ATS: ગુજરાત એટીએસએ મોટી કાર્યવાહી કરીને મોટુ ઓપરેશન પાર પાડ્યુ છે. ગુજરાત એટીએસે કાર્યવાહી કરતાં કુલ 5 લોકોની ધરપકડ કરી છે. બની શકે છે કે, પકડાયેલા આ તમામ લોકો આંતરરાષ્ટ્રીય લોકો આંતકી સંગઠન સાથે જોડાયેલા હોઇ શકે છે. ગુજરાત એટીએસે કુલ પાંચ લોકોની ધરપકડ કરી છે જેમાં ગુજરાતના પોરબંદરમાંથી 3 શખ્સ, શ્રીનગરમાંથી 1 શખ્સ, સુરતથી એક મહિલાને ઝડપી પાડવામાં આવી છે. ગુજરાત એટીએસે આ મોટી કાર્યવાહીમાં ISIS મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે.  


ગુજરાત ATSએ આતંકી સંગઠન ISISના એક મૉડ્યૂલનો પર્દાફાશ કર્યો છે. ATSએ પોરબંદરમાંથી એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી છે. જ્યારે વધુ એક વ્યક્તિને પકડવા માટે અનેક ટીમો દરોડા પાડી રહી છે. ATSએ જણાવ્યું કે આ કેસમાં સુરતની સુમેરા નામની મહિલાની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા ચાર લોકો ISISના સક્રિય જૂથના સભ્યો છે. ગુજરાત ATSને દરોડા દરમિયાન કેટલીય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે. ચારેય ISISમાં જોડાવા માટે ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ તમામ છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા અને સરહદ પારથી તેમના માસ્ટરના કહેવાથી કટ્ટરપંથી બન્યા હતા.


નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં જ ત્રણ લોકોની ધરપકડ કરીને મધ્યપ્રદેશમાં ISIS સાથે જોડાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. તપાસ એજન્સી NIA દ્વારા મધ્યપ્રદેશ પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી (ATS) સાથે ગુપ્તચર વિભાગની આગેવાની હેઠળના સંયુક્ત ઓપરેશનમાં જબલપુરમાં 13 સ્થળોએ રાતોરાત દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ત્રણ લોકોની ઓળખ સૈયદ મામૂર અલી, મોહમ્મદ આદિલ ખાન અને મોહમ્મદ શાહિદ તરીકે થઈ છે.


 


આતંકવાદી સંગઠન સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ


આતંકવાદી સંગઠન આઈએસકેપી સાથે સંપર્ક ધરાવતી મહિલા સુરતમાંથી ઝડપાઈ છે. એટીએસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ પોલીસની મદદથી  મહિલાને ઝડપી લેવામાં આવી હતી. શહેરના લાલગેટ વિસ્તારમાંથી ‘ સુમેરા નામની મહિલાની અટકાયત કરીને Ats પોરબંદર લઈ ગઈ. પોરબંદરમાં પણ એટીએસે એ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં બે લોકોની અટકાયત કરાઈ હતી. જેમની પૂછપરછ માં સુરતની મહિલાનું નામ બહાર આવ્યું હતું.


બે સંતાનોની માતા પિતાને આવી હતી મળવા


સુમેરા કન્યા કુમારીથી સુરત પોતાના પિતાને મળવા આવી હતી. સુમેરા બે સંતાનોની માતા છે. મહિલાના દક્ષિણ ભારતમાં લગ્ન થયા છે.  એટીએસ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલી મહિલાના દક્ષિણ ભારતના રાજ્ય તમિલનાડુમાં લગ્ન થયા હતા.  બે સંતાનોની માતા એવી આ મહિલા હાલ તેના પરિવારને ત્યાં આવી હતી.


ભારત કે અન્ય દેશમાં હુમલાનો ઈરાદો હતો ?


મહિલાની ઈરાન થઈ અફઘાન જવાની યોજના હતી. પ્રતિબંધિત સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરસન પ્રોવિન્સ અફઘાન, પાકિસ્તાન અને તઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનમાં કાર્યરત છે.  અટકાયતમાં લેવાયેલા શકમંદો વિશે કહેવાય છે કે, તેઓ પહેલાં ઈરાન ત્યાંથી અફધાનિસ્તાનમાં જવાની પેરવીમાં હતા.  આ પ્રદેશોમાં તાલીમ મેળવીને પરત આવી ભારતમાં કે અન્ય દેશોમાં હુમલા કરવાના ઈરાદા હતા. હાલ ATS ની ઓપરેશનની સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી.