Junagadah News: માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલને પત્ર લખ્યો છે. જવાહર ચાવડાએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કર્યાની ફરિયાદ કરી છે. 4 મે ના રોજ કાર્યકર્તાઓને ભાજપ ઉમેદવાર વિરૂધ્ધ મતદાન કરવા બેઠક બોલાવી હોવાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. જવાહર ચાવડા વિદેશ હોવાની વાતો વચ્ચે પ્રચાર પ્રસારથી દૂર હતા.
શું લખવામાં આવ્યું છે પત્રમાં
જય ભારત સાથ જણાવવાનું કે ૧૧ પોરબંદર લોકસભાની ચુંટણી તથા ૮૫ માણાવદર વિધાનનસભાની ચુંટણીમાં છેલ્લા દિવસોમાં ગુજરાત રાજયના માજી કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા તેમના દીકરા તથા તેમના પત્નીને આગળ રાખીને માણાવદર શહેરમાં તા. ૦૪-૦૫-૨૦૨૪ ના રોજ તેમની નુતન જીનીંગ ફેકટરીમાં તેમના નજીકમાં અંદાજે ૭૦૦ થી ૮૦૦ કાર્યકરોની સાંજે મીટીંગ બોલાવી ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર મનસુખભાઇ માંડવીયા તેમજ ધારાસભાના ઉમેદવાર તરીકે મારો નામ જોગ ઉપયોગ કરીને અમારી વિરુદ્ધ કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની હાકલ જવાહરભાઈ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ કરી હતી. તેમજ તા. ૦૬-૦૫-૨૦૨૪ ના રોજ નુતન જીનીંગ ફેકટરીમાં વેપારી સંમેલન બોલાવ્યું હતું અને જમણવાર રાખ્યું હતું. તેમજ કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરી મત આપવાની અપીલ જવાહરભાઇ ચાવડાના દીકરા રાજ ચાવડાએ કરી હતી.
આ ઉપરાંત તા.૦૭-૦૪-૨૦૨૪ ના રોજ મતદાનના દિવસે જવાહરભાઇ ચાવડાના દીકરા રાજભાઇ ચાવડાએ માણાવદર - વંથલી - મેંદરડા તાલુકાના ગામડાઓમાં પ્રવાસ કરીને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરવા તેમના ટેકેદારો સાથે મેંદરડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરૂભાઇ કુંભાણી સાથે નીકળ્યા હતા અને મેંદરડા તાલુકાના પાંચ ગામડાઓમાં મે બુથ પાસે રૂબરૂ જોયા હતા. આ ઉપરાંત માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોવિંદભાઈ સવસાણી, માણાવદર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જગદીશભાઇ મારૂ તેમજ જુનાગઢ જીલ્લા પંચાયતના બાળવિકાસ સમીતીના અઘ્યક્ષ રીનાબેન હિતેષભાઇ મારડીયાના સસરા જીવાભાઈ કરશનભાઇ મારડીયા તથા માણાવદર શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી વિક્રમસિંહ મનુભા ચાવડાએ પણ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીની વિરૂઘ્ધ માં કામ કરી અને પક્ષને નુક્શાન થાય તેવી પ્રવૃતિ કરી હતી.
આ પણ વાંચોઃ