અમદાવાદ: ગુજરાત ATSએ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી છે. તેમની સામે હેટ સ્પીચ ફેલાવવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી છે. જૂનાગઢની નરહરી સ્કૂલમાં સભા યોજાઈ હતી. સભામાં ભડકાઉ ભાષણ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ બુધવારે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તેમને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા અને ધરપકડની પ્રક્રિયા પણ ચાલી રહી છે.
પોલીસ પાસેથી માહિતી અનુસાર, મૌલાના મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેમની વિરુદ્ધ કલમ 153A, 505, 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીએ બુધવારે જૂનાગઢમાં એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપ્યું હતું. તેમના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી, મૌલાના મુફ્તી અને કાર્યક્રમના સ્થાનિક આયોજકો મહમદ યુસુફ,અજીમ હબીબ તેમજ મૌલાના સલમાન સામે ફરિયાદ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. ધાર્મિક ભાષણના બહાને કોમી એકતા ભંગ કરી જાહેર સુલેહ શાંતિનો ભંગ કરવાના ઇરાદે ભડકાઉ ભાષણ કર્યું હતું. ઉશ્કેરણીજનક ભાષણ કરી મંજુરી કરતા વધુ સમય સુધી સભા ચાલુ રાખી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાએ જણાવ્યું હતું કે, “મૌલાના મુફ્તીએ બુધવારની રાત્રે જૂનાગઢમાં ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસેના ખુલ્લા મેદાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ ભાષણ આપ્યું હતું.” તેનો વીડિયો વાયરલ થયા બાદ, મુફ્તી સહિત બંને આયોજકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153B (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવી) અને 505 (2) હેઠળ FIR નોંધવામાં આવી હતી.”
બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ
આ કેસમાં મલિક અને હબીબની ધરપકડ થઈ ચૂકી છે. વ્યસન મુક્તિ અંગે જાગૃતિ ફેલાવાશે તેમ કહીને પોલીસ પાસેથી કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી લેવામાં આવી હતી. પોલીસે કહ્યું કે, તેના બદલે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે ગુજરાત ATSએ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને મુંબઈથી કસ્ટડીમાં લીધા છે.
https://t.me/abpasmitaofficial