ગુજરાત ATS અને DRI ટીમનું કોલકાતામાં મોટું ડ્રગ્સ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે.  દુબઈથી આવેલા કન્ટેનરમાંથી 200 કરોડની કીંમતનો 40 કિલો ડ્રગ્સનો જથ્થો  જપ્ત કરવામાં આવ્યો છે.   એક કન્ટેનરમાં ડ્રગ્સનો જથ્થો હોવાની  બાતમી મળી હતી. 36માંથી 12 ગિયર બોક્સમાં ડ્રગ્સનો જથ્થમો મુકાયો હોવાનો પર્દાફાશ થયો છે.  કોલકાતાના પોર્ટ પર હેરોઈન હોવાની  બાતમી મળી હતી.  7 હજાર 220 મેટલ સ્ક્રેપમાં 36 ગિયર બોક્સમાં  ડ્રગ્સ હતું.  હેરોઈનના પેકેટ મોકલવા માટે એડવાન્સ મેથડનો ઉપયોગ થયો હોવાની  માહિતી મળી હતી.  ફેબ્રુઆરીથી આ કન્ટેનર કોલકાતા પોર્ટ પર પડ્યું હોવાની ડીજીપીએ માહિતી આપી હતી.  ગુજરાત ATSને બાતમી મળી હતી કે કોલકાતા પોર્ટ પર 35 કિલો ડ્રગ્સ એક કન્ટેનરમાં છુપાયેલું પડ્યું છે. જેની બજાર કિંમત અંદાજે રૂ. 200 કરોડ છે, જે બાતમીના આધારે એટીએસ અને ડીઆરઆઈ એ કોલકાતાના પોર્ટ પર રેડ કરીને ડ્રગ્સ ઝડપી લીધું છે.  


ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી કન્ટેનરમાં સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું. ગુજરાત ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, ફેબ્રુઆરી મહિનામાં દુબઈથી સ્ક્રેપમાં આવેલા એક કન્ટેનરમાં ડ્રગ્સ છુપાવીને લાવવામાં આવ્યું હતું.


રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કરાઈ વરસાદની આગાહી


ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  આજના દિવસે પણ અનેક જગ્યાએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.  દક્ષિણ ગુજરાતમાં 13 તારીખે ભારે વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગ દ્વારા  13 તારીખે વલસાડ,નવસારી , દમણ, ડાંગ, નર્મદા,ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  


બંગાળમાં લો-પ્રેશરના કારણે વરસાદની સંભાવના છે.  ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં અતિભારે વરસાદની અગાહી કરાઈ છે.  અમદાવાદમાં હાલમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. હાલમાં અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન છે.   આજે ગાંધીનગર અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.  વરસાદનું જોર વધશે સાથે ભારે પવનો ફુંકાવાનું પણ અનુમાન છે. 


રાજ્યમાં ફરી એક વખત વરસાદી માહોલ જામશે.  હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર, બંગાળની ખાડીમાં વેસ્ટ સેન્ટ્રલ દિશામાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગરૂપે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવ મળશે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શુક્રવારે રાજ્યના 16  જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, વલસાડ,  ભાવનગર, કચ્છ, પોરબંદરમાં વરસાદ વરસી શકે છે. આ સિવયા  આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં વરસાદની શક્યતા જોવા મળી રહી છે. 


ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ગઈકાલે મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 117 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ પારડીમાં 4 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.  વાપીમાં  4 ઈંચ, કપરાડામાં 4 ઈંચ, ઉમરગામમાં 2.5 ઈંચ, ગણદેવીમાં 2.5 ઈંચ, અંકલેશ્વરમાં પોણા 2 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, ચિખલીમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા લોકોને  ગરમીથી રાહત મેળવી છે.