Gujarat BJP Core committee: ગાંધીનગરઃ આવનારી વિધાનસભા ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો હાલ એક્ટિવ મોડ પર છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ પોતાની કોર કમિટીમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજે ગુજરાત ભાજપે કોર કમિટીમાં નવા 3 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલાં ભાજપની કોર કમિટીમાં કુલ 12 સભ્યોનો સમાવેશ કરાયો હતો.


નવા ત્રણ ચહેરાનો સમાવેશ કરાયોઃ


આજે ભારતીય જનતા પાર્ટીએ સિનિયર નેતાઓની કોરો કમિટીમાં ફેરફાર કર્યો છે. અગાઉ વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નામોનો આ કમિટીમાં સમાવેશ કરાયો હતો. કેન્સ વિલે ખાતે મળેલી બેઠક વખતે વિજય રુપાણી, નીતિન પટેલ અને ભુપેન્દ્રસિંહ ચુડાસમાના નામોનો સમાવેશ કરાયો હતો. ત્યારે હવે આજે વધુ ત્રણ નેતાઓને કોરો કમિટીમાં લેવાયા છે. આ ત્રણ નેતાઓમાં ભરત બોઘરા, આર.સી.ફળદુ અને ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે. આમ હવે 12 સભ્યોની અગાઉની કોર કમિટીમાં કુલ નવા 6 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે.


થોડા મહિનાઓ પહેલાં ગુજરાત ભાજપે સિનિયર નેતાઓની કોર કમિટીમાં કુલ 12 સભ્યોને લીધા હતા. ત્યારે હવે કુલ 6 નેતાઓને નવી કોર કમિટીમાં સ્થાન અપાયું છે. આ 6 નેતાઓમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આર. સી. ફળદુ, ભારતીબેન શિયાળ અને ભરત બોધરાનો કોર કમિટીમાં સમાવેશ થયો છે.


કમલમ્ ખાતે બીએલ સંતોષના અધ્યક્ષ સ્થાને બેઠક મળીઃ


આ દરમિયાન આજે ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષના અધ્યક્ષ સ્થાને પ્રદેશ મોરચાના પ્રભારીઓ તેમજ અધ્યક્ષોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આવનારી વિધાસભા ચૂંટણીને લઈ પ્રદેશ સંગઠન વિશે ચર્ચા કરવામાં આવી હતી.






આ પણ વાંચોઃ


PM Modi Visits Gujarat: પીએમ મોદી આ તારીખે આવશે ગુજરાત, જાણો ક્યા કરશે જાહેરસભા