Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની ગઈ છે. સ્વચ્છ છબી અને શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને સ્થાન આપવામાં આવ્યું છે.


જાણો કોને ક્યાંથી મળી ટિકિટ



  • ભેમાભાઈ ચૌધરી- દિયોદર

  • જગમલવાળા - સોમનાથ

  • અર્જુન રાઠવા- છોટા ઉદેપુર

  • સાગર રબારી -  બેચરાજી

  • વશરામ સાગઠીયા - રાજકોટ ગ્રામ્ય

  • રામ ધડૂક - કામરેજ

  • શિવલાલભાઈ બારસીયા - રાજકોટ દક્ષિણ

  • સુધીર વાઘાણી - ગારિયાધાર

  • રાજેન્દ્ર સોલંકી - બારડોલી

  • ઓમ પ્રકાશ તિવારી - નરોડા (અમદાવાદ)



      રાજકોટ મનપામાં વિપક્ષ નેતાની ફરજ બજાવી ચુક્યા છે વશરામ સાગઠીયા


રાજકોટ વિધાનસભા 71ની સીટ પરથી  આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે. સાગઠિયાનું મૂળ ગામ બોટાદનું પાળીયાદ છે. વશરામ સાગઠીયા રાજકોટ મનપામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.  વર્ષ 2017માં પણ આજ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વશરામ સાગઠીયા દલિત નેતા તરીકે છાપ ધરાવે છે.