Gujarat Budget 2024: રાજ્યનું ત્રણ લાખ 32 હજાર 465 કરોડનું બજેટ રજૂ, મહિલાઓ માટે નમો શ્રી યોજનાની જાહેરાત
Gujarat Budget 2024 live updates:ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે.
મહિલા-બાળ વિકાસ વિભાગ માટે 6885 કરોડની જોગવાઈ
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2363 કરોડની જોગવાઈ
પૂર્ણા યોજના હેઠળ 344 કરોડની જોગવાઈ
વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ
NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ
નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની જોગવાઈ
ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન
મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ
સરકાર અને પ્રજા વચ્ચેનો સંવાદ સતત ચાલુ રહે તે માટે સરકારની કલ્યાણકારી યોજનાઓ, નીતિઓ તેમજ કાર્યક્રમોની માહિતી નાગરિકો સુધી પહોંચાડવામાં આવે છે. પ્રચાર માધ્યમોના યોગ્ય ઉપયોગ દ્વારા આવી માહિતી ડિજિટલ સ્વરૂપે પારદર્શી રીતે પહોંચાડવા હાલની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવશે.
• રાજય સરકારના વિવિધ વિભાગોની યોજનાઓને લગતી માહિતી સામાન્ય લોકોને સરળતાથી મળી રહે તે માટે તમામ વિગતો મલ્ટી મીડિયા ફોર્મેટમાં એક જ પોર્ટલ પરથી ઉપલબ્ધ કરાવવામાં આવશે.
• ૨૫ થી ૬૦ વર્ષ વચ્ચેની વયના માન્ય પત્રકારોને “સામુહિક જૂથ વીમા” યોજનાની નાણાકીય સહાયમાં કુદરતી મૃત્યુના કિસ્સામાં `૧ લાખથી વધારીને `૨ લાખ તથા અકસ્માતથી મૃત્યુના કિસ્સામાં `૫ લાખથી વધારીને `૧૦ લાખનું વીમા કવચ પૂરું પાડવામાં આવશે.
કર્મયોગીઓને અદ્યતન તાલીમ આપવા વાર્ષિક મહેકમ ખર્ચના ૧.૫% જેટલી રકમ તાલીમ ખર્ચ માટે ફાળવવાનો સરકારે નિર્ણય કરેલ છે. ચાલુ વર્ષે ડી.બી.ટી. થકી ૪૦૦ કરતા વધુ યોજનાઓમાં લાભાર્થીઓને અંદાજે `૧૪ હજાર કરોડની નાણાકીય સહાય ઓછા સમયમાં અને સીધી જ લાભાર્થીના બેન્ક ખાતામાં જમા થાય તે પદ્ધતિ અમલમાં મૂકેલ છે.
• વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી. અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે `૧૩૧૦ કરોડની જોગવાઇ.
• યોજનાઓના નિર્ધારણ, અમલીકરણ અને ગુણવત્તાલક્ષી ફેરફારો માટે મૂલ્યાંકન કરવા માટે `૩ કરોડની જોગવાઇ.
નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્દ્રો/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે ૯૦ લાખ લોકો આ કેન્દ્રોની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે. નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
• કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે `૧૮૩ કરોડની જોગવાઇ.
• સબ રજીસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇ.ટી. વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે ₹૩૯ કરોડની જોગવાઇ.
• મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે ૪૦૦ નવી જગ્યાઓ ઉભી કરવા ₹૧૮ કરોડની જોગવાઇ.
• સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે ₹૧૩ કરોડની જોગવાઇ.
• દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત છે.
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે `૨૧૧ કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે `૨૦ કરોડની જોગવાઇ.
• જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે ૮૦ જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા `૫ કરોડની જોગવાઈ.
• રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા `૫ કરોડની જોગવાઈ.
• તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે `૫ કરોડની જોગવાઇ.
શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
• પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે `૧૧૫ કરોડની જોગવાઇ.
• જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે `૯૪ કરોડની જોગવાઇ.
• શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે `૬૯ કરોડની જોગવાઇ.
• અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે `૫૭ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે `૩૮ કરોડની જોગવાઇ.
• પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે `૩૦ કરોડની જોગવાઇ.
• SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર `૨૫ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે `૧૮ કરોડની જોગવાઇ.
• ઓનલાઇન ફાઇનાન્સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા `૧૫ કરોડની જોગવાઇ.
સોલર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકોને સહાય આપવા માટે `૯૯૩ કરોડની જોગવાઈ.
• સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને સરકારી રહેણાંકના મકાનો પર OPEX મોડલ હેઠળ ૪૦ મેગાવોટ રૂફટોપ સોલર પ્રોજેક્ટની સ્થાપના અંગેની યોજના માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ પંચાયતોમાં સુધારેલી સ્મશાનભઠ્ઠી સ્થાપવાની યોજના હેઠળ
`૨૦ કરોડની જોગવાઇ.
• ગૌશાળાઓ, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓ, ટ્રસ્ટ જેવી સંસ્થાઓમાં `૧૨ કરોડના ખર્ચે બાયોગેસ પ્લાન્ટની સ્થાપનાનું આયોજન.
• બેટરી ઓપરેટેડ વાહનોને પ્રોત્સાહન મળે તે હેતુથી વિદ્યાર્થીઓને દ્વિચક્રી વાહનો ખરીદવાની સહાય માટે `૯ કરોડની જોગવાઇ.
સાતત્યપૂર્ણ વિકાસ માટે વન અને પર્યાવરણ જતનના ક્ષેત્રોમાં પણ ગુજરાતે હરણફાળ ભરી છે. હાલમાં COP-28 માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગ્રીન ક્રેડીટ પહેલની શરૂઆત કરેલ છે. નેટ ઝીરોના લક્ષ્યાંક હાંસલ કરવા અને મિશન લાઇફ થકી પર્યાવરણને અનુરૂપ જીવન શૈલીના સિદ્ધાંતોથી પર્યાવરણનું રક્ષણ કરવા સરકાર કટિબદ્ધ છે.
જૈવિક વિવિધતાથી સમૃદ્ધ ગાઢ વનો, નદીઓ અને જલપ્લાવિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાન-અભ્યારણ્યો, ઘાસિયા મેદાનોને સંરક્ષિત કરવા તેમજ વન વિસ્તારના બાહ્ય વિસ્તારમાં પણ વૃક્ષાવરણમાં વધારો કરવા સરકાર મક્કમ છે. ખેડૂતોની આજીવિકામાં વૃદ્ધિ સાથે વન વિસ્તારના વિકાસને વેગ આપતી એગ્રો ફોરેસ્ટ્રી યોજનાનો વ્યાપ વધારી આવતાં વર્ષમાં ૩૧ હજાર હેકટરમાં વાવેતર કરવાની નેમ છે. મિષ્ટી કાર્યક્રમ થકી ચેરનું વાવેતર વધારવા તેમજ મિયાવાકી પદ્ધતિથી વન કવચ યોજના અંતર્ગત સઘન વાવેતર કરી રાજયમાં વૃક્ષ આચ્છાદિત વિસ્તારમાં વધારો કરવામાં આવી રહેલ છે.
• વનોના વિકાસ, સંરક્ષણ, સંવર્ધન અને વળતર વનીકરણની કામગીરી માટે CAMPA ફંડ સહિત વિવિધ કામો માટે `૯૫૦ કરોડની જોગવાઇ.
