈ પાર્ટીના ઉમેદવારને મળી જીત

વિધાનસભા બીજેપીની ઐતિહાસિક જીત થઈ છે. તો મધ્ય ગુજરાતના લુણાવાડાની સંતરામપુર વિધાનસભામાં વર્તમાન ધારાસભ્ય કુબેર ડિંડોરની જીત થઈ છે, ત્યારે ફરીથી એકવાર સંતરામપુર વિધાનસભા બેઠક ઉપર કમળ ખીલ્યું છે. પોતાની જીત બદલ કુબેર ડીંડોરે જનતાનો આભાર માન્યો હતો

આ 17 બેઠકો પર કોંગ્રેસને મળી જીત

અમિત ચાવડા- આંકલાવ
અનંત પટેલ-વાંસદા
કાંતિ ખરાડી-દાંતા
ઈમરાન ખેડાવાલા- જમાલપુર ખાડિયા
દિનેશ ઠાકોર- ચાણસ્મા
શૈલેષ પરમાર-દાણીલીમડા
ચિરાગ પટેલ- ખંભાત
જિગ્નેશ મેવાણી- વડગામ
કિરીટ પટેલ- પાટણ
અર્જૂન મોઢવાડીયા-પોરબંદર
વિમલ ચુડાસમા- સોમનાથ
ગેનીબેન ઠાકોર- વાવ
સીજે ચાવડા-વિજાપુર
તુષાર ચૌધરી-ખેડબ્રહ્મા
અમૃતજી ઠાકોર-કાંકરેજ
ગુલાબસિંહ ચૌહાણ-લુણાવાડા
દિનેશ ઠાકોર-ચાણસ્મા
અરવિંદ લાડાણી-માણાવદર


 

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસનો ગઢ ધરાશાયી

વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે અરવલ્લી જિલ્લાની 3 બેઠકોના પરિણામ પણ જાહેર થઈ ગયા છે. અરવલ્લી જિલ્લાની 3 બેઠકો પર કોંગ્રેસના સુપડાં સાફ થઈ ગયા છે. મોડાસા અને ભિલોડા બેઠક પર ભાજપ જીત્યું છે જ્યારે બાયડ બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઈ છે.

આ જિલ્લાની તમામ બેઠકો પર પહેલીવાર બીજેપીનો વિજય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે જાહેર થયેલા પરિણામોમાં સરહદી કચ્છ જિલ્લામાં એક સાથે તમામ છ સીટ પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. આ ઐતિહાસિક જીત સાથે જ કચ્છમાં વિકાસ અને મોદી ફેકટર સૌથી વધુ ચાલ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં 1995 થી ભારતીય જનતા પાર્ટીમાં પ્રથમ વખત વિધાનસભાની છ એ છ બેઠક પર ભાજપનો કેસરિયો લહેરાયો હોય તેવું પ્રથમ વખત બન્યું છે. 

ડભોઈના ઈતિહાસમાં પહેલીવાર આ ઉમેદવાર બીજી વખત વિજેતા બન્યા

વડોદરાની ડભોઈ બેઠક પર બીજેપીના ઉમેદવાર શૈલેષ મહેતાનો વિજય થયો છે. શૈલેષ મહેતાની જીત બાદ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર ગ્રામ્યજનો અને કાર્યકરો દ્વારા આતશબાજી કરી સ્વાગત કર્યું હતું. ડભોઇ વિધાનસભામાં ભાજપની હેટ્રિકથી કાર્યકરોમાં ખુશી  જોવા મળી હતી. ડભોઇ નગર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરો ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ડી.જે અને આતશબાજી સાથે ભવ્ય વિજય સર્ઘષ કાઢવામાં આવ્યું હતું.  તમને જણાવી દઈએ કે, શૈલેષ મહેતા ડભોઇ વિધાનસભામાં સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે. ડભોઈના ઇતિહાસમાં પહેલીવાર કોઈ બીજી વાર જીતીને આવ્યા હોય એવો બનાવ બન્યો છે.

