Gujarat Assembly Session Live : સર્વ સંમિતિથી વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

ગુજરાત વિધાનસભાનું  આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે. પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.  

gujarati.abplive.com Last Updated: 21 Sep 2022 02:11 PM
પ્રવક્તા મંત્રી વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

પ્રજા હવે કોંગ્રેસની સાથે નથી. જનતા ભાજપની સાથે છે. કોંગ્રેસ દેખાડા કરી વિધાનસભાની ગરીમાનો ભંગ કરી રહી છે. 

સર્વ સંમિતિથી વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું

સર્વ સંમિતિથી વિધાનસભામાં ઢોર નિયંત્રણ બિલ પાછું ખેંચાયું.

કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ

વેલમા આવેલ કોંગ્રેસ પક્ષના તમામ ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. સાર્જન્ટ દ્વારા તમામ ધારાસભ્યોને ઊંચકીને ગૃહ બહાર લઈ જવાઈ રહ્યા છે.

કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા

કોંગ્રેસના નારા અને હોબાળો ચાલુ. વિધાનસભા અધ્યક્ષે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને શાંતિ રાખવા અપીલ કરી. સરકારી કર્મચારીઓના પ્રશ્નો અને આંદોલનો બાબતે ચર્ચા કરવા માટે શૈલેષ પરમારની માગણી. સરકારને વિનંતી કરીએ છીએ. તમામ વિભાગના કર્મચારીઓના પ્રશ્નો છે. કોંગ્રેસની માગણી છે કે આંદોલનો ચાલે છે એની ચર્ચા કેમ ના થાય. સરકાર એનો જવાબ આપે . કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વેલમા આવી ગયા. સાર્જન્ટ પહોંચ્યા.

કોંગ્રેસના ધારાસભ્યોએ હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો

ટૂંકી મુદતના પ્રશ્નોથી સત્રની શરૂઆત. નેતા વિપક્ષ સુખરામ રાઠવા બોલવા ઉભા થયા. અડધા કલાક ની ચર્ચા માટે સમય આપવા રજુઆત કરી.  કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો વિધાનસભામા ઉભા થયા. હાથમાં પ્લે કાર્ડ રાખીને વિરોધ નોંધાવ્યો. સત્ર ચાલુ થાય તે પહેલાં જ હોબાળો. ગૃહમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા પર ઉભા થયા.  મેજ તરફ નારાઓ લગાવવાતા આવ્યા.  સરકારી કર્મચારીઓ ને ન્યાય આપો ના નારાઓ લગાવ્યા. ગૃહમાં હોબાળો કોંગ્રેસનો વિરોધ. વિવિધ પ્રશ્નો અને માંગણીઓ ને લઈને વિરોધ.  સરકારી કર્મચારી, આંદોલનકારીઓને ન્યાય આપવાના નારાઓ કોંગ્રેસ પક્ષ દ્વારા શરૂ.

ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે

પ્રથમ દિવસની બેઠકમા ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના સંદેશા સાથે પરત કરવાની ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ કરશે જાહેરાત. ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે. ઢોર નિયંત્રણ બિલને લઈ વિપક્ષ કરી શકે છે હોબાળો. ગુજરાત શહેરી વિસ્તારોમા ઢોર નિયંત્રણ (રાખવા અને હેરફેર કરવા) બાબત ના બિલ પાછું ખેંચવા અનુમતિ માંગતો પ્રસ્તાવ ગૃહ મા મુકવામા આવશે. શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયા લાવશે પ્રસ્તાવ. ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં થશે રજૂ. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક ગૃહમાં થશે રજૂ. ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક ગૃહ મા થશે રજૂ. ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક થશે રજૂઆત.

વિપક્ષ ટૂંકી મુદ્દના પ્રશ્નોની ચર્ચા દરમિયાન અપનાવી શકે છે આક્રમક રૂખ

ધારાસભ્ય ભરત પટેલ ચોમાસામા વરસાદના કારણે રસ્તાના થયેલા નુકશાન બાબતે ચર્ચા થશે. ધારાસભ્ય શશિકાંત પંડ્યાના ભારે વરસાદના કારણે બનાસકાંઠા અને જામનગર મા ખેતી મા થયેલા નુકશાન બાબતે થશે ચર્ચા. એક કલાક ચાલશે ટૂંકી મુદ્દતના પ્રશ્નો પર ચર્ચા. વિપક્ષ ટૂંકી મુદ્દના પ્રશ્નોની ચર્ચા દરમિયાન અપનાવી શકે છે આક્રમક રૂખ. વિધાનસભાના પૂર્વ સભ્યોના નિધનને લઈ શોક દર્શક ઉલ્લેખ ગૃહમાં થશે રજૂ. પૂર્વ સભ્યોના નિધન પર આપવામા આવશે શ્રદ્ધાંજલિ. વિવિધ વિભાગોના કાગળ મેજ પર મુકવામા આવશે. અનુમતિ મળેલા વિધાયકો મેજ પર મુકવામા આવશે.

વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત, ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત

વિધાનસભાના ચોમાસા સત્રની શરૂઆત, ટૂંકી મુદ્દતના પ્રશ્નથી શરૂઆત 

એલઆરડીની મહિલા આંદોલનકારી ઉમેદવારોની અટકાયત

એલઆરડીની મહિલા આંદોલનકારી ઉમેદવારોની અટકાયત. સચિવાલય ગેટ 1 પાસેથી અટકાયત. વેઇટિંગ લિસ્ટમાં સમાવિષ્ટ તમામ એલઆરડી ઉમેદવારોની ભરતી કરવા માંગ. માંગણીને લઇ ગાંધીનગરમાં ચલાવવામાં આવી રહ્યું છે આંદોલન .

