Gujarat Budget 2024:  ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઇ દેસાઈ 2024-25 વર્ષનું વાર્ષિક બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતનું બજેટ ઐતિહાસિક છે, આ વખતે 3,32,465 કરોડનું બજેટ રજૂ કરાયું હતું.  બજેટમાં નાણામંત્રીએ રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત કરી હતી.


રાજ્યની આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવવામાં આવશે. નવસારી, ગાંધીધામ,મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગરપાલિકા  બનાવાશે.


પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ માટે કુલ `૧૨,૧૩૮ કરોડની જોગવાઇ
 
• ૧૫માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૨૬૦૦ કરોડ ઉપરાંતની જોગવાઈ. 
• ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે `૯૭૪ કરોડની જોગવાઈ.
• નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા 
`૧૦ કરોડની જોગવાઇ.  


ગ્રામ વિકાસ માટે
 
• મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા `૧૩૦૯ કરોડની જોગવાઇ. 
• સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે `૭૫૧ કરોડની જોગવાઇ.
• રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી ૩૦ લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે `૨૬૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ૨.૦ હેઠળ `૨૫૫ કરોડની જોગવાઇ.
• આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા `૧૬૪ કરોડની જોગવાઇ. 
• મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની ૫૦ હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા `૪૨ કરોડની જોગવાઇ.
• ઉદ્યોગોને અપાતા વેન્‍ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્‍ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે જે માટે આગામી ૫ વર્ષમાં `૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે `૧૦ કરોડની જોગવાઇ.
• સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે `૫ કરોડની જોગવાઇ.