Gujarat Board Exams 2024 Live: ગુજરાત બોર્ડ પરીક્ષાનો આજથી પ્રારંભ, ગેરરીતિ કરનાર સામે પોલીસ કેસ સુધીની થશે કાર્યવાહી
Gujarat Board Exams 2024 Live: બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે
gujarati.abplive.com Last Updated: 11 Mar 2024 10:02 AM
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Board Exams 2024 Live: ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સોમવાર (11 માર્ચ 2024)થી શરૂ થઈ રહી છે, જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે...More
Gujarat Board Exams 2024 Live: ગુજરાત બોર્ડની 10મા અને 12મા ધોરણની પરીક્ષાઓ સોમવાર (11 માર્ચ 2024)થી શરૂ થઈ રહી છે, જે 26 માર્ચ સુધી ચાલશે. આ વર્ષે ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. બોર્ડની પરીક્ષાના પેપરો રાજ્યના તમામ જિલ્લાના સ્ટ્રોંગ રૂમમાં મોકલી દેવામાં આવ્યા છે. નકલ મુક્ત બોર્ડની પરીક્ષાઓ યોજવા માટે પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે, બોર્ડની પરીક્ષાઓ સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવશે.બોર્ડના પેપર સ્ટ્રોંગ રૂમમાંથી સવારે 8 વાગ્યા સુધીમાં પોલીસની સુરક્ષામાં પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડવામાં આવશે. સ્ટ્રોંગ રૂમમાંથી પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પહોંચાડવા માટે શિક્ષણ વિભાગ દ્વારા PATA મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવે છે. જેના દ્વારા પેપર સહિતની સામગ્રી ટ્રેક કરવામાં આવે છે અને પેપરની સીલ ખોલતા પહેલા PATA એપ્લિકેશનમાં ફોટો અપલોડ કરવાનો રહેશે.પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યાગુજરાતમાં 10માની પરીક્ષા રાજ્યના 84 ઝોનમાં 981 કેન્દ્રો પર લેવાશે. જ્યારે 12માં કોમર્સ અને સાયન્સની પરીક્ષા રાજ્યના 56 ઝોનના 663 કેન્દ્રો પર લેવાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. પરીક્ષા શરૂ થવાના એક દિવસ પહેલા બોર્ડ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો પર તેમની બેઠક વ્યવસ્થા જોવાની પરવાનગી આપે છે. આજે વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને તેમની બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.2.95 લાખ રિપીટર વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસશેઆ વર્ષે ધોરણ 10માં ગુજરાત બોર્ડની પરીક્ષા માટે 9.20 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં 1.65 લાખ રિપીટર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 12મા કોમર્સ પ્રવાહમાં 4.90 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, જેમાં 75 હજાર રિપીટ થયેલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 12મા સાયન્સની પરીક્ષા માટે 1.30 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.130 કેદીઓ પણ આપશે બોર્ડની પરીક્ષા, ચાર જેલમાં પરીક્ષા કેન્દ્રોકુલ 130 કેદીઓ માટે ચાર જેલોમાં બોર્ડ પરીક્ષા કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ધોરણ 10માં 73 કેદીઓ અને ધોરણ 12માં 57 કેદીઓનો સમાવેશ થાય છે.ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયોનોંધનીય છે કે ગુજરાત બોર્ડ 10ની પરીક્ષાનો સમય સવારે 10:00 થી બપોર 1:15 નો રહેશે. 12મા વાણિજ્ય પ્રવાહની પરીક્ષાઓ સવારે અને બપોરે અલગ અલગ સમયે લેવામાં આવશે. જેમાં સવારનો સમય 10:30 થી 1:45 અને બપોરનો સમય સાંજે 3:00 થી 6:15નો રહેશે. તેવી જ રીતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી શરૂ થશે અને 22 માર્ચ સુધી ચાલશે. પરીક્ષાનો સમય બપોરે 3:00 થી 6:30 સુધીનો રહેશે. જો કોઈ વિદ્યાર્થી ટ્રાફિકમાં ફસાઈ જાય તો હેલ્પલાઈન નંબર 1095 પરથી મદદ લઈ શકાશે.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
બોર્ડની પરીક્ષામાં પણ રાજકીય પક્ષોની રાજનીતિ
બોર્ડની પરીક્ષામાં પણ રાજકીય પક્ષોની રાજનીતિ જોવા મળી હતી. પક્ષનો ખેસ પહેરી આગેવાનો પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. સુરતની શારદા યતન સ્કૂલમાં ખેસ પહેરી ભાજપના આગેવાનો પહોંચ્યા હતા. કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ, અશોક રાંદેરી ભાજપનો ખેસ પહેરી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા.