ઉપરાંત મોરબી દુર્ઘટનાના પગલે આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે
gujarati.abplive.comLast Updated: 01 Nov 2022 05:48 PM
બ્રેકગ્રાઉન્ડ
મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. વડાપ્રધાન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીનો આજનો અમદાવાદનો રોડ શો પણ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ...More
મોરબીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબીની મુલાકાત લેશે. વડાપ્રધાન દુર્ઘટનાસ્થળની મુલાકાત બાદ ઈજાગ્રસ્તો અને મૃતકના પરિવારને મળશે. વડાપ્રધાન મોદીનો આજનો અમદાવાદનો રોડ શો પણ કરી દેવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ દુર્ઘટનાસ્થળની મુલાકાત લેશે અને પીડિતો અને તેમના પરિવારજનો સાથે મુલાકાત કરશે.મોરબીમાં બનેલી ગોઝારી ઘટનાને લઈને પીએમ મોદીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાતના મુખ્ય સચિવ અને DGP સહિત રાજ્યના ગૃહ વિભાગ અને ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના અધિકારીઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશેઆ ઉપરાંત દિવંગતોના શોકમાં આગામી 2 નવેમ્બરે રાજ્યવ્યાપી શોક રખાશે. 2 નવેમ્બરે રાજ્યમાં સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવાશે. કોઈ સરકારી જાહેર સમારંભો, સત્કાર સમારોહ કે મનોરંજન કાર્યક્રમો યોજાશે નહીં. રાજ્યભરમાં સૌ લોકો આવતીકાલે શાંતિ પ્રાર્થના કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલની અપીલ કરી છે.
દુર્ઘટના સર્જાયા બાદ રાહત-બચાવ કામગીરીમાં કામ કરનાર આર્મીના જવાનો, એરફોર્સના જવાનો, NDRF, SDRF સહિતના કર્મચારીઓ સાથે પીએમ નરેન્દ્ર મોદીએ રુબરુ મુલાકાત કરી છે.
પીએમ નરેન્દ્ર મોદી બ્રિજ દુર્ઘટના સર્જાઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા છે. પીએમ મોદીને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ઘટના અને પુલની સ્થિતિ અંગેની માહિતી આપી છે. આ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે.
પીએમ નરેન્દ્ર મોદી મોરબી બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત કરવા માટે મોરબી પહોંચ્યા છે. હવે પીએમ મોદી દુર્ઘટના સ્થળની મુલાકાત કરવા માટે જશે અને ત્યાર બાદ મૃતકોના પરિવારજનો અને ઈજાગ્રસ્ત લોકોને મળવા મોરબી સિવીલ હોસ્પિટલ જશે.
પુલ દુર્ઘટનાને લઈ હજુ પણ મોરબી શોકમાં છે. ત્યારે આજે સતત બીજા દિવસે મોરબીની મુખ્ય બજારોમાં કેટલીક દુકાનો બંધ રહી હતી. દુકાનદારોએ સ્વૈચ્છિક બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી અને શોક વ્યક્ત કર્યો હતો. મેડિકલ, પાનના ગલ્લા, જ્વેલર્સ સહિતની દુકાનો બંધ જોવા મળી હતી.