Gujarat board 10th result 2023 live updates: અમદાવાદમાં પિતા અને પુત્રએ એક સાથે પાસ કરી ધોરણ 10ની પરીક્ષા
ગુજરાત બોર્ડ SSC ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરાશે
રાજકોટની દીકરીએ પેપર અધૂરું રહી ગયું હતું છતાં મેદાન માર્યું હતું. ગણિતના પેપરમાં સપલી ખૂટી ગઈ હતી ત્યારે અનેક વિદ્યાર્થીઓને પેપર લખવાનું બાકી રહી ગયું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી અને સરકારને પણ જાણ કરી હતી પરંતુ વિદ્યાર્થીઓને ન્યાય મળ્યો ન હતો. રાજકોટની મોદી સ્કૂલમાં અભ્યાસ કરનાર રિયા શાહને 93 પીઆર આવ્યા હતા.
રાજકોટની ભરાડ સ્કૂલમાં ગણિતના પેપરમાં સપલી ખૂટી ગઈ હતી અને 15 માર્કસનું પેપર બાકી રહી ગયું હતું.
ધોરણ 10 ગુજરાત બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પિતા અને પુત્રની જોડીએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા પાસ કરી હતી. પુત્ર યુવરાજ સિસોદિયાએ 79 ટકા તો પિતા વીરભદ્ર સિસોદિયાએ 45 ટકા હાંસલ કર્યા હતા. દીકરાને પરીક્ષાની તૈયારીઓ કરતા પિતાને પરીક્ષા આપવાની પ્રેરણા મળી હતી.
બીજી તરફ જૂડવા બહેનોએ પણ એક સાથે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરી હતી. ભાવસાર આર્ચીએ 68 ટકા તો આરવીએ 84 ટકા મેળવ્યા હતા. પિતા- પુત્ર અને જૂડવા બહેનો નિર્ણયનગરની નેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
ધોરણ 10 નું પરિણામ જાહેર થતા અમદાવાદમાં વિદ્યાર્થીઓએ ઉજવણી કરી હતી. ગુરુકુલ વિસ્તારની HB કાપડિયા સ્કૂલના વિદ્યાર્થીઓ ઢોલના તાલે ગરબા રમી ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ વિદ્યાર્થીઓની ખુશીમાં જોડાયા હતા. શાળા તરફથી વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ધો. 10નું પરિણામ (SSC Result) જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ જાણી શકશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
ધોરણ 10નું બોર્ડની પરીક્ષાનું 64.62 ટકા પરિણામ જાહેર. વર્ષ 2022માં 65.18 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2022ની સરખામણીએ 0.56 ટકા પરિણામ ઘટયું છે.
ક્યા વિષયમાં કેટલા વિદ્યાર્થીઓ થયા નાપાસ
- ધોરણ 10માં વિજ્ઞાન વિષયમાં સૌથી વધુ 237221 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં બેઝિક મેથ્સમાં 193624 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં 97227 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ગુજરાતી FL વિષયમાં 96286 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ઈંગ્લીશ SL વિષયમા 95544 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં હિન્દી SL વિષયમાં 40906 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં સંસ્કૃત SL વિષયમા 34183 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ગુજરાતી SL વિષયમાં 11258 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં ઇંગ્લિશ FL વિષયમાં 4396 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં સ્ટાન્ડર્ડ મેથ્સ વિષયમાં 3930 વિદ્યાર્થીઓ નાપાસ થયા
- ધોરણ 10માં હિન્દી FL વિષયમાં 1666 વિદ્યાર્થીઓ નાપાસ થયા
રાજકોટ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 72.74 ટકા રહ્યું હતું. જિલ્લાના કુલ વિદ્યાર્થીઓ 38700 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. 843 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો છે જ્યારે 4329 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો છે. રાજકોટની અલગ અલગ સ્કૂલમાં સેલિબ્રેશન કરાયું હતું. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગરબે રમ્યા હતા.
ભાવનગર ધોરણ ૧૦ ની પરીક્ષાનું ૬૯.૭૦ ટકા પરિણામ આવ્યું હતું. એ-1 ગ્રેડ મેળવતા ૪૫૮ વિદ્યાર્થીઓ, એ-2 ગ્રેડ મેળવવા ૨૮૮૨ વિદ્યાર્થીઓ હતા. ભાવનગરમાં સરદારનગર ગુરુકુળના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતું.
આજે એસએસબી બૉર્ડનું ધોરણ 10નું પરિણામ જાહેર થઇ ચૂક્યુ છે. ગુજરાત સેકન્ડરી એજ્યૂકેશન બોર્ડ - SSCએ ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધુ છે. આજે આ પરિણામ વિદ્યાર્થીઓ ઓનલાઇન ચેક કરી શકે છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ GSEB.ORG પરથી પરિણામ જોઇ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વૉટ્સએપ પરથી પણ પરિણામ જાણી શકે છે. વિદ્યાર્થી પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp નંબર - 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. આ બધાની વચ્ચે રાજકોટના પરિણામમાં એક ખેડૂત પુત્રએ મેદાન માર્યુ છે.