ભારત માતા કી જયના જયઘોષ સાથે પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરી

ગુજરાતની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે આવેલા ભાજપ મુખ્યાલય પહોંચ્યા હતાં. અહીં મોદી-મોદીના ગગનભેદી નારા વચ્ચે પીએમ મોદીએ મોટી સંખ્યામાં હાજર ભાજપ નેતા અને કાર્યકર્તાઓને સંબોધ્યા હતાં. ભારત માતા કી જયના જયઘોષ સાથે પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ કાર્યકર્તાઓને નમન કર્યા હતાં. વડાપ્રધાન ઉપરાંત પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા હતાં.

ગુજરાતમાં સમાજવાદી પાર્ટીનું ખાતું ખુલ્યું

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચામાં રહેલી સીટ હોય તો તે ગોંડલ અને કુતિયાણા વિધાનસભા હતી. કારણ કે આ બેઠક ઉપર તાકાતવર નેતાઓ ચૂંટણી લડતા હતા. કુતિયાણાની આ હાઈપ્રોફાઈલ બેઠક ઉપર ચોપાખિયો જંગ હતો. જેમાં કોંગ્રેસ, ભાજપ અને આપ જેવા મોટા રાજકીય પક્ષોને પાછળ મુકી અને સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી લડતા કાંધલ જાડેજાનો ભવ્ય વિજય થયો છે.

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ અને પીએમ મોદી

ગુજરાતમાં પ્રચંડ જીત બાદ ગૃહમંત્રી અમિત શાહ, પીએમ મોદી અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા દિલ્હી ખાતે પાર્ટી હેડક્વાટરે પહોંચ્યા છે.


 





સુરત જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર ભાજપની જીત

આમ આદમી પાર્ટીને સુરતમાં મોટો ઝટકો લાગ્યો છે. સુરત જિલ્લાની તમામ 16 બેઠકો પર ભાજપે જીત મેળવી છે. તમને જણાવી દઈએ કે, સુરતમાં આમ આદમી પાર્ટી વધુ આશા હતી. પાસના કન્વિનર અલ્પેશ કથિરીયા અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત તમામ ઉમેદવારોની હાર થઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને જીતનો સ્વાદ સુરતમાં જ મળ્યો હતો જ્યારે સુરત કોર્પેરેશનમાં તેમના 27 કોર્પોરેટરોએ જીત મેળવી હતી. જો કે, વિધાનસભા ચૂંટણીમાં ધાર્યું પરિણામ મળ્યું નહીં.

આપના 5 ઉમેદવાર વિજેતા થયા

ઉમેશ મકવાણા- બોટાદ
સુધીર વાઘાણી- ગારીયાધાર
હેમંત ખવા- જામજોધપુર
ભુપેન્દ્ર ભાયાણી- વિસાવદર
ચેતર વસાવા- ડેડીયાપાડા

આ 3 બેઠક પર અપક્ષની આંધી

સૌ પ્રથમ વાત કરીએ બાયડ બેઠકની તો ત્યાં ધવલસિંહ ઝાલાને જીત મળી છે. તમને જણાવી દઈએ કે, ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોરની સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા. જો કે આ વખતે બીજેપીએ તેમને ટિકિટ ન આપતા ધવલસિંહે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.


તો બીજી તરફ વડોદરાની હાઈપ્રોફાઈલ બેઠક વાઘોડિયા પર પણ રસાકસી જોવા મળી હતી. વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન મળતા તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સાથે સાથે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસને માત આપી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ જીત મેળવી છે.


આ ઉપરાંત ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજીભાઈ દેસાઈની જીત થઈ છે. ધાનેરા બેઠક પર કોંગ્રેસ તરફથી નાથાભાઈ પટેલ ઉમેદવાર હતા. તો બીજેપી તરફથી ભગવાન પટેલે ઉમેદવારી કરી હતી.

પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ જીત્યા

બીજેપીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022મા માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. તમને જણાવી દઈએ કે, માધવસિંહ સોલંકીએ 149 બેઠકો જીતી હતી. તો બીજી તરફ કોંગ્રેસના 16 ઉમેદવારો પોતાની બેઠક જીતવામાં સફળ થયા છે.  પાટણમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ 16000 હાજર વધુ મતથી વિજેતા થયા છે. તેમણે બીજેપીના ઉમેદવાર ડોક્ટર રાજુલ દેસાઈને હરાવ્યા છે.

આઝાદી બાદ પ્રથમવાર આ બેઠક પર ભાજપની જીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક જીત મળી છે. ભાજપે આ વખતે એવી બેઠકો પણ જીતી છે જ્યાં વર્ષોથી તેમને જીત મળી ન હતી. આવી જ એક બેઠક છે વ્યારા. આઝાદી બાદ પ્રથમવાર વ્યારા બેઠક પર ભાજપની જીત થઈ છે. ભાજપની જીત થયા બાદ ઉમેદવારે પ્રતિક્રિયા આપી છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણીની જીત થતા કાર્યકરોમાં ખુશીની લહેર છે. ભાજપના ઉમેદવાર મોહન કોંકણીને 22 હજારથી વધુ મતે જીત મળી છે. 

Gujarat Assembly Election Result Live: ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરના રોજ શપથ લેશે

ગુજરાતના મુખ્યમંત્રી 12 ડિસેમ્બરના રોજ શપથ લેશે





Gujarat Elections Result 2022: દાહોદ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત

Gujarat Elections Result 2022: દાહોદ બેઠક પરથી ભાજપના ઉમેદવારની જીત





Gujarat Assembly Election Live : ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રથમ વખત આગળ નીકળ્યા હતા

Gujarat Assembly Election Live : ભિલોડા બેઠક પર ભાજપના ઉમેદવાર પ્રથમ વખત આગળ નીકળ્યા હતા. પોરબંદર બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત થઇ છે. ભાજપના બાબુ બોખીરિયાની હાર થઇ છે. વાવથી ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ છે.

Gujarat Assembly Election 2022: વાંકાનેર બેઠક કોગ્રેસે ગુમાવી, ભાજપના જીતુ સોમાણીની જીત

Gujarat Assembly Election 2022: વાંકાનેર બેઠક પરથી ભાજપના જીતુ સોમાણીની જીત થઇ છે. વાંકાનેર બેઠક પરથી કોગ્રેસની હાર થઇ છે. મજુરાથી ભાજપના હર્ષ સંઘવી એક લાખ 14 હજાર મતથી આગળ છે. વિસનગરથી ભાજપના ઋષિકેશ પટેલ 16 હજાર મતથી આગળ છે. મહુવા બેઠક પરથી ભાજપના મોહન ધોડિયાની 31 હજાર 526 મતથી જીત થઇ છે. ગાંધીનગર ઉત્તરથી રીટા પટેલની જીત નિશ્ચિત છે. થરાદથી ભાજપના શંકર ચૌધરી 24 હજાર મતથી આગળ છે.   


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો 

Gujarat Assembly Election Result: પ્રચંડ જીત બાદ ભાજપના કાર્યકરોએ ગાંધીનગરમાં ઉજવણી શરૂ કરી હતી.

Gujarat Assembly Election Result: પ્રચંડ જીત બાદ ભાજપના કાર્યકરોએ ગાંધીનગરમાં ઉજવણી શરૂ કરી હતી.





Gujarat Assembly Election Result :સોજીત્રાથી ભાજપના વિપુલ પટેલની જીત નિશ્ચિત

Gujarat Assembly Election Result :સોજીત્રાથી ભાજપના વિપુલ પટેલની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગઢડા બેઠક પરથી ભાજપના શંભુપ્રસાદ ટુંડિયાની જીત થઇ હતી. જામજોધપુરથી આપના હેમંત ખવા 44 હજાર મતથી આગળ છે. મોરબીથી ભાજપના કાંતિ અમૃતિયા 19 હજાર મતથી આગળ છે અમરેલીથી કોગ્રેસના પરેશ ધાનાણીની હાર નક્કી છે.

Gujarat Assembly Election 2022: વડગામ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી સતત પાછળ

Gujarat Assembly Election 2022: વડગામ બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ મેવાણી સતત પાછળ છે. કતારગામ બેઠક પરથી ભાજપના વિનુ મોરડિયા આગળ છે. જૂનાગઢ બેઠકથી કોગ્રેસના ઉમેદવાર ભીખુભાઇ જોશીએ હાર સ્વીકારી હતી. કલોલ બેઠક પરથી  ભાજપના બકાજી ઠાકોર આગળ છે. એલિસબ્રિજ બેઠક પરથી ભાજપના અમિત શાહ 53 હજાર મતથી આગળ છે. મહુધા બેઠક પરથી ભાજપના સંજયસિંહ મહિડા આગળ છે. સંતરામપુરથી અપક્ષ ઉમેદવાર બાબુ ડામોર આગળ છે.  

Gujarat Assembly Election Result: ધોરાજીના કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી હતી

Gujarat Assembly Election Result: રાજકોટ કોગ્રેસના દિગ્ગજ નેતા અને ધોરાજીના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી હતી. વસોયાએ કહ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે.

Gujarat Assembly Election Result Live:થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરી 14 હજાર મતથી આગળ છે

Gujarat Assembly Election Result Live: જલાલપોર બેઠક પર ભાજપના આર.સી.પટેલ 56 હજાર મતથી આગળ, સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર આગળ છે. માણાવદર બેઠક પર કોગ્રેસના અરવિંદ લાડાણી આગળ છે. સાણંદ બેઠક પર ભાજપ આગળ છે. ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન ગઢવી 3700 મતથી આગળ છે. લીમખેડા બેઠક પર ભાજપના શૈલેષ ભાભોર આગળ છે. બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા આગળ છે.  થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરી 14 હજાર મતથી આગળ છે.

Gujarat Assembly Election Result Live:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 149 બેઠકો પર આગળ

Gujarat Assembly Election Result Live:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 149 બેઠકો પર આગળ છે જ્યારે કોગ્રેસ 18 અને આપ 8 બેઠક પર આગળ છે. 





Gujarat Assembly Election Result Live:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 149 બેઠકો પર આગળ

Gujarat Assembly Election Result Live:ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 149 બેઠકો પર આગળ છે જ્યારે કોગ્રેસ 18 અને આપ 8 બેઠક પર આગળ છે. 





ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો

ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો 


https://www.youtube.com/watch?v=Xsg9iKN_158

Gujarat Assembly Election Result :ખંભાતના બેઠક પરથી કોગ્રેસના ચિરાગ પટેલ આગળ

Gujarat Assembly Election Result :ખંભાતના બેઠક પરથી કોગ્રેસના ચિરાગ પટેલ આગળ, મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃતિયા આગળ છે. ધારી બેઠક પર ભાજપના જે.વી.કાકડિયા આગળ છે. કડી બેઠક પરથી ભાજપના કરસન સોલંકી આગળ છે.


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો

Gujarat Assembly Election Result Today :ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન 3800 મતથી આગળ

Gujarat Assembly Election Result Today : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ છે. આંકલાવ બેઠક પરથી કોગ્રેસના અમિત ચાવડા સતત પાછળ છે. વિજાપુર બેઠક પરથી કોગ્રેસના સી.જે.ચાવડા 1312 મતથી આગળ છે. વેજલપુર બેઠક પરથી ભાજપના અમિત ઠાકર 30 હજાર મતથી આગળ છે. ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન 3800 મતથી આગળ છે.


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો  https://www.youtube.com/watch?v=Xsg9iKN_158


 

Gujarat Assembly Election Live: અમરેલી બેઠક પરથી કોગ્રેસના પરેશ ધાનાણી પાછળ

ટંકારા બેઠક પરથી કોગ્રેસના લલિત કગથરા, ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઇ 10 હજાર મતથી આગળ છે. મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃતિયા આગળ છે. રાધનપુર બેઠક પરથી ભાજપના લવિંગજી ઠાકોર આગળ છે. 


ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો

https://www.youtube.com/watch?v=ZDYYH6o4j_I

Gujarat Assembly Election Live: અમરેલી બેઠક પરથી કોગ્રેસના પરેશ ધાનાણી પાછળ

Gujarat Assembly Election Live: અમરેલી બેઠક પરથી કોગ્રેસના પરેશ ધાનાણી પાછળ





Gujarat Assembly Election Result Live: ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરા આગળ

Gujarat Assembly Election Result Live: ઇડર બેઠક પર ભાજપના રમણલાલ વોરા, ઠક્કરબાપા નગર પરથી ભાજપના કંચન રાદડિયા અને ઓલપાડ બેઠક પરથી ભાજપના મુકેશ પટેલ આગળ છે

Gujarat Assembly Election 2022: ગારિયાધાર બેઠક પર આપના સુધીર વાઘાણી આગળ

Gujarat Assembly Election 2022: ગારિયાધાર બેઠક પર આપના સુધીર વાઘાણી, જામનગર ઉત્તર બેઠક પર આપના કરશન કરમુરા, વ્યારા બેઠક પર આપના બિપીન ચૌધરી, જામજોધપુર બેઠક પર આપના હેમંત ખવા બેઠક પર આગળ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર 2228 મતથી આગળ છે.

Gujarat Assembly Election 2022: ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર 2228 મતથી આગળ છે.

Gujarat Assembly Election 2022: ગારિયાધાર બેઠક પર આપના સુધીર વાઘાણી, જામનગર ઉત્તર બેઠક પર આપના કરશન કરમુરા, વ્યારા બેઠક પર આપના બિપીન ચૌધરી, જામજોધપુર બેઠક પર આપના હેમંત ખવા બેઠક પર આગળ છે. ગાંધીનગર દક્ષિણ બેઠક પર ભાજપના અલ્પેશ ઠાકોર 2228 મતથી આગળ છે.

Gujarat Assembly Election Live:  10 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ

Gujarat Assembly Election Live:  10 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારો આગળ છે. ભિલોડા બેઠક પરથી AAPના રૂપસિંહ ભગોરા આગળ છે. સોમનાથ બેઠક, માંડવી બેઠક ,ખંભાળિયા, ડેડિયાપાડા, ચોટીલા બેઠક પરથી આપના ઉમેદવાર આગળ છે.

Gujarat Assembly Election Live Result: પરસોત્તમ સોલંકી આગળ


Gujarat Assembly Election Live Result:  ભાવનગર ગ્રામ્ય વિધાનસભા 103 પર ભાજપના ઉમેદવાર પરસોત્તમ સોલંકી આગળ, ગણતરીમાં ઇવીએમ ના બે રાઉન્ડ પૂર્ણ થયા જેમાં પરસોતમભાઈ સોલંકી 10,000 થી વધુ મતથી આગળ, ભાવનગર ગ્રામ્યના ભાજપનાં ઉમેદવાર પરસોતમ સોલંકી સામે કોંગ્રેસના રેવત સિંહ ગોહિલ અને આપના ખુમાનસિંહ ગોહિલ મેદાનમાં છે

Gujarat Assembly Election Live Result: અમરેલીના ધારીમાં આપ ઉમેદવાર આગળ

Gujarat Assembly Election Live Result | ગુજરાત  ચૂંટણી પરિણામ LIVE : ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી અલ્પેશ ઠાકોર આગળ, સાવરકુંડલા બેઠક પરથી કોંગ્રેસના પ્રતાપ દૂધાત આગળ, ડીસા બેઠક પર અપક્ષ ઉમેદવાર લેબજી ઠાકોર આગળ, અમરેલીની ધારીમાં આપના ઉમેદવાર આગળ, વઢવાણ બેઠક પરથી જગદીશ મકવાણા આગળ

Gujarat Assembly Election Live Result: જામનગર ઉત્તરથી રિવાબા પાછળ

Gujarat Assembly Election Live Result: ગાંધીનગર ઉત્તર બેઠક પર કોંગ્રેસના વિરેન્દ્રસિંહ આગળ, જામનગર ગ્રામ્ય બેઠક પરથી બસપા આગળ, જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ પાછળ, જામનગર ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજા પાછળ

Gujarat Assembly Election Live: ટંકારાથી કોગ્રેસના લલિત કગથરા આગળ

Gujarat Assembly Election Live: કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા આગળ છે. ટંકારા બેઠક પરથી કોગ્રેસના લલિત કગથરા પાછળ છે. વિસનગરમાં ઋષિકેશ પટેલ, માતર બેઠક પરથી કલ્પેશ પરમાર, પેટલાદ બેઠક પરથી કોગ્રેસના પ્રકાશ પરમાર આગળ છે.

Gujarat Assembly Election Result: શરૂઆતના વલણમાં ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી આગળ છે.

Gujarat Assembly Election Result: શરૂઆતના વલણોમાં ખંભાળિયા બેઠક પરથી ઇસુદાન ગઢવી આગળ છે. ઘાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગળ છે. મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી, વઢવાણ બેઠક પરથી ભાજપના જગદીશ મકવાણા આગળ છે.


ગુજરાત ચૂંટણી પરિણામ LIVE : શરૂઆતના વલણમાં હાર્દિક પટેલ પાછળ

Gujarat Assembly Election Vote Counting: વિરમગામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ શરૂઆતના વલણમાં પાછળ છે. આપના ઉમેદવાર અહીથી આગળ છે.

Gujarat Assembly Election Result Live: ગુજરાતમાં ભાજપ 127 બેઠકો પર આગળ

Gujarat Assembly Election Result Live: ગુજરાતમાં ભાજપ 127 બેઠકો પર આગળ છે. કોગ્રેસ 31 બેઠકો પર આગળ છે. આમ આદમી પાર્ટી એક બેઠક પર આગળ છે. વડોદરાની તમામ બેઠક પર ભાજપ આગળ છે.

Election Results 2022 Live: ગુજરાતના વલણોમાં ભાજપ પાસે બહુમતી

Election Results 2022 Live: ગુજરાતના વલણોમાં ભાજપ પાસે બહુમતી, હિમાચલમાં કોંગ્રેસ આગળ. 

Gujarat Assembly Election Vote Counting: મહેસાણા બેઠક પરથી ભાજપ આગળ

ઉંઝા બેઠક પરથી કે.કે પટેલ આગળ છે. મહેસાણા બેઠક પરથી ભાજપના મુકેશ પટેલ, ખેડબ્રહ્માથી ભાજપના અશ્વિન કોટવાલ, પ્રાંતિજ બેઠક પરથી ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર, વેજલુપર બેઠક પર ભાજપના અમિત ઠાકર, નિકોલ બેઠક પરથી ભાજપના જગદીશ વિશ્વકર્મા આગળ છે.

Gujarat Assembly Election Result Live: શરૂઆતના વલણમાં કોગ્રેસ 30 બેઠક પર આગળ

Gujarat Assembly Election Result 2022 Live updates: શરૂઆતના વલણમાં ભાજપ 115 બેઠક જ્યારે કોગ્રેસ 30 બેઠક પર આગળ

Gujarat Assembly Election Result: ભાજપ 107 બેઠક પર આગળ

Election Results 2022 LIVE Updates: શરૂઆતના વલણમાં ભાજપ 107 બેઠક જ્યારે કોગ્રેસ 25 બેઠક પર આગળ

Election Results 2022 LIVE Updates: ભાજપ 12 બેઠક આગળ

Election Results 2022 LIVE Updates:શરૂઆતના વલણમાં ભાજપ 12 બેઠક જ્યારે કોગ્રેસ 2 બેઠક પર આગળ

Gujarat Assembly Election Result: ગુજરાતમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે

ગુજરાતમાં મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થયું હતું. પોસ્ટ બેલેટની હવે ગણતરી ચાલી રહી છે.

Election Results 2022 LIVE Updates : સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠક પર તમામની નજર

Gujarat Assembly Election Result Live: સૌરાષ્ટ્ર કચ્છની 54 બેઠક પૈકી રાજકોટની 8 વિધાનસભા બેઠક પર તમામની નજર છે. તો ગોંડલ બેઠક પર પણ તમામની નજર છે. 


 

Gujarat Assembly Election Result 2022 Live updates : ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. આ તસવીરો મતગણતરી કેન્દ્ર એલ.ડી એન્જિનિયરિંગ કોલેજની છે. સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

Gujarat Assembly Election Result 2022 Live updates : ખંભાળિયા બેઠક પર કોણ જીતશે?

આમ આદમી પાર્ટીએ ખંભાળિયા બેઠક પરથી સીએમ ચહેરાના ઉમેદવાર ઈસુદાન ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે, જેમની સીધી ટક્કર કોંગ્રેસના વિક્રમ માડમ સામે થશે. જો આ બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અહીં આહીરોનું વર્ચસ્વ રહ્યું છે અને દર વખતે આહીર સમાજના આગેવાનો અહીં ધારાસભ્ય બને છે. તેથી જ ઇસુદાન ગઢવી માટે આકરી સ્પર્ધા થવાની છે. 