• વન વિસ્તારની બહારના વિસ્તારોમાં સામાજીક વનીકરણને વેગવંતુ બનાવવા માટે `૫૫૦ કરોડની જોગવાઇ .
• વન્યપ્રાણીઓની વ્યવસ્થા અને વિકાસ માટે `૪૦૦ કરોડની જોગવાઇ.
• વન વિસ્તાર વિકાસ અને ઇકો-રિસ્ટોરેશન કાર્યક્રમ હેઠળ `૧૮૫ કરોડની જોગવાઇ.
• ધરોઇ-અંબાજી સહિત રાજયના વિવિધ વિસ્તારોમાં ઇકો-રીસ્ટોરેશનની કામગીરી માટે `૩૧ કરોડની જોગવાઇ.
• મહત્વના પ્રવાસન સ્થળો નજીક નવી સફારીની રચના અને ઇકો-ટુરીઝમ સાઇટના વિકાસ માટે `૩૭૨ કરોડના ખર્ચે આયોજન. જે પૈકી `૧૭ કરોડની જોગવાઇ.
• ઇન્દ્રોડા પાર્કના માસ્ટર પ્લાન મુજબ આધુનિકીકરણ અને વિકાસ માટે `૨૦ કરોડની જોગવાઇ.
• બૃહદ ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓ સાથે સહેલાણીઓને પર્યાવરણથી લગતા બીજા પાસાઓના નિદર્શન થઇ શકે અને તેમના રોકાણનો સમય વધારી સ્થાનિક રોજગારીને પ્રોત્સાહન આપવાના હેતુસર આઇકોનિક બોટનિકલ ગાર્ડન સ્થાપવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તે માટે `૨ કરોડની જોગવાઇ.
• પક્ષીઓની સારવાર માટે બિલાસીયા અને બોડકદેવ ખાતે આવેલ કેન્દ્રોનાં સુદ્રઢીકરણ અને કરૂણા એબ્યુલન્સનો વ્યાપ વધારવા માટે `૧ કરોડની જોગવાઇ.
• દરિયાકાંઠે આવેલ ચેરના વનોનો વિકાસ અને સંવર્ધન કરવા માટે મિષ્ટી યોજના હેઠળ સરક્રિક અને કોરીક્રિક જેવા વિસ્તારોને આવરી લઇ સઘન વનીકરણનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે `૭ કરોડની જોગવાઇ.
• વનીકરણની યોજનાઓના GIS મારફતે સઘન નિરીક્ષણ અને મૂલ્યાંકનના હેતુસર કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરની સ્થાપના માટે `૨ કરોડની જોગવાઇ.
• સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ અને આંતરમાળખાકીય સુવિધાઓની વૃદ્ધિ માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• એકતાનગર ખાતે હોસ્પિટાલિટી ડિસ્ટ્રીક્ટ વિકાસના પ્રોજેક્ટ માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર એકતા નગરના પ્રોજેક્ટ માટે `૨૫ કરોડની જોગવાઈ.
• એકતાનગર ખાતે ગુજરાત વંદના તેમજ દેશી રજવાડાઓનું સંગ્રહાલય બનાવવાની સાથોસાથ વીર બાલક ઉદ્યાન બનાવવાનું આયોજન.
• આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પ્રાપ્ત બ્લૂ ફ્લેગ બીચ શિવરાજપુર ખાતે હાલ `૨૦૦ કરોડના કામ પ્રગતિ હેઠળ.
• સોમનાથ બીચ, પિંગલેશ્વર બીચ, અસારમાં બીચ (માંડવી, કચ્છ), મૂળ દ્વારકા બીચ વગેરેના વિકાસ માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી `૩૦ કરોડની જોગવાઇ.
• નડાબેટ સીમાદર્શન પ્રોજેકટની સફળતાથી પ્રેરાઇને રાજ્યના સમુદ્ર સીમાદર્શનના વિકાસ માટે ચૌહાણનાલા, કોરીક્રિક વિસ્તાર વગેરે માટે `૧૪૫ કરોડના આયોજન પૈકી `૪૦ કરોડની જોગવાઇ.
• અંબાજી, વાંસદા, કોટેશ્વર વગેરે જેવા વિવિધ સ્થળોએ જંગલસફારી તેમજ ઈકો ટુરિઝમની કામગીરીના વિકાસ માટે `૧૭૦ કરોડના આયોજન પૈકી `૪૫ કરોડની જોગવાઇ.
• અયોધ્યાધામ ખાતે ગુજરાત યાત્રી નિવાસ માટે `૫૦ કરોડના આયોજન પૈકી `૧૦ કરોડની જોગવાઇ.
• જિલ્લાના મહત્વના પ્રવાસી સ્થળોએ સુવિધાઓ પૂરી પાડવા માટે `૧૦૦ કરોડના આયોજન પૈકી `૩૦ કરોડની જોગવાઇ.
• જુદા જુદા સ્થળો ખાતે રોકગાર્ડન, સ્ક્લ્પચર, સ્કાય વોકના વિકાસ માટે
`૨૦૦ કરોડના આયોજન પૈકી `૮૦ કરોડની જોગવાઇ.
• ભારત સરકારની પહેલ "ટ્રાવેલ ફોર લાઇફ" ના ઉદ્દેશને પ્રોત્સાહન આપવા, MICE (Meeting, Incentive, Conference, Exhibition) પ્રવાસન તેમજ સસ્ટેનેબલ ટુરિઝમ વિશે જાગૃતિ લાવવા `૧૫ કરોડની જોગવાઇ.
• જુનાગઢ ખાતે આવેલ ઉપરકોટના કિલ્લાના રિનોવેશન બાદ પ્રવાસીઓના વિક્રમી વધારાને ધ્યાને લઈ રાજ્યનાં જુદા જુદા મેમોરિયલ તથા લખપત કિલ્લા સહિત અન્ય જુદા જુદા કિલ્લાના વિકાસ માટે `૨૦૦ કરોડના આયોજન પૈકી `૩૫ કરોડની જોગવાઇ.
• ધરોઇ બંધ પરિક્ષેત્રને વિશ્વ કક્ષાના પ્રવાસી અને યાત્રાધામ તરીકે વિકસાવવાની કામગીરી માટે `૪૮૦ કરોડનું આયોજન. તે પૈકી `૧૦૦ કરોડની જોગવાઇ.
• પાવાગઢ યાત્રાધામના સર્વાંગી વિકાસ અર્થે કુલ `૧ર૧ કરોડના ખર્ચે પ્રથમ બે તબકકાની કામગીરી પૂર્ણ થયેલ છે. ત્રીજા અને ચોથા તબકકામાં કુલ `ર૩૮ કરોડના ખર્ચે માંચી ચોક, ચાંપાનેર અને વડા તળાવ ખાતે યાત્રાળુલક્ષી સુવિધાઓની કામગીરીનું આયોજન.
• અંબાજી યાત્રાધામ ખાતે માસ્ટરપ્લાનિંગ અંતર્ગત વિવિધ કામોનું કુલ `૧૧૭ કરોડના ખર્ચે આયોજન.
• શ્રી બહુચરાજી શક્તિપીઠના વિકાસ માટે `૭૧ કરોડના ખર્ચે મંદિરનું પુન:નિર્માણ તેમજ યાત્રાધામનો સર્વગ્રાહી વિકાસ કરવા માટે આયોજન.
