ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે.  જે 2017ની તુલનામાં 5.44 ટકા ઓછુ છે.  પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.

  


જિલ્લા મુજબ થયેલ મતદાનની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 57.59 ટકા, ભરૂચ જિલ્લામાં 66.61 ટકા, ભાવનગર જિલ્લામાં 59.71 ટકા, બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું. ડાંગ જિલ્લામાં 67.33 ટકા, દેવભૂમિ દ્વારકામાં 61.70 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 65.93 ટકા, જામનગર જિલ્લામાં 58.01 ટકા, જૂનાગઢ જિલ્લામાં 59.52 ટકા, કચ્છ જિલ્લામાં 59.80 ટકા મતદાન થયું. મોરબી જિલ્લામાં 69.77 ટકા, નર્મદા જિલ્લામાં 73.50 ટકા, નવસારી જિલ્લામાં 71.06 ટકા, પોરબંદર જિલ્લામાં 59.51 ટકા, રાજકોટ જિલ્લામાં 60.45 ટકા, સુરત જિલ્લામાં 62.27 ટકા મતદાન થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં 62.46 ટકા, તાપી જિલ્લામાં 76.91 ટકા, વલસાડ જિલ્લામાં 69.05 ટકા મતદાન થયું.


કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠક પર યોજાયેલા મતદાનમાં ગત્ત બે ચૂંટણી કરતા આ ચૂંટણીમાં મતદારોમાં થોડી નિરસતા જોવા મળી હતી.  કચ્છ-સૌરાષ્ટ્રની 54 બેઠકો પર સરેરાશ 60 ટકા જેટલુ મતદાન નોંધાયુ હતું. જેમાં ગીર સોમનાથ બેઠક પર સૌથી વધુ 72.94 ટકા, જ્યારે ગાંધીધામ બેઠક પર સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું હતું.  2002માં 61.12 ટકા, 2012માં 68.24 ટકા અને 2017ની ચૂંટણીમાં 64.23 ટકા મતદાન નોંધાયુ હતુ. ચૂંટણી પંચના આંકડા મુજબ મતદાનની ટકાવારીની વાત કરીએ તો અમરેલી બેઠક 56.50 ટકા, ધારી બેઠક પર 52.83 ટકા, લાઠી બેઠક પર 58.67 ટકા મતદાન નોંધાયુ હતું.  જ્યારે રાજુલા બેઠક પર 64.84 ટકા, સાવરકુંડલા બેઠક પર 54.18 ટકા મતદાન નોંધાયુ હતું.


ભાવનગર પૂર્વ બેઠક પર 56.08 ટકા, ભાવનગર ગ્રામ્ય બેઠક પર 60.96 ટકા, ભાવનગર પશ્ચિમ બેઠક પર 60.51 ટકા ,ગારીયાધાર બેઠક પર 60.83 ટકા, મહુવા બેઠક પર 61.96 ટકા, પાલિતાણા બેઠક પર 58.94 ટકા મતદાન નોંધાયુ હતું. તળાજા બેઠક પર 55.01 ટકા, બોટાદ બેઠક પર 63.50 ટકા, ગઢડા બેઠક પર 51.04 ટકા, દ્વારકા બેઠક પર 61.04 ટકા, ખંભાળીયા બેઠક પર 62.34 ટકા મતદાન નોંધાયુ હતું.  કોડીનાર બેઠક પર 63.77 ટકા, સોમનાથ બેઠક પર 72.94 ટકા, તાલાલા બેઠક પર 63.39 ટકા, ઉના બેઠક પર 63.17 ટકા, જામજોધપુર બેઠક પર 65.42 ટકા, જામનગર ઉત્તર બેઠક પર 55.96 ટકા, જામનગર ગ્રામ્ય બેઠક પર 56.33 ટકા, જામનગર દક્ષિણ બેઠક પર 57.33 ટકા મતદાન નોંધાયુ હતું.  કાલાવડ બેઠક પર 55.61 ટકા, જૂનાગઢ બેઠક પર 55.82 ટકા, કેશોદ બેઠક પર 62.05 ટકા, માણાવદર બેઠક પર 61.17 ટકા,માંગરોળ બેઠક પર 63.52 ટકા મતદાન, વિસાવદર બેઠક પર 56.10 ટકા મતદાન નોંધાયુ. અબડાસા બેઠક પર 63.75 ટકા, અંજાર બેઠક પર 64.13 ટકા, ભૂજ બેઠક પર 61.64 ટકા, ગાંધીધામ બેઠક પર 47.86 ટકા, માંડવી બેટક પર 65.38 ટકા, રાપર બેઠક પર 58.25 ટકા, મોરબી બેઠક પર 67.16 ટકા મતદાન નોંધાયુ હતું.


ટંકારા બેઠક પર 71.18 ટકા, વાંકાનેર બેઠક પર 71.19 ટકા, કુતિયાણા બેઠક પર 56.60 ટકા, પોરબંદર બેઠક પર 61.98 ટકા, ધોરાજી બેઠક પર 57.20 ટકા, ગોંડલ બેઠક પર 62.81 ટકા મતદાન નોંધાયુ હતું. જસદણ બેઠક પર 62.48 ટકા, જેતપુર બેઠક પર 63.22 ટકા, રાજકોટ પૂર્વ બેઠક પર 62.15 ટકા, રાજકોટ ગ્રામ્ય બેઠક પર 61.74 ટકા, રાજકોટ દક્ષિણ બેઠક પર 58.84 ટકા, રાજકોટ પશ્ચિમ બેઠક પર 56.15 ટકા મતદાન નોંધાયુ હતું. ચોટીલા બેઠક પર 63.28 ટકા, દસાડા બેઠક પર 62.60 ટકા, ધ્રાંગધ્રા બેઠક પર 66.77 ટકા, લીંબડી બેઠક પર 62 ટકા, વઢવાણ બેઠક પર 57.62 ટકા મતદાન નોંધાયુ હતું.