ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચંડ પ્રચારનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે ચાર જનસભાને સંબોધશે. સૌથી પહેલા બનાસકાંઠાના કાંકરેજમાં પીએમ મોદીની 11 વાગ્યે જનસભા યોજાશે. જે બાદ સાડા બાર વાગ્યે પાટણમાં સભા મોદી સભા સંબોધશે.
બાદમાં આણંદના સોજીત્રામાં પોણા ત્રણ વાગ્યે અને અમદાવાદમાં સાંજે 6 વાગ્યે સભા યોજાશે.પીએમ મોદીની સાથે કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કરશે ઝંઝાવાતી પ્રચાર કરશે. અમિત શાહ મહેસાણામાં સવારે 10 વાગ્યે અને વિજાપુરમાં અઢી વાગ્યે જનસભા યોજાશે. જ્યારે સાંજે ચાર વાગ્યે વડોદરામાં અમિત શાહનો રોડ શો યોજાશે. અને સાંજે સાત વાગ્યે અમદાવાદનાં ચાંદખેડામાં જનસભા ગજવશે.
પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ પ્રથમ તબક્કાના 19 જિલ્લાની 89 બેઠકો પર કુલ 63.14 ટકા મતદાન થયું છે. જે 2017ની તુલનામાં 5.44 ટકા ઓછુ છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનમાં ડેડિયાપાડામાં સૌથી વધુ 82.33 ટકા તો કચ્છના ગાંધીધામમાં સૌથી ઓછુ 47.86 ટકા મતદાન નોંધાયું છે. કુલ 788 ઉમેદવારોના ભાવી ઈવીએમમાં કેદ થયા છે.
જિલ્લા મુજબ થયેલ મતદાનની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં 57.59 ટકા, ભરૂચ જિલ્લામાં 66.61 ટકા, ભાવનગર જિલ્લામાં 59.71 ટકા, બોટાદ જિલ્લામાં 57.58 ટકા મતદાન થયું. ડાંગ જિલ્લામાં 67.33 ટકા, દેવભૂમિ દ્વારકામાં 61.70 ટકા, ગીર સોમનાથ જિલ્લામાં 65.93 ટકા, જામનગર જિલ્લામાં 58.01 ટકા, જૂનાગઢ જિલ્લામાં 59.52 ટકા, કચ્છ જિલ્લામાં 59.80 ટકા મતદાન થયું. મોરબી જિલ્લામાં 69.77 ટકા, નર્મદા જિલ્લામાં 73.50 ટકા, નવસારી જિલ્લામાં 71.06 ટકા, પોરબંદર જિલ્લામાં 59.51 ટકા, રાજકોટ જિલ્લામાં 60.45 ટકા, સુરત જિલ્લામાં 62.27 ટકા મતદાન થયું. સુરેન્દ્રનગર જિલ્લામાં 62.46 ટકા, તાપી જિલ્લામાં 76.91 ટકા, વલસાડ જિલ્લામાં 69.05 ટકા મતદાન થયું.