Gujarat Assembly Election Live : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે મતગણતરી છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે મતગણતરી છે. રાજ્યના 37 મત કેન્દ્ર પર મતગણના થશે.

બ્રેકગ્રાઉન્ડ

ગુજરાત  ચૂંટણી પરિણામ LIVE | આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. આજે 1600થી વધુ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના તમામ જિલ્લામાં મતગણતરીને લઈ પ્રશાસને પણ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પરના EVM ગુજરાત કોલેજ,એલડી એન્જિનિયરિંગ કોલેજ અને આંબાવાડીની સરકારી કોલેજ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રખાયા છે. જેની પેરામિલિટ્રી ફોર્સના જવાનો સુરક્ષા કરી રહ્યાં છે. તો, સીસીટીવી મારફતે પણ નજર રખાઈ રહી છે. સવારે આઠ વાગ્યે વિધાનસભા મુજબ 14 ટેબલ પર મતગણતરી થશે તો વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકની મતગણતરી MS યુનિવર્સિટીની પોલિટેક્નિક કોલેજમાં થશે અને સુરત શહેરની 6 બેઠકની ગણતરી SVNIT કોલેજમાં જ્યારે ગ્રામ્યની 10 બેઠકની ગણતરી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં થશે.


રાજ્યના તમામ મતગણતરી મથકોએ આવશ્યક તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે એમ કહીને શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, સમગ્ર કાઉન્ટિંગ પ્રોસેસ માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. મતગણતરી માટે વધારાના 78 મદદનીશ ચૂંટણી અધિકારી હશે. આ ઉપરાંત 71 વધારાના મદદનીશ ચૂંટણી અધિકારીઓને ઇલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ માટે જવાબદારી સોંપવામાં આવી છે.


શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું હતું કે, તમામ કાઉન્ટિંગ સ્ટાફની નિમણૂક થઈ ગઈ છે. સેકન્ડ રેન્ડમાઇઝેશન પણ આજે પૂર્ણ કરાશે અને મતગણતરી પહેલા સવારે 5:00 વાગે થર્ડ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરાશે. મતદાન કેન્દ્રના દરેક ટેબલ પર એક માઈક્રો-ઑબ્ઝર્વર, કાઉન્ટીંગ સુપરવાઈઝર અને કાઉન્ટીંગ આસિસ્ટન્ટને ફરજ સોંપવામાં આવી છે. આ ઉપરાંત કાઉન્ટીંગ હૉલમાં બે માઈક્રો-ઑબ્ઝર્વર મૂકવામાં આવશે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવશે.


મતગણતરી મથકો પર ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્યતા પ્રાપ્ત અધિકારીઓ, નિરિક્ષકો, ફરજરત કર્મચારીઓ-અધિકારીઓ, ઉમેદવારો તથા કાઉન્ટીંગ એજન્ટ્સ અને દરેક ઉમેદવારના  કાઉન્ટિંગ એજન્ટ્સ પણ પ્રવેશ કરી શકશે. રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવશે. સવારે 8:00 વાગે સૌપ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી કરાશે અને 8:30 વાગ્યાથી પોસ્ટલ બેલેટની સાથે સાથે EVMના મતોની ગણતરી પણ શરુ કરાશે.


મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના તમામ કાઉન્ટીંગ સેન્ટર્સને કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, ટેલિફોન અને ફેક્સ જેવી અત્યાધુનિક સંચારસુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. મોબાઈલ ટેલિફોન, આઈ-પેડ કે લેપટૉપ જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો મતગણતરી કેન્દ્રમાં લઈ જઈ શકાશે નહીં. કમિશનના ઑબ્ઝર્વર્સ, રિટર્નિંગ ઑફિસર, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર અને કાઉન્ટીંગ સુપરવાઈઝર્સ પર આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. દરેક મતગણતરી કેન્દ્રમાં મિડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. મિડિયા સેન્ટર સિવાય મતગણતરી કેન્દ્રના સંકુલમાં ક્યાંય પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકાશે નહીં.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.