છોટા ઉદેપુર: ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી રાજ્યમાં રોજના 2000થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. જોકે તેમ છતાં ભાજપના નેતાઓ કોરોનાની ગાઇડલાઇનનો (Corona Guideline) ઉલાળીયો કરી રહ્યા છે.
હાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાવી જેતપુરના ધારાસભ્ય (Pavi Jetpur MLA) સુખરામ રાઠવાએ (Sukhram Rathva) વિસ્તારના આદિવાસીઓ સાથે હોળીની ઉજવણી કરી હતી. ધારાસભ્યએ માસ્ક વગર જ યુવકના ખભે બેસી ડાન્સ કર્યો હતો. તેમનો પારંપરિક નાચગાન સાથે હોળીની ઉજવણીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ કવાંટના ગોડધા ગામે હોળીની ઉજવણીમાં કાર્યકરના ખભે બેસીને નાચગાન કરી રહ્યા છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
સોમવારે રાજ્યમાં 2252 નવા કેસ નોંધાયા હતા અને 8 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગાઈકાલે રાજ્યમાં 1731 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી 2,86,577 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 12 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 12041 પર પહોંચ્યા છે. જેમાંથી 149 લોકો વેન્ટિલેટર પર અને 11892 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.54 ટકા પર પહોંચ્યો છે.