અમદાવાદઃ સી.આર. પાટીલે ગુજરાત પ્રદેશ પ્રમુખનો તાજ સંભાળતા જ કડક પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. મંત્રીઓને કાર્યકર્તાઓની વાત કમલમમાં બેસીને સાંભળવાનો આદેશ કર્યા બાદ હવે તેમણે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરનારા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે.
સીઆર પાટીલ દ્વારા વિવિધ જિલ્લામાંથી કુલ 38 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.