GSEB SSC Results 2024:આજે ઘોરણ 10નું પરિણામ જાહેર થયું, ધોરણ 10 ગુજરાત બોર્ડની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ આવ્યું છે. 2023ની તુલનાએ આ વર્ષે 17.94 ટકા વધુ પરિણામ છે.


ગુજરાત બોર્ડ દ્રારા માર્ચમાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું આજે પરિણામ જાહેર થયું.  આ પરિણામ અત્યાર સુધીની પરીક્ષાનું સૌથી સારુ પરિણામ છે. 87.22 ટકા સાથે ગાંધીનગર જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. જ્યારે  ભાવનગરના તડ કેન્દ્રનું સૌથી ઓછુ 41.13 ટકા પરિણામ આવ્યુ છે.   પોરબંદર જિલ્લાનું 74.57 ટકા  પરિણામ આવ્યું છે. અમદાવાદ જિલ્લાના દાલોદ કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ  આવ્યું છે. બાદ ભાવનગરના તલગાજરડા કેન્દ્રનું સૌથી વધુ 100 ટકા પરિણામ આવ્યું છે.


ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓએ મારી બાજી


ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થિનીઓનું 86.69 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ધોરણ 10ની પરીક્ષામાં વિદ્યાર્થીઓનું 79.12 ટકા પરિણામ આવ્યું છે. 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 1389  છે..


A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 23 હજાર 247 છે. A2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 78 હજાર 893 છે. જ્યારે B1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 18 હજાર 710 છે. B2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 43 હજાર 894 છે.


C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા એક લાખ 34 હજાર 432 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 72 હજાર 252 છે.D ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા છ હજાર 110 છે.


ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું કુલ 82.56 ટકા પરિણામ 


ગુજરાત બોર્ડ 10માનું પરિણામ જોવા માટે, ઉમેદવારોએ ગુજરાત બોર્ડ ઓફ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશનની સત્તાવાર વેબસાઇટ https://gseb.org/ ની મુલાકાત લેવાની રહેશે.ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષા 11 થી 22 માર્ચ, 2024 વચ્ચે યોજાઈ હતી.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી, આ વર્ષે ગુજરાતમાં 14 લાખ વિદ્યાર્થીઓએ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ વખતે માર્ચમાં લેવાયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ના 9,17,687 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.


પરિણામ કેવી રીતે તપાસવું



  • પરિણામ તપાસવા માટે, પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.org પર જાઓ.

  • અહીં બોર્ડ વેબસાઈટ નામની કોલમ શોધો અને તેના પર ક્લિક કરો.

  • અહીં હોમપેજ પર તમને એક લિંક દેખાશે જેના પર GSEB SSC પરિણામ 2024 લખેલું હશે, તેના પર ક્લિક કરો.

  • જલદી તમે આ કરશો, એક નવું પૃષ્ઠ ખુલશે. યાદ રાખો કે આ લિંક પરિણામોના પ્રકાશન પછી દેખાશે.

  • તમારે આ પૃષ્ઠ પર તમારી વિગતો દાખલ કરવી પડશે. રોલ નંબર અને આઈડી નંબર વગેરે જેવી વિગતો દાખલ કરો અને સબમિટ બટન દબાવો.

  • આમ કરવાથી તમારું પરિણામ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.

  • તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ પણ લઇ શકો છો.

  • કોઈપણ વધુ માહિતી અથવા અપડેટ મેળવવા માટે સમય સમય પર આ વેબસાઈટની મુલાકાત લેતા રહો