માહિતી પ્રમાણે, આજે આવેલા ગુજરાત એસએસસી બોર્ડના પરિણામમાં રાજકોટના ખેડૂત પુત્રએ ધોરણ 10માં 99.99 પર્સન્ટેજ મેળવીને બધાને ચોંકાવી દીધા છે. રાજકોટમાં ગામી રુદ્ર જીતેન્દ્રભાઈ નામના વિદ્યાર્થીએ 99.99 PR પર્સન્ટેજ મેળવ્યા છે, આ વિદ્યાર્થી મૂળ તલાલા ગીરનો રહેવાસી છે, અને તેના પિતા એક ખેડૂત છે. જોકે, રુદ્ર ગામી રાજકોટમાં રહીને અભ્યાસ કરી રહ્યો છે.
ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 9.50 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
રાજ્યની 272 શાળાઓનું ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ 100 ટકા આવ્યું છે. એક હજાર 84 શાળાઓનું 30 ટકા કરતા ઓછું પરિણામ આવ્યું છે. 157 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે.
ધોરણ 10ના છ હજાર 111 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો હતો. 44 હજાર 480 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો હતો. તો 86 હજાર 611 વિદ્યાર્થીઓએ બી-1 ગ્રેડ મેળવ્યો હતો. એક લાખ 27 હજાર 652 વિદ્યાર્થીઓએ બી-2 ગ્રેડ મેળવ્યો હતો. એક લાખ 39 હજાર 248 વિદ્યાર્થીઓએ સી-1 ગ્રેડ મેળવ્યો હતો. 67 હજાર 373 વિદ્યાર્થીઓએ સી-2 ગ્રેડ મેળવ્યો હતો. ત્રણ હજાર 412 વિદ્યાર્થીઓએ ડી ગ્રેડ મેળવ્યો હતો.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નું 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. વર્ષ 2022ની તુલનામાં આ વર્ષે 0.56 ટકા પરિણામ ઓછુ આવ્યું છે. ધોરણ 10નું સુરત જિલ્લાનું સૌથી વધુ 76.45 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 10નું દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 40.75 ટકા પરિણામ આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 95.92 ટકા આવ્યું છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રનું સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત બોર્ડનું ધોરણ 10નુ પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ 10ની પરિક્ષામાં વિદ્યાર્થીનીઓનું 70.62 ટકા પરિણામ રહ્યું છે જ્યારે વિદ્યાર્થીઓનું 59.58 ટકા પરિણામ રહ્યુ છે.
સ્ટેપ-1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાવ
સ્ટેપ-2: તે પછી હોમપેજ પર SSC પરિણામ લિંક પર ક્લિક કરો
સ્ટેપ-3: બાદમાં વિદ્યાર્થીઓના લોગિન ક્રેડિશિયલ દાખલ કરો
સ્ટેપ-4 : હવે વિદ્યાર્થીનું પરિણામ તેમના કમ્પ્યૂટર સ્ક્રીન પર દેખાશે
સ્ટેપ-4: તે પછી વિદ્યાર્થી પરિણામ ડાઉનલોડ કરો
સ્ટેપ-5: અંતે વિદ્યાર્થીઓ પરિણામની હાર્ડ કોપીની પ્રિન્ટ આઉટ લઇ લે.
વિદ્યાર્થીઓ બેઠક નંબર દાખલ કરીને પોતાનું પરિણામ gseb.org પર ઓનલાઈન ચેક કરી શકશે, પરિણામ SMS દ્વારા પણ ચકાસી શકાશે.
બ્રેકગ્રાઉન્ડ
ગાંધીનગરઃ ગુજરાત બોર્ડ SSC ધોરણ 10નું પરિણામ આજે જાહેર કરાશે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ GSEB.ORG પરથી પરિણામ જોઇ શકાશે. વિદ્યાર્થીઓ બેઠક નંબર દાખલ કરીને પોતાનું પરિણામ gseb.org પર ઓનલાઈન ચેક કરી શકશે, પરિણામ SMS દ્વારા પણ ચકાસી શકાશે. ધોરણ 10ના સાડા નવ લાખ વિદ્યાર્થીઓનુ પરિણામ આજે જાણી શકાશે.
વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક(seat number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ Whatsapp no. 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણ ચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા-૨૦૨૩ ની પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે તથા પૂરક પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની સૂચના હવે પછીથી આપવામાં આવશે.
ધોરણ 10ની પરીક્ષાઓ 14 માર્ચ, 2023 થી 28 માર્ચ, 2023 સુધી યોજાઈ હતી. ગુજરાત SSC પરીક્ષા 2023 માટે 7.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ થયા હતા. પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓએ શાળાઓમાંથી પોતાની માર્કશીટ લેવાની રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -