અમદાવાદઃ ભાજપના અનુસૂચિત જન જાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઇ ભિલનો એક વિડિયો વાયરલ થયો છે. જશુભાઇ ભીલે યુવાનને કંડક્ટરની નોકરી આપવા માટે પૈસા લીધા હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે વિધાનસભા વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું કે, મારી પાસે પણ તે વિડિયો આવ્યો છે.
તપાસ કરતા કંડક્ટરની નોકરી માટે પૈસા લીધાનું જણાય છે. વિડિયો અંગે દાળમાં કંઇક કાળું છે તે નક્કી છે. ગુજરાતની ભાજપ સરકાર સેટિંગ જ કરે છે. વચેટિયાઓ બધું ફાઇનલ ન કરે ત્યાંસુધી ભરતી થતી નથી. જ્યાં ભાજપના વચેટિયાઓનું સેટિંગ ના થાય તે પેપર ફૂટી જાય છે. ભાજપ યુવાનોને બેરોજગાર બનાવવાનું કારખાનું છે. ગરીબ છોકરા પાસેથી લીધેલા પૈસા પાછા આપવા જોઈએ, તેમ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરાામ રાઠવાએ જણાવ્યું હતું.
સુરતમાં જાહેરમાં યુવતીની હત્યા મુદ્દે ક્યા કોંગ્રેસના નેતાએ કહ્યું, ભાઉ અને ભુપાભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે...........
મહેસાણાઃ સુરતમાં થયેલી હત્યાઓ મુદ્દે અમિત ચાવડાનુ નિવેદન સામે આવ્યું છે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે. જો તેઓ પોતાની જવાબદારીનું સારી રીતે વહન ન કરી શકતા હોય તો મુખ્યમંત્રી તેમનું રાજીનામું લઇ લે. હોમ ટાઉનમાં હત્યાઓ થતી હોય તે રાજ્યના ગૃહ મંત્રીને પદ પર રહેવાનો અધિકાર નથી. ભાઉ અને ભુપા ભાઇના રાજમાં કાયદો અને વ્યવસ્થા ખાડે. ઘરે થી નિકળેલો મોભી વ્યક્તિ પરત આવશે કે તેમ તેની ચિંતા.
તેમણે કહ્યું કે, સુરત આર્થિક કેપીટલ ધંધા રોજગારનું કેન્દ્ર છે. સુપર સીએમ અને પ્રદેશ પ્રમુખ તથા ગૃહમંત્રીનો વિસ્તાર. મહિલાનું ગળું કાપી કરપીણ હત્યા થઇ. ભાજપના નેતાઓને કહેવું છે કે ભાષણ થી શાસન નહી ચાલે. ધંધા માટે ખંડણી આપવી પડે પોલીસના હપ્તાખોરીનુ નેટવર્ક. પોલીસના લોકો જમીન ના કબજા અને ખંડણીનો વેપાર કરે છે. યુવા ધન ડ્રગ્સ અને નશાના રવાડે ચઢે એવું પોલીસનું હપ્તાનુ નેટવર્ક ચાલે છે.
ગઈ કાલે કામરેજના પાસોદરા પાટિયા પાસે યુવતીની યુવકે જાહેરમાં જ ગળું કાપીને હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. આ ઘટના પછી આજે કામરેજના પૂર્વ ધારાસભ્ય પહોંચ્યા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરિવારજનોને વીડિયો કોલ પર રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે વાત કરાવી. હર્ષ સંઘવીએ પૂરતો ન્યાય અપાવવાની હૈયા ધરપત આપી હતી. જરૂર પડે તો સીધા કોલ કોલ કરવા પરિવારજનોને કહ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જ ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. યુવક છેલ્લા કેટલાક દિવસથી યુવતીનો પીછો કરતો હતો. આ અંગે યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ અપાયો હતો. ગઈ કાલે યુવકે યુવતીના ઘર બહાર પહોંચી હંગામો મચાવ્યો હતો.
યુવતીની હત્યાના દિવસે પણ મોટા પપ્પાએ ફરી ઠપકો આપતા યુવકે ચપ્પુથી હુમલો કર્યો હતો. આ જ સમયે યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી બધાની નજર સામે જ ચપ્પુથી ગળું કાપી હત્યા કરી હતી. યુવતીનો ભાઈ છોડાવા જતા યુવતીના ગળા પર ચપ્પુ ફેરવ્યું અને યુવતીના ભાઈ પર પણ ચપ્પુથી હુમલો કર્યો હતો.
એટલું જ નહીં, ઘટના સ્થળે દોડીલ આવેલી પોલીસ પર પણ હુમલાની કોશિશ કરી હતી. ત્યાર બાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં બે લોકોને સ્વિમેર હોસ્પિટલમાં દાખલ કરાયા છે.