વડોદરા: સમગ્ર રાજ્યમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. 10 દિવસના ગણેશોત્સવ બાદ આજે શ્રીજીને વિદાય આપવામાં આવી છે.  વિઘ્નહર્તા ગણેશ ભગવાનની પ્રતિમાનું વડોદરાના વિવિધ તળાવોમાં વિસર્જન થઈ રહ્યું છે. શહેરમાં 5 જગ્યાએ કૃત્રિમ તળાવ પણ ઉભા કરવામાં આવ્યા છે. તો બીજી તરફ માણેજા વિસ્તારમાં મોડી રાત્રે મારા મારીની ઘટના બની હતી.


સામે આવેલી વિગતો અનુસાર ગણેશ વિસર્જનની સવારી દરમિયાન મામલો બીચકયોહતો. સામ સામે છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો. પંચશીલ વિસ્તારમાં લુખ્ખા તત્વો બેફામ બનતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. જોકે બાદમાં મામલો સમાધાન સુધી પહોંચ્યો હોવાની વાત સામે આવી રહી છે.



નોંધનિય છે કે, ગણેશ વિસર્જન માટે વડોદરા શહેરભરમાં 50થી વધુ ક્રેનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આના ના નારા સાથે બાપાને વિદાય આપવામાં આવી. શહેરના 1500થી વધુ ગણપતિ પંડાલંથી બાપાની વિદાય થઈ છે.


છોટાઉદેપુરના નસવાડીમાં ગણપતિ વિસર્જન સમયે ડૂબી જતાં યુવકનું મોત


છોટાઉદેપુરઃ ગતરાત્રે નસવાડીમાં ગણપતિ વિસર્જન વખતે યુવક ડૂબ્યો હતો. ધર્મેશભાઈ ભલાભાઈ ઉર્ફે ભમ્પુ (ઉ. 30)નો સવારે મૃતદેહ મળી આવ્યો છે. અશ્વિન નદીમા ગઈકાલે નવી નગરીના ગણેશ વિશર્જન વખતે ઘટના બની હતી. નસવાડી પોલીસ સ્થળ પર પોહચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરત :- ભાગળ વિસ્તારમાંથી ગણપતિ બાપ્પા ની શાહી સવારી. બેન્ડ બાજા સાથે ગણપતિ ની સવારી નીકળી. યુવાનોએ ડાન્સ કરી બાપ્પાને વિદાય આપી. વહેલી સવારે ગણપતિ બાપ્પાને વિસર્જન માટે લાવનાર મંડળોને સન્માનિત કરાયા. સુરત શહેરમાં વહેલું વિસર્જન હાથ ધરવા અપીલ.


અમદાવાદઃ આજે અનંત ચતુતદર્શી છે. આજે થશે દુંદાળા દેવનું વિસર્જન છે. 09 દિવસની આરાધના બાદ દશમે દિવસે ગણેશ મૂર્તિનું વિસર્જન. ગણેશમૂર્તિના વિસર્જનને લઈને રિવરફ્રન્ટ સહિત અનેક જગ્યાએ કોર્પોરેશને બનાવ્યા વિસર્જન કુંડ. બપોરથી DJ ના તાલ સાથે અમદાવાદીઓ મોટાપાયે કરશે ગણેશ મૂર્તિઓનું વિસર્જન.


પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા યુવકનું મોત


પંચમહાલઃ પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જતા યુવકનું મોત થયું છે. મળતી જાણકારી અનુસાર, ગઈકાલે પંચમહાલમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોધરા તાલુકાનાં અંબાલી ગામનો યુવક તળાવમાં ડૂબ્યો હતો. કલાકોની શોધખોળ બાદ તળાવમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. 40 વર્ષીય મહેન્દ્ર બારીયા નામનો યુવક તળાવમાં મૂર્તિ વિસર્જન કરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી. જો કે હાલ તો તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી તપાસ હાથ ધરી છે.