• સૌરાષ્ટ્ર-કચ્છમાં અગત્યતા ધરાવતાં પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો ખાતે યાત્રાળુલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાવવા `૪૬ કરોડના ખર્ચે વિકાસ કામોનું આયોજન.
• વિવિધ ધાર્મિક સંપ્રદાયો સાથે સંકળાયેલા તેમજ સ્થાનિક રીતે ખુબ જ અગત્યતા ધરાવતા યાત્રાધામોના વિકાસ માટે `૭૯ કરોડની જોગવાઈ.
• ઉડ્ડયન ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા તથા એર કનેક્ટિવિટી વધારવા નવા એરપોર્ટ/એરસ્ટ્રીપ બનાવવા માટે `૨૫ કરોડની જોગવાઇ.
• નાના શહેરો/આંતરીક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે એર કનેક્ટિવિટીના ધ્યેય સાથે રાજ્ય સરકારની Viability Gap Funding યોજના હેઠળ ₹૪૫ કરોડની જોગવાઈ.
• ભારત સરકારના “ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત ચલાવાતી Regional connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા અન્ય રાજ્યો સાથે જોડવા માટે ₹૪૦ કરોડની જોગવાઈ.
• One District One Product (ODOP) સહાય યોજના અંતર્ગત કારીગરોના સર્વાંગી વિકાસ માટેનું આયોજન.
• પી.એમ.વિશ્વકર્મા યોજના સાથે સમરૂપતા જાળવવા અને માનવ કલ્યાણ/ગરિમા યોજનાને વધુ અસરકારક બનાવવાનું આયોજન.
• શ્રી વાજપાઇ બેંકેબલ યોજના અન્વયે ૪૨ હજાર લાભાર્થીઓ માટે ધિરાણ અને સબસીડી સહાય આપવા `૨૬૨ કરોડની જોગવાઇ.
• માનવ કલ્યાણ યોજના અન્વયે વિવિધ ટ્રેડ માટે અંદાજિત ૩૫ હજાર લાભાર્થીઓ માટે `૫૩ કરોડની જોગવાઇ.
સ્પેસ સેક્ટરને લગતી અર્થવ્યવસ્થાના વિકાસ માટે ખોરજ, અમદાવાદ ખાતે તબક્કાવાર ‘Manufacturing Hub’ બનાવવામાં આવશે.
• ટેક્સટાઈલ નીતિ હેઠળ ટેક્સટાઈલ ઉદ્યોગોને પ્રોત્સાહન માટે `૧૬૦૦ કરોડની જોગવાઈ.
• સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોને આત્મનિર્ભર ગુજરાત નીતિ અંતર્ગત પ્રોત્સાહન માટે `૧૫૫૦ કરોડની જોગવાઈ.
• મોટા કદના ઉદ્યોગોને પ્રોત્સાહન માટે `૧૧૪૫ કરોડની જોગવાઈ.
• ઔદ્યોગિક વસાહતોના ટ્રીટેડ વેસ્ટ વોટરનો નિકાલ કરવા અને માળખાકીય સગવડોનો વિકાસ કરી ડીપ-સી પાઇપલાઇનો નાખવા માટે `૪૪૦ કરોડની જોગવાઇ.
• સ્ટાર્ટઅપની પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવા યોજનાકીય કામગીરી માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
• લોજિસ્ટીક ખર્ચ ઘટાડવા ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ, રફાળેશ્વર અને જૂના બેડી પોર્ટ ખાતે વિકસિત કરવા `૧૦૦ કરોડની જોગવાઈ.
• GIDC વસાહતોના સુદ્રઢીકરણ માટે તેમજ પ્લગ એન્ડ પ્લે સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક જેવા કે બલ્ક ડ્રગ પાર્ક, મેડિકલ ડિવાઈસીસ પાર્ક, ઈમીટેશન જ્વેલરી પાર્ક વિકસાવવા માટે `૧૩૬ કરોડની જોગવાઈ.
• લોજિસ્ટીક ફેસિલિટીમાં વધારો કરવા ઔદ્યોગિક અને આંતરિક માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા `૨૫ કરોડની જોગવાઈ.
• સરક્યુલર ઈકોનોમીને પ્રોત્સાહન આપવા, ઔદ્યોગિક પ્રદૂષિત પાણીને રિસાયકલ કરવા, કોમન સ્પ્રે ડ્રાઈંગ સિસ્ટમ ઊભી કરવા તેમજ હવા-પાણીના પ્રદૂષણ માટેની મોનિટરીંગ સિસ્ટમ ઊભી કરવા માટે `૯૦ કરોડની જોગવાઈ.
• ધોલેરા સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજીયોન ખાતે વિવિધ આંતરમાળખાકીય કામો ઉપરાંત સામાજિક સવલતો ઉભી કરવા માટે `૬૨ કરોડની જોગવાઈ.
• ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર એમ.એસ.ઈ. યોજના અંતર્ગત યુવા તથા મહિલા ઉદ્યોગસાહસિકો તેમજ MSME ને કોલેરેટરલ ફ્રી લોન આપવા માટે કોર્પસ ફંડ ઉભુ કરવા `૨૫ કરોડની જોગવાઈ.
• નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સુવિધા આપવા અને સિન્થેટીક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપવા `૭ કરોડની જોગવાઈ.
• ખેડૂતોને બેન્કો મારફત `૩ લાખ સુધીનું ટૂંકી મુદતનું પાક ધિરાણ કે.સી.સી. મારફત આપવામાં આવે છે. ધિરાણની આ રકમ પર ૪% લેખે વ્યાજ રાહત આપવા માટે `૧૧૪૦ કરોડની જોગવાઈ.
• પશુપાલકો અને માછીમારોને `૨ લાખ સુધીના ટૂંકી મુદતના ધિરાણ માટે ૪% વ્યાજ રાહત આપવા `૭૫ કરોડની જોગવાઇ.
• ખેતી વિષયક પ્રાથમિક ધિરાણ મંડળીઓના કમ્પ્યુટરાઇઝેશન માટે
`૪૬ કરોડની જોગવાઈ.
• બજાર સમિતિઓને માળખાકીય સગવડોના વિકાસ માટે સહાય કરવા કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ `૨૩ કરોડની જોગવાઈ.
• બજાર સમિતિઓમાં પ્રોસેસીંગ યુનિટસ સ્થાપવા માટે સહાય આપવા
`૧૨ કરોડની જોગવાઇ.
• સહકારી ખાંડ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા વિવિધ યોજનાઓ અંતર્ગત
`૮ કરોડની જોગવાઇ.
• મત્સ્યબંદરો માઢવાડ, નવાબંદર, વેરાવળ-૨, માંગરોળ-૩ અને સુત્રાપાડાના વિકાસ અને રાજ્યના હયાત મત્સ્ય બંદરો, મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકીકરણ, અપગ્રેડેશન, ડ્રેજીંગ જેવી આનુષાંગિક બાબતો માટે `૬૨૭ કરોડની જોગવાઈ.
• સાગર ખેડૂઓને હાઈસ્પીડ ડિઝલ વેટ રાહત યોજના માટે `૪૬૩ કરોડની જોગવાઈ.
• દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરાપાણીમાં મત્સ્યોદ્યોગના વિકાસ માટે
`૧૩૪ કરોડની જોગવાઈ.
• “મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના” અંતર્ગત `૪૨૫ કરોડની જોગવાઈ.
• ફરતાં પશુ દવાખાના તથા કરુણા એનિમલ એમ્બ્યુલન્સની સેવાઓ માટે
`૧૧૦ કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાય પૂરી પાડવા `૬૨ કરોડની જોગવાઈ.
• ગાભણ તથા વિયાણ થયેલ પશુ માટે ખાણદાણ સહાયની યોજના દ્વારા પશુપાલકોને લાભ આપવા `૫૪ કરોડની જોગવાઈ.
• સરકારી પશુ-સારવાર સંસ્થાઓ ખાતે વિનામૂલ્યે પશુ-સારવાર ઉપલબ્ધ કરાવવા “મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના” માટે `૪૩ કરોડની જોગવાઈ.
• પશુધન વીમા પ્રીમિયમ સહાય માટે `૨૩ કરોડની જોગવાઈ.
• પાડી-વાછરડી ઉછેર યોજના અંતર્ગત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘો માટે
`૧૧ કરોડની જોગવાઈ.
• કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા `૧૦ કરોડની જોગવાઈ.
• રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવાના હેતુથી મોરબી અને કચ્છ ખાતે નવીન કૃષિ મહાવિદ્યાલયો તથા ખેડબ્રહ્મા ખાતે કૃષિ ઈજનેરી મહા વિદ્યાલય ચાલુ કરવામાં આવશે. કૃષિ યુનિવર્સિટીઓની માળખાકીય વ્યવસ્થા, વહીવટ અને સંશોધન માટે `૯૩૦ કરોડની જોગવાઇ.
• પશુપાલન ક્ષેત્રે શિક્ષણ તેમજ સંશોધન કાર્યમાં સંલગ્ન કામધેનુ યુનિવર્સિટી માટે `૩૨૪ કરોડની જોગવાઈ.
• સંકલિત બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ બાગાયતી પાકોના વાવેતર, વિવિધ ખેત કાર્યો તેમજ પાક સંગ્રહ માટે `૨૯૪ કરોડની જોગવાઈ.
• નવા બાગાયતી પાકોને પ્રોત્સાહન આપવા તથા કાપણી પછીના વ્યવસ્થાપન માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરવા `૧૬૦ કરોડની જોગવાઈ.
• બાગાયતી ખેત પેદાશોના મૂલ્યવર્ધન અને સંગ્રહ માટેની માળખાકીય સુવિધાઓ ઊભી કરવા `૬૫ કરોડની જોગવાઈ.
• મસાલા પાકોના સર્ટીફાઈડ બિયારણ, પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવા અને ફળપાકોના જુના બગીચાઓના નવસર્જન માટે `૧૮ કરોડની જોગવાઇ.
• બાગાયત ખાતાના રોપ ઉછેર કેંદ્રોની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે `૧૫ કરોડની જોગવાઈ.
• બાગાયતી પાકોના પાંચ નવા સેન્ટર ઓફ એકસલન્સ ઊભા કરવા માટે `૧૫ કરોડની જોગવાઈ.
• આદિજાતિ વિસ્તારોમાં મધમાખી પાલકોને મધમાખીની હાઈવ્સ તથા કોલોની પૂરી પાડવાની યોજના હેઠળ `૬ કરોડની જોગવાઇ.
• ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા પ્રાકૃતિક કૃષિના વ્યાપ વધારવાની વિવિધ યોજનાઓ મળી કુલ `૧૬૮ કરોડની જોગવાઇ.
• પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા `૧૯૯ કરોડની જોગવાઇ.
પાક કૃષિ વ્યવસ્થા
• ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ અને વિવિધ ખેત ઓજારોની ખરીદીમાં સહાય આપવા `૭૦૧ કરોડની જોગવાઇ.
• વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ માટે સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે `૩૫૦ કરોડની જોગવાઈ.
• રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત `૨૧૮ કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસીંગ એકમોને સહાય આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અંતર્ગત સહાય આપવા માટે `૭૭ કરોડની જોગવાઈ.
• ખાતેદાર ખેડૂતોને આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ `૮૧ કરોડની જોગવાઇ.
• વધુ ઉત્પાદન આપતી સર્ટિફાઇડ જાતોના બિયારણ વિતરણ માટે સહાય આપવાના હેતુસર સીડ રીપ્લેસમેન્ટ રેટ (SRR) માં વધારો કરવા માટે `૮૦ કરોડની જોગવાઈ.
• કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિવિમાન)ને પ્રોત્સાહન આપવા તેમજ દાણાદાર યુરિયાના વિકલ્પ સ્વરૂપે જમીન સ્વાસ્થ્ય જળવાય તે હેતુથી નેનો યુરિયાનો વપરાશ વધારવા માટે `૫૬ કરોડની જોગવાઈ.
• ગુજરાત રાજયના ખેડૂતોને મીલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા પ્રેરણા મળે અને મૂલ્યવર્ધન કરી પોતાની આવકમાં વધારો કરે તે હેતુથી બિયારણ સહાય, પ્રચાર પ્રસાર વગેરે માટે `૩૫ કરોડની જોગવાઈ.
• સેમિકન્ડકટર પોલિસી અંતર્ગત સહાય માટે `૯૨૪ કરોડની જોગવાઇ.
• ઇલેક્ટ્રોનિક્સ પોલિસી અંતર્ગત આ ક્ષેત્રના ઉદ્યોગોને સહાય માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. પોલિસી અંતર્ગત રોકાણોને આકર્ષી આ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ માટે
`૪૦ કરોડની જોગવાઇ.
• ગુજરાત સ્ટેટ ડેટા સેન્ટર અને સિક્યુરિટી ઓપરેશન્સ સેન્ટર (SOC)ના માળખાને સુદ્રઢ કરવા અને એડવાન્સ સિસ્ટમ સાથે વિશેષ સુરક્ષા સુનિશ્વિત કરવા માટે
`૧૦૨ કરોડની જોગવાઇ.
• નવી સ્પેસ ટેક પોલિસી થકી પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન, ઉત્પાદન અને પરીક્ષણ સુવિધાઓ સ્થાપિત કરીને સ્પેસ મેન્યુફેક્ચરિંગ કંપનીઓની સમગ્ર ઇકોસિસ્ટમને આકર્ષવા `૬૦ કરોડની જોગવાઇ.
• અંદાજિત `૪૫૦ કરોડના ભારતનેટ પ્રોજેક્ટ ફેઝ-૩ હેઠળ રાજ્યથી ગામ સુધીના ફાઈબર ગ્રીડને વધુ અસરકારક બનાવવા રાજ્યના કેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરને બાકીના ૪૮૬૦ ગામો સુધી પહોંચાડવા માટે `૪૫ કરોડની જોગવાઇ.
• ગુજરાત IT / ITeS સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત કરવા, R&D ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવા તેમજ ઉચ્ચ ગુણવત્તાયુકત માનવબળ તૈયાર કરવા `૧૦ કરોડની જોગવાઇ.
• “ડીપ ટેક” પ્રોજેક્ટ દ્વારા આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ (AI), મશીન લર્નીંગ (ML), ઈન્ટરનેટ ઓફ થીંગ્સ (IoT) અને ક્લાઉડ જેવા ક્ષેત્રોમાં કમ્પ્યુટીંગ ઈન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી કસ્ટમાઈઝડ સોલ્યુશન્સ તૈયાર કરવા `૨૫ કરોડની જોગવાઇ.
• બૌદ્ધિક સંપદા અધિકારોને પ્રોત્સાહન, રક્ષણ અને વ્યાપારીકરણ કરવા દરેક જિલ્લામાં આઈ.પી. લેબ અને ઈનોવેશન કેન્દ્રની સ્થાપના કરવા માટે `૩ કરોડની જોગવાઇ.
રાજયના અંતરિયાળ વિસ્તારથી માંડી શહેરી વિસ્તારોની જળસુરક્ષા માટે નિયમિત ધોરણે પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ કરાવવા શરૂ કરેલ વોટરગ્રીડના સારા પરિણામો મળ્યા છે. આજે વોટરગ્રીડના કારણે મહિલાઓને દૂરથી પાણી લાવવાની પળોજણમાંથી મુક્તિ મળી છે. સારી ગુણવત્તાના સરફેસ વોટર મળતા લોકોના આરોગ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહેલ છે. નલ સે જલ યોજના અંતર્ગત દરેક ઘરને પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે સિદ્ધિ હાંસલ કરી ગુજરાતે આ દિશામાં નવા સીમાચિહ્નો અંકિત કર્યા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીના માળાખાને સુદ્રઢ કરવા અને કેનાલ ઉપરની નિર્ભરતા ઓછી કરવા માટે ઢાંકીથી માળીયા સુધી બીજી સમાંતર પાઇપલાઇન `૧૨૦૦ કરોડના ખર્ચે નાખવાની યોજના હાથ ધરવાની હું જાહેરાત કરું છું.
• આદિજાતિ વિસ્તારના કુલ ૧૪ જિલ્લાઓના ૫૦૬૨ ગામોને સરફેસ સોર્સ આધારિત જુથ યોજનાઓમાં આવરી લેતી અંદાજિત `૬૫૦૦ કરોડની સુધારણા તથા નવીન જુથ યોજનાના કામો પ્રગતિ હેઠળ.
• આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ `૧૧૨૨ કરોડની જોગવાઇ.
• ડાંગ જિલ્લાના કુલ ૨૭૬ ગામો તથા ૩ તાલુકાનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જુથ પાણી પુરવઠા યોજના અંદાજિત `૮૬૬ કરોડના ખર્ચે હાથ ધરવાનું આયોજન.
• વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ૨૩ ગામોનો સમાવેશ કરતી દમણગંગા બલ્ક પાઈપ લાઈન આધારીત ધરમપુર જૂથ પાણીપુરવઠા યોજના પેકેજ-૨ નું અંદાજિત `૧૦૭ કરોડના ખર્ચે આયોજન.
• સૌરાષ્ટ્ર વિસ્તારમાં પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તેમજ માળિયા તથા વલ્લભીપુર નર્મદા બ્રાંચ કેનાલ ઉપરની નિર્ભરતા ઘટાડવા માટે ઢાંકીથી માળીયા, નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ચાવંડ-ધરાઇ-ભેંસાણ અને ચાવંડ-લાઠી બલ્ક પાઇપલાઇનનું આયોજન કરેલ છે. આ આયોજન અંતર્ગત
• બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને પોરબંદર જિલ્લાઓ માટેની નાવડાથી ચાવંડ સુધીની ૮૫ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૬૪૪ કરોડના કામો પૂર્ણતાના આરે.
• અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટેની ઢાંકીથી નાવડા સુધીની ૯૭ કિ.મી. બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૧૦૪૪ કરોડના કામો પ્રગતિ હેઠળ.
• જુનાગઢ જિલ્લા માટેની ધરાઇથી ભેંસાણ સુઘીની ૬૩ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૩૯૨ કરોડના કામો પ્રગતિ હેઠળ.
• ઢાંકીથી માળીયા સુધીની નવીન ૧૨૦ કિ.મી. લંબાઇની બલ્ક પાઇપલાઇનના અંદાજિત `૧૨૦૦ કરોડના કામોનું આયોજન.
સૂક્ષ્મસિંચાઇ
• ખેડૂતોને ડ્રીપ અને સ્પ્રીંકલર સિસ્ટમ વસાવવા માટે સહાય આપવા ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની હેઠળ `૨૫૦૦ કરોડની જોગવાઇ.
• ભારત સરકાર સહાયિત `૭૫૦ કરોડની અટલ ભૂજલ યોજના અંતર્ગત સૂક્ષ્મ સિંચાઇ માટે સહાય આપવા `૨૦૦ કરોડની જોગવાઇ.
• જળ સંપત્તિ વિભાગ હેઠળની ઉદ્દવહન સિંચાઇ યોજનાઓને સૂક્ષ્મ સિંચાઇ સાથે જોડવા માટે `૪૦૩ કરોડની જોગવાઇ.
મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજયમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.
• કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો `૪૧૧૮ કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત `૨૨૫૫ કરોડની બે પાઈપલાઈનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે `૨૭૦૦ કરોડની જોગવાઇ.
• નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના ૧૧૫ જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે તેમાં બાકી રહેતી કામગીરી માટે `૪૩૨ કરોડની જોગવાઈ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૭૧૧ કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે `૨૨૦ કરોડની જોગવાઇ.
• ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
• સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂરી થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે `૧૬૯ કરોડની જોગવાઈ.
• ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે `૨૩૬ કરોડની જોગવાઇ.
• સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરઇ જળાશયને અંદાજિત `૧૬૦ કરોડના ખર્ચે જોડવાનું આયોજન.
• પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે `૧૫૦ કરોડની જોગવાઇ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૧૦૨૦ કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારીત સોનગઢ–ઉચ્છલ–નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે `૧૫૦ કરોડની જોગવાઇ.
• દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો / બેરેજો / વિયર બનાવવા માટે `૧૩૦ કરોડની જોગવાઈ.
• સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે `૧૨૫ કરોડની જોગવાઇ.
• કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઇ વંચિત વિસ્તારમાં મહીનદી આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓની કામગીરી માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
• પ્રગતિ હેઠળની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે `૯૬ કરોડની જોગવાઇ.
• અંદાજિત `૧૩૨ કરોડના ખર્ચની પાનમ જળાશય આધારીત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે `૮૦ કરોડની જોગવાઇ.
• અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે
`૬૦ કરોડની જોગવાઇ.
• મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટે
`૫૫ કરોડની જોગવાઈ.
• બનાસકાંઠા જિલ્લામાં બાલારામથી મલાણા સુધીની પાઈપલાઈનની કામગીરી માટે `૫૦ કરોડની જોગવાઈ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૧૧૦ કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે `૪૬ કરોડની જોગવાઇ.
• પ્રગતિ હેઠળની અંદાજિત `૨૫૦ કરોડના ખર્ચની નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે `૪૫ કરોડની જોગવાઇ.
• કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે `૪૫ કરોડની જોગવાઈ.
• મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૩૫ કરોડની જોગવાઇ.
• મેશ્વો જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૩૫ કરોડની જોગવાઇ.
• હાથમતી જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે `૩૫ કરોડની જોગવાઇ.
ભાડભૂત યોજના
• ભરૂચ જિલ્લાના ભાડભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. જેના માટે `૧૧૬૭ કરોડની જોગવાઇ.