વિધાનસભાનું બે દિવસીય સત્ર હંગામેદાર બનવાનાએંધાણ

વિધાનસભાનું બે દિવસીય સત્ર હંગામેદાર બનવાનાએંધાણ. સરકાર વિરોધી સૂત્રો સાથેના એપ્રોન પહેરી કોંગ્રેસ ધારાસભ્યો પહોંચ્યા વિધાનસભા. મોંગવાર, ભ્રષ્ટાચર સહિતના સૂત્રો સાતેના એપ્રોનમાં ધારાસભ્યો. ધારાસભ્યો વિધાનસભાના પગથીયા પર બેઠકા. ખેડૂત, કર્મચારીઓની માગો સાથે ધારાસભ્યોનો સૂત્રોચ્ચાર. 40થી વધુ ધારાસભ્યો વિધાનસભા પહોંચ્યા છે. આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી આખરી દિવાળીના કોંગ્રેસે નારા લગાવ્યા.

GISFના કર્મચારીઓ પહોંચ્યા ગાંધીનગર

GISFના કર્મચારીઓ પહોંચ્યા ગાંધીનગર. સાતમાં પગાર પંચની માંગ સાથે વિરોધ. પોલીસે કરી અટકાયત.

ભાજપ ધારાસભ્ય દળની બેઠક પુરી

ભાજપ ધારાસભ્ય દળની બેઠક પુરી. સંસદીય મંત્રી તરીકે 7 બિલો અંગે ચર્ચા કરવામાં આવી. આજે શોક દર્શક ઠરાવ રજૂ થશે. 7 જેટલા પૂર્વ સભ્યો માટે શોક દર્શક ઠરાવ રજૂ થશે. નિયમમાં રહીને સત્ર ચલાવવા માટેની સૂચનાઓ આપી છે. કોગ્રેસ પક્ષના દેખાવો અને વિરોધ પર રાજેન્દ્ર ત્રિવેદીનું નિવેદન. વિપક્ષ નિયમો તોડીને આક્રમક બનશે તો અમે નિયમમા રહીને જડબાતોડ જવાબ આપશુ.

સરકારી કર્મચારીઓએ વિધાનસભા કૂચ તરફ શરૂ કરી

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠન પહોંચ્યા છે. શિક્ષકો, વિસીએ અને GISFના લોકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે પહોંચ્યા વિરોધ કરી રહ્યા છે. અહીંથી સરકારી કર્મચારીઓએ વિધાનસભા કૂચ તરફ શરૂ કરી છે. જોકે, પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની અટકાયત કરવામાં આવી રહી છે. 

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠન પહોંચ્યા

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે વિવિધ સંગઠન પહોંચ્યા. શિક્ષકો, વિસીએ અને GISFના લોકો પહોંચ્યા સત્યાગ્રહ છાવણી. પોતાના પડતર પ્રશ્નોની માગણીઓ સાથે પહોંચ્યા વિરોધ કરવા.

વિધાનસભા સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની મળી બેઠક

વિધાનસભા સત્ર પહેલા ભાજપ ધારાસભ્ય દળની મળી બેઠક. વિધાનસભા ના સાશક પક્ષ ના ખડમા મળી ભાજપ ધારાસભ્ય દળની બેઠક. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ભાજપ ના ધારાસભ્યો બેઠકમાં હાજર. બે દિવસીય સત્રની રણનીતિ અંગે થશે ચર્ચા.

બ્રેકગ્રાઉન્ડ

Gujarat Assembly : ગુજરાત વિધાનસભાનું  આજથી બે દિવસનું ટુકું સત્ર શરૂ થશે. મોંઘવારી,ડ્ર્ગ્સ સહિતના મુદ્દા છવાશે. પ્રથમ બેઠકમાં પૂર્વ વિધાનસભા સભ્યોના અવસાન અંગે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે.  રખડતા ઢોર નિયંત્રણ વિધેયક  વિધાનસભા સત્ર માં પરત ખેંચવામાં આવશે.


વિધાનસભા પોલીસ છાવણીમાં ફેરવાઇ. અલગ અલગ આંદોલન ને લઈને વિધાનસભા સચિવાલયમા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ગેટ નંબર 1 અને 4 ના એન્ટ્રી ગેટ પર સખત પોલીસ પહેરો.


વિધાનસભાના ટૂંકા સત્ર મામલે વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે, સરકાર પ્રશ્નો રજુ કરવાનો અમારો અધિકાર છીનવ્યો છે. ગુજરાતના વિવિધ પ્રશ્નો રજૂ ન થાય તે માટે ટૂંકું સત્ર રાખ્યું છે. અમારા ધારાસભ્યો શુ કરશે તે અંગે ચર્ચા કરીશું. વિધાનસભા સત્ર પહેલા કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની મળી બેઠક. પ્રભારી રઘુ શર્મા, નેતા વિપક્ષ, પ્રદેશ પ્રમુખ સહિત કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો રહ્યા હાજર. વિધાનસભામાં સરકારને ઘેરવાની ઘડાય રણનીતિ. બે દિવસીય સત્રમાં કોંગ્રેસ પક્ષ કરશે આક્રમક રીતે સરકારની નીતિઓનો વિરોધ.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.