Gujarat BJP Executive Meeting Live: ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીનો આજે બીજો દિવસ, CM ભુપેન્દ્ર પટેલે કર્યો રોડ શો

Gujarat BJP Executive Meeting Day 2: કારોબારી બેઠક દરમિયાન 3 અલગ અલગ પ્રેઝન્ટેશન રજૂ કરાશે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 24 Jan 2023 11:59 AM

બ્રેકગ્રાઉન્ડ

Gujarat BJP Executive Meeting: સુરેન્દ્રનગરમાં ગુજરાત ભાજપની કારોબારીની બે દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આજે બેઠકનો બીજો દિવસ છે. આ બેઠકનો મુખ્ય હેતુ આગામી વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26...More

ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરાયો 

ભાજપની પ્રદેશ કારોબારી બેઠકમાં ધન્યવાદ પ્રસ્તાવ પસાર કરાયો. જેમાં ગુજરાત ભાજપની ઐતિહાસિક જીતના શિલ્પી PM મોદી અને અમિત શાહને ગણાવ્યા. આ ઉપરાંત પેજ સમિતિની રણનીતિનો પણ ધન્યવાદ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો. 81 લાખ પેજ સમિતિના સભ્યોના કારણે ભવ્ય જીત થઈ હોવાનો ઉલ્લેખ કરાયો. કાર્પેટબોમ્બિંગ, વન ડે વન ડિસ્ટ્રિક્ટ સહિતની ચૂંટણીલક્ષી રણનીતિનો પણ ધન્યવાદ પ્રસ્તાવમાં ઉલ્લેખ કરાયો.