સરદાર સરોવર યોજના
ગુજરાતની સમૃદ્ધિમાં નર્મદા યોજનાનું યોગદાન અમૂલ્ય છે. આ યોજના થકી સિંચાઇ, જળવિધુત ઉત્પાદન, પીવાના પાણી અને ઔધોગિક વપરાશના પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી રાજયમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય સબંધી સૂચકાંકોમાં હકારાત્મક પરિવર્તન આવેલ છે. આ યોજના માટે `૪૭૯૮ કરોડની જોગવાઈ.
• કચ્છ અને સૌરાષ્ટ્ર શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ, જાળવણી અને સંચાલન માટે `૭૬૫ કરોડની જોગવાઈ.
• નર્મદા યોજનાના કમાન્ડ એરિયામાં નહેરના વિસ્તરણ-વિકાસના કામો માટે `૫૯૦ કરોડની જોગવાઈ.
• અમદાવાદ જિલ્લાનાં નળકાંઠાના વિસ્તારમાં સિંચાઇ સુવિધા સુદ્રઢ કરવા `૩૦૦ કરોડની જોગવાઈ.
• નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રકચર તેમજ જાળવણીની કામગીરી માટે `૧૮૬ કરોડની જોગવાઈ.
• ગરૂડેશ્વર વિયર તથા વિવિધ શાખા નહેરો પરના વીજ મથકો તેમજ એકતાનગર ખાતેના જળ વિદ્યુત મથકોના જાળવણી અને મરામત માટે `૧૩૬ કરોડની જોગવાઈ.
• નાગરિકોને ઝડપી, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ વાહનવ્યવહાર સેવા પૂરી પાડવા સરકાર અવિરત કાર્ય કરી રહી છે. બસ પરિવહનની સગવડો વધારવા સરકાર પ્રયત્નશીલ છે. લોથલ ખાતે વિશ્વ કક્ષાનું નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC) વિકસાવવામાં આવી રહ્યું છે.
• રાજયના વિશાળ દરિયાકિનારે કેમિકલ પોર્ટસ, કન્ટેનર પોર્ટસ તેમજ વિશ્વના સૌથી મોટા શિપ રિસાયક્લિંગ યાર્ડ્સને કારણે ગુજરાતનું દરિયાઇ વ્યાપાર ક્ષેત્ર અગ્રેસર રહ્યું છે. રાજયમાં આવેલ પાંચ એલ.એન.જી. ટર્મિનલ સાથે વિશ્વના પ્રથમ સી.એન.જી. પોર્ટ્સની સ્થાપના કરી નેચરલ ગેસ આયાતમાં ગુજરાતે દેશમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.
• ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અલંગમાં રિસાયક્લિંગ ક્ષમતા હાલના ૪.૫ મિલિયન એલ.ડી.ટી. (લાઇટ ડિસ્પ્લેસમેન્ટ ટનેજ)થી બમણી કરીને ૯ મિલિયન એલ.ડી.ટી.થી કરવામાં આવશે.
• નવીન બસો ખરીદવા માટે `૭૬૮ કરોડ ની જોગવાઇ.
• ઇ-વ્હિકલને સબસીડી આપવા માટે `૨૧૮ કરોડની જોગવાઇ.
• બસ સ્ટેશનના આધુનિકીકરણ તથા સ્વચ્છતાના હેતુસર `૧૧૮ કરોડની જોગવાઈ.
• પ્રદૂષણ ઘટાડવા અને નવિનીકરણ ઊર્જાના સ્ત્રોત વધારવા વાહનવ્યવહાર નિગમ દ્વારા તબક્કાવાર ૧૦૦ મેગા વોટના સોલાર પાર્કની સ્થાપના કરવાનું આયોજન.
• મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે `૫૦૦૦ કરોડની જોગવાઇ.
• દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે `૨૪૪૦ કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ ૪૬ રસ્તાઓ અને પુલો માટે `૯૭૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે `૨૧૬ કરોડની જોગવાઈ.
• સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે `૨૮૪ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે `૧૦૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૧૬૦૦ કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે
`૩૧૮ કરોડની જોગવાઈ.
• ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત `૩૧૦૦ કરોડના ખર્ચે વિકસાવવા રાજય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ – પીપળી, સુરત - સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ –ભચાઉ, રાજકોટ – ભાવનગર, મહેસાણા – પાલનપુર સહિત ૬ હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના માટે `૨૨૨ કરોડની જોગવાઈ.
• દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ ૧૭ રસ્તાઓના વિકાસ માટે `૫૬૮ કરોડનું આયોજન. જેના માટે `૫૨૬ કરોડની જોગવાઈ.
• જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના `૫૩૦ કરોડના કામો માટે `૨૭૦ કરોડની જોગવાઈ.
• મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૧૪ રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની `૧૧૫૯ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
• ઔદ્યોગિક વિસ્તારને જોડતા ૮૮ કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોને
ફોર-લેન બનાવવાની `૮૪૩ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
• પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની `૧૭૪૯ કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વયે રાજ્યના ૩૦૧૫ કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની ૬૬૦ કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે `૬૦૦ કરોડની જોગવાઈ.
• વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે `૨૪૬ કરોડની જોગવાઇ.
• `૯૬૨ કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર માર્ગીય કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે.
• ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી.ની કામગીરી અન્વયે `ર૮૪૭ કરોડના ખર્ચે કુલ ૪૯ કામો પ્રગતિ હેઠળ.
• ભરૂચ દહેજ રસ્તા પર `૪૨૦ કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંકશન સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ.
• કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ-૬૫ ના રસ્તાને વિકસાવવા માટે `૨૦૦ કરોડની કામગીરી પ્રગતિ હેઠળ.
• હિંમતનગર બાયપાસના રસ્તાને `૭૫ કરોડના ખર્ચે ચાર માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ.
• ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું `૧૩૬ કરોડનું કામ પ્રગતિ હેઠળ.
• સાબરમતી નદી પર સાદરા ગામ પાસે બ્રીજ બાંધવાનું `૮૯ કરોડનું કામ પ્રગતિ હેઠળ.
• ગાંધીનગર-પેથાપુર મહુડી રોડમાં ફ્લાય ઓવર, રસ્તાનું ચાર માર્ગીયકરણ અને જંક્શન સુધારણા માટે `૧૨૫ કરોડનું કામ પ્રગતિ હેઠળ.
નવા કામો :
• અંદાજિત `૨૦૦૦ કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે
`૭૦૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૧૨૦૦ કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે `૪૫૦ કરોડની જોગવાઈ.
• અંદાજિત `૮૦૦ કરોડના ખર્ચે રાજયના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનીંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
ખેડૂતોને દિવસે વિજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત `૧૫૭૦ કરોડની જોગવાઇ.
• રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ વ્યવસ્થાના સુદ્રઢીકરણ માટે માળખાકીય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે `૧૨૮૫ કરોડની જોગવાઇ.
• આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે `૧૦૧૭ કરોડની જોગવાઇ.
• સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે `૩૮૦ કરોડની જોગવાઇ.
• મોર્ડન ટેકનોલોજીનો ઉપયોગ કરી સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા વનબંધુ કલ્યાણ યોજના–ર હેઠળ `૨૫૩ કરોડની જોગવાઇ.
• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ અલોન-ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ પૂરા પાડવા માટે `૧૫૨ કરોડની જોગવાઇ.
• ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો/કંડકટર તથા તેને આનુષાંગિક સાધન સામગ્રી બદલી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા `૧૩૦ કરોડની જોગવાઇ.
