Gujarat Assembly Election Result Live: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતના વલણોમાં ભાજપ 149, કોગ્રેસ 19 અને આપ 9 બેઠકો પર આગળ છે. રાજકોટ કોગ્રેસના દિગ્ગજ નેતા અને ધોરાજીના કોગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ હાર સ્વીકારી હતી. વસોયાએ કહ્યું હતું કે સમગ્ર સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. આમ આદમી પાર્ટી ભાજપની બી પાર્ટી છે.



ગુજરાત ચૂંટણી પરિણામ લાઈવ જોવા અહીં ક્લિક કરો 


જલાલપોર બેઠક પર ભાજપના આર.સી.પટેલ 56 હજાર મતથી આગળ, સોમનાથ બેઠક પર ભાજપના ઉમેદવાર માનસિંહ પરમાર આગળ છે. માણાવદર બેઠક પર કોગ્રેસના અરવિંદ લાડાણી આગળ છે. સાણંદ બેઠક પર ભાજપ આગળ છે. ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન ગઢવી 3700 મતથી આગળ છે. લીમખેડા બેઠક પર ભાજપના શૈલેષ ભાભોર આગળ છે. બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણા આગળ છે.  થરાદ બેઠક પર ભાજપના શંકર ચૌધરી 14 હજાર મતથી આગળ છે.


ટંકારા બેઠક પરથી કોગ્રેસના લલિત કગથરા, ધાનેરા બેઠક પર અપક્ષ ઉમેદવાર માવજી દેસાઇ 10 હજાર મતથી આગળ છે. મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃતિયા આગળ છે. રાધનપુર બેઠક પરથી ભાજપના લવિંગજી ઠાકોર આગળ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 29 હજાર મતથી આગળ છે. આંકલાવ બેઠક પરથી કોગ્રેસના અમિત ચાવડા સતત પાછળ છે. વિજાપુર બેઠક પરથી કોગ્રેસના સી.જે.ચાવડા 1312 મતથી આગળ છે. વેજલપુર બેઠક પરથી ભાજપના અમિત ઠાકર 30 હજાર મતથી આગળ છે. ખંભાળિયા બેઠક પરથી આપના ઇસુદાન 3800 મતથી આગળ છે. ખંભાતના બેઠક પરથી કોગ્રેસના ચિરાગ પટેલ આગળ, મોરબી બેઠક પરથી ભાજપના કાંતિ અમૃતિયા આગળ છે. ધારી બેઠક પર ભાજપના જે.વી.કાકડિયા આગળ છે. કડી બેઠક પરથી ભાજપના કરસન સોલંકી આગળ છે.


અમરેલી જિલ્લામાં શું છે સ્થિતિ


અમરેલી જિલ્લામાં 5 બેઠકો છે. જેમાં ત્રણ સીટ પર કોંગ્રેસ, એક સીટ પર ભાજપ અને એક સીટ પર આમ આદમી પાર્ટી આગળ છે. અમરેલી જિલ્લાની મત ગણતરી પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે થઈ રહી છે.  દરેક બેઠકમાં 14 ટેબલ પર મત ગણતરી થઈ રહી છે.


ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે


રાજ્યમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતમાં ભાજપનું અગાઉનું શ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોની વિધાનસભામાં 127 બેઠકો જીતી હતી. ગુજરાતમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સ્પર્ધા રહી છે, પરંતુ આ વખતે AAP મેદાનમાં ઉતરતા ત્રિકોણીય બની છે. જો કે, એક્ઝિટ પોલના અનુમાનમાં કહેવામાં આવ્યું છે કે ભાજપને મોટી જીત મળશે.