• હયાત ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતર કરવા માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• રસ્તાઓના વિસ્તૃતિકરણ અથવા રસ્તાઓ પર અડચણરૂપ હયાત ટ્રાન્સમિશન લાઇન અને સંલગ્ન વીજ માળખાનું શિફટીંગ/રિપ્લેસમેન્ટ કરવા માટે `૯૫ કરોડની જોગવાઇ.
• એનર્જી સ્ટોરેજ સોલ્યુશન્સ અને ગ્રીડ કનેક્ટેડ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપવા માટે `૬૫ કરોડની જોગવાઈ.
-નવી બસો ખરીદવા માટે 768 કરોડની જોગવાઈ
-ઈ-વ્હિકલ સબસીડીઆપવા 218 કરોડની જોગવાઈ
-બસ સ્ટેશનના આધુનિકરણ માટે 118 કરોડની જોગવાઈ
-જળસંપત્તિ પ્રભાગ માટે 11535 કરોડની જોગવાઈ
-ચેકડેમ, તળાવો ઉંડા કરવા 236 કરોડની જોગવાઈ
-રાજકોટ જિલ્લાના વિંછીયા,ધરઈ જળાશયને જોડવા 160 કરોડની જોગવાઈ
-NFSA લાભાર્થીઓને ખાદ્યતેલ આપવા 160 કરોડની જોગવાઈ
-નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ કામગીરી માટે 25 કરોડની જોગવાઈ
-ઓલિમ્પિક કક્ષાનું માળખુ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાના રમતવીરો તૈયાર કરવા આયોજન
-મનરેગા યોજના હેઠળ રોજગારી પુરી પાડવા 1309 કરોડની જોગવાઈ
-પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ માટે 751 કરોડની જોગવાઈ
-પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના માટે 255 કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે 5 હજાર કરોડની જોગવાઈ
-જુના પુલના પુનઃબાંધકામ,સમારકામ માટે 270 કરોડની જોગવાઈ
-ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ 2363 કરોડની જોગવાઈ
-પૂર્ણા યોજના હેઠળ 344 કરોડની જોગવાઈ
-વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ
ગિફ્ટ સિટી ગ્લોબલ ફાયનાન્સ હબ તરીકે ઉભરી રહેલ છે. ૯૦૦ એકરથી ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરી ગિફ્ટ સિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. જેનાથી સમગ્ર વિશ્વમાં ગિફ્ટ સિટીની “સપનાનાં શહેર” તરીકે આગવી ઓળખ પ્રસ્થાપિત થશે. ગિફ્ટ સિટીમાં સૂચિત વિકાસ કાર્યોને પરિપૂર્ણ કરીને “વોક ટુ વર્ક” “લિવ-વર્ક-પ્લે કમ્યુનિટી”ની કલ્પના સાકાર થશે. આ વિકાસ કાર્યોમાં ૪.૫ કિ.મી. લાંબો રિવરફ્રન્ટ, રીક્રીએશનલ ઝોન, શૈક્ષણિક સંસ્થાઓ, આરોગ્યલક્ષી સવલતો, મેટ્રો કનેક્ટિવિટી તથા સેન્ટ્રલ પાર્કની સુવિધાઓનો સમાવેશ થશે.
• GIFT સિટી ખાતે ‘ફિન-ટેક હબ’ની સ્થાપના કરવામાં આવશે જેના માટે `૫૨ કરોડની જોગવાઇ.
• ગાંધીનગર ગિફટ સિટી નજીક સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે `૧૦૦ કરોડની જોગવાઈ.
ઇન્ફોર્મેશન ટેકનોલોજીની મદદથી વિવિધ યોજનાઓનો અસરકારક અને પારદર્શી રીતે અમલ કરી સ્થાનિક શહેરી સંસ્થાઓનો વહીવટ વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. ટાઉન પ્લાનિંગ અને બાંધકામ નિયમોના અમલીકરણ માટે કમ્પ્યુટર આધારિત વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
• સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના થકી શહેરી વિસ્તારમાં માળખાકીય સગવડો માટે `૮૬૩૪ કરોડની જોગવાઈ.
• શહેરી સ્થાનિક સંસ્થાઓને નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના હેઠળ `૩૦૪૧ કરોડની જોગવાઈ.
• AMRUT 2.0 હેઠળ પાણી પુરવઠા, ડ્રેનેજ સિસ્ટમ, તળાવોના વિકાસ, પરિવહન વ્યવસ્થા વગેરે માટે `૨૦૦૦ કરોડની જોગવાઈ.
• અમદાવાદ અને સુરત શહેરમાં ગુજરાત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે `૧૮૦૦ કરોડની જોગવાઈ.
• ૧૫માં નાણાપંચ અન્વયે શહેરી વિસ્તારના વિકાસ કાર્યો માટે `૧૩૪૯ કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ શહેરી ગરીબોને ઘર આપવા માટે `૧૩૨૩ કરોડની જોગવાઈ.
• શહેરી વિસ્તારોને રેલ્વે ક્રોસિંગ મુક્ત બનાવવાના અભિયાન હેઠળ ઓવરબ્રિજ/અંડર બ્રિજ બાંધવા માટે `૫૫૦ કરોડની જોગવાઈ.
• સ્વચ્છ ભારત મિશન અને નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ પ્રવાહી અને ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરવા માટે `૫૪૫ કરોડની જોગવાઈ.
• નગરપાલિકાઓના વીજબીલ પ્રોત્સાહન નિધિ અંતર્ગત `૧૨૪ કરોડની જોગવાઇ.
• મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોને પુન: પ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો દ્વારા સંચાલિત કરવા, એનર્જી ઓડિટ કરાવવા અને સંલગ્ન કામો માટે
`૧૫૦ કરોડની જોગવાઈ.
• મહાનગરપાલિકા/નગરપાલિકાઓની મિલકતોના વાર્ષિક દેખરેખ અને નિભાવ (O&M) માટે `૧૦૦ કરોડની જોગવાઈ.
• મોડલ ફાયર સ્ટેશનો વિકસાવવા તથા નવા સાધનોની ખરીદી, દેખરેખ અને નિભાવ, તાલીમ અને સતત ક્ષમતા વિકાસ તેમજ આધુનિકીકરણ માટે `૬૯ કરોડની જોગવાઈ.
• શહેરી વિસ્તારોની કામગીરીમાં IT નો ઉપયોગ કરી તંત્રને સુદ્રઢ બનાવવા વિશેષ કેડરના વિસ્તરણ અને પુનઃરચના માટે `૧૪ કરોડની જોગવાઈ.
• ઇ-નગર પોર્ટલને ૨.૦ સુધી સંવર્ધિત કરવા અને મ્યુનિસિપલ સેવાઓની પહોંચમાં સુધારો કરવા માટે ૫૦ નવા શહેર નાગરિક કેન્દ્રોની સ્થાપના માટે `૧૦ કરોડની જોગવાઈ.
એમ્બ્યુલન્સની સુવિધા સુદ્રઢ કરાવવા 319 નવી 108 એમ્બ્યુલન્સ ખરીદાશે
યુ.એન.મહેતા હાર્ટ, કિડની હોસ્પિટલમાં તબીબી સાધનો ખરીદવા 60 કરોડ
ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા 40 કરોડ
અમદાવાદના બાવળા, સુરતના કામરેજમાં 300 બેડની હોસ્પિટલ બનાવાશે
આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ 482 કરોડની જોગવાઈ
કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ આરોગ્યલક્ષી સેવા પુરી પાડવા 221 કરોડ
-સરકારી છાત્રાલય,આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે 255 કરોડ
-પ્રિ-મેટ્રીકના 15 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ માટે 176 કરોડની જોગવાઈ
-દૂધ સંજીવની યોજના હેઠળ 150 કરોડની જોગવાઈ
-ધોરણ 1થી8ના વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય માટે 120 કરોડની જોગવાઈ
-અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે 23 કરોડ
• મનરેગા યોજના હેઠળ રોજગારી પૂરી પાડવા `૧૩૦૯ કરોડની જોગવાઇ.
• સૌને આવાસની પ્રતિબદ્ધતાના માનનીય વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે `૭૫૧ કરોડની જોગવાઇ.
• રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (આજીવિકા) અંતર્ગત અંદાજે ત્રણ લાખ સ્વસહાય જૂથોની રચના કરી ૩૦ લાખ પરિવારોને જોડવામાં આવેલ છે. આ યોજના માટે `૨૬૨ કરોડની જોગવાઇ.
• પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના ૨.૦ હેઠળ `૨૫૫ કરોડની જોગવાઇ.
• આદિમ જૂથના લોકોનું જીવન સ્તર ઉંચુ લાવવા પ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાઅભિયાન મિશન અન્વયે ઘરનું ઘર આપવા `૧૬૪ કરોડની જોગવાઇ.
• મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની ૫૦ હજાર મહિલાઓ લખપતિ બનવા સમર્થ બને તે માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• ગ્રામ વિકાસની યોજનાઓના સરળ અને સુચારૂ અમલીકરણ માટે હયાત મહેકમને વધુ સુદ્દઢ બનાવવા `૪૨ કરોડની જોગવાઇ.
• ઉદ્યોગોને અપાતા વેન્ચર કેપિટલના ધોરણે ગ્રામ્ય વિસ્તારના સામાજિક સાહસોને પ્રોત્સાહન આપવા માટે “ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ”ની રચના કરવામાં આવશે જે માટે આગામી ૫ વર્ષમાં `૫૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આગામી વર્ષ માટે `૧૦ કરોડની જોગવાઇ.
• સ્વસહાય જુથોની આવકમાં વધારો થાય તે માટે તંદુરસ્ત હરિફાઇને પ્રોત્સાહન આપવા Performance Linked Incentive યોજના માટે `૫ કરોડની જોગવાઇ.
• ૧૫માં નાણાપંચ અંતર્ગત ગ્રામ્ય માળખાકીય સુવિધાઓના સુદ્રઢીકરણ માટે `૨૬૦૦ કરોડ ઉપરાંતની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ પાણી પુરવઠા યોજનાઓના અમલીકરણ માટે વારિગૃહોના વીજબીલના ચૂકવણા માટે `૯૭૪ કરોડની જોગવાઈ.
• નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત એકત્રિત થતા ઘન અને પ્રવાહી કચરાના કાયમી નિકાલ તેમજ જાહેર સ્થળોની સફાઇના કામો માટે `૩૦૦ કરોડની જોગવાઈ.
• આંતરરાષ્ટ્રીય સરહદ પરના ગામોમાં માળખાગત સુવિધા વિકસાવવા
`૧૦ કરોડની જોગવાઇ.
ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે સફાઇ, પાણી, આવાસ જેવી પાયાની સુવિધાઓ આપવાની સાથોસાથ ગ્રામ્ય સંસાધનોનું યોગ્ય સંચાલન અને માવજત માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. મહત્વાકાંક્ષી તાલુકાઓ અને જિલ્લાઓમાં અંત્યોદય પરિવારોની મહિલાઓને તાલીમ અને નાણાકીય મદદ સાથે ક્ષમતાવર્ધન કરીને “સશક્ત અને આત્મનિર્ભર” બનાવી લખપતિ બનાવવા સરકાર કાર્ય કરશે.
ગ્રામ્ય કક્ષાએ સ્વચ્છતા તેમજ સુઘડતા સુનિશ્ચિત કરવા નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત યોજનાકીય કામો સાથે જન-ભાગીદારી થકી લાંબાગાળાની વ્યવસ્થા કરવામાં આવશે. પંચાયતી રાજ વ્યવસ્થાને વધારે અસરકારક બનાવવા અને યોજનાઓના અમલમાં ગતિ અને ગુણવત્તા લાવવા પંચાયતી રાજની સંસ્થાઓમાં ૨૦૦૦ નવી તાંત્રિક અને બિન તાંત્રિક જગ્યાઓ ઉભી કરી સમગ્ર વહીવટી માળખાને સુદ્રઢ કરવામાં આવશે.
• યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઉભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના.
• સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન.
• ૩૦૦૦ ગ્રંથાલયોને `૧૨૦ કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્સ મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન.
• દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન.
• વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન.
• ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન.
• શક્તિદૂત ૨.૦ યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન.
• પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન.
• સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.
પાત્રતા ધરાવતાં કુટુંબોને અન્ન સલામતી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી આપવામાં આવે છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા રાજયના ૭૨ લાખ કુટુંબોને છેલ્લાં ચાર વર્ષમાં ૬૮ લાખ મેટ્રીક ટન અનાજ વિનામૂલ્યે પૂરૂ પાડી સરકારે ભગીરથ કાર્ય કરેલ છે. કેન્દ્ર સરકારે આ યોજનાને જાન્યુઆરી-૨૦૨૪ થી વધુ પાંચ વર્ષ માટે લંબાવેલ છે.
• NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે `૭૬૭ કરોડની જોગવાઇ.
• નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ-૨૦૧૩ હેઠળ અગ્રતા ધરાવતા અંદાજે ૭૨ લાખ કુટુંબોને NFSA હેઠળ આવરી અનાજ પૂરુ પાડવા માટે `૬૭૫ કરોડની જોગવાઇ.
• “પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના” તથા રાજ્ય સરકારની “પીએનજી /એલપીજી સહાય યોજના”ના અંદાજે ૩૮ લાખથી વધુ લાભાર્થીઓને ઘરગથ્થુ વપરાશ માટે વર્ષમાં બે વખત વિનામૂલ્યે ગેસ સિલીન્ડર રિફીલીંગ કરી આપવા `૫૦૦ કરોડની જોગવાઇ.
• NFSA લાભાર્થી કુટુંબોને ખાદ્યતેલ રાહત દરે આપવા માટે `૧૬૦ કરોડની જોગવાઇ.
• સૂક્ષ્મ પોષકતત્વો યુકત ડબલ ફોર્ટિફાઇડ મીઠા(આયર્ન+આયોડીનયુકત) ના વિતરણ માટે `૫૧ કરોડની જોગવાઇ.
• શ્રીઅન્ન(મિલેટ)ના વપરાશને પ્રોત્સાહન આપવા બાજરી/જુવાર/રાગી (નાગલી)ની ખરીદી પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ ઉપરાંત `૩૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રોત્સાહક બોનસ ચૂકવવા `૩૭ કરોડની જોગવાઇ.
• નાગરિક પુરવઠા નિગમ હસ્તકના ગોડાઉન બાંધકામ/આધુનિકીકરણની કામગીરી માટે `૨૫ કરોડની જોગવાઇ.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે `૨૩૬૩ કરોડની જોગવાઇ.
• પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે `૮૭૮ કરોડની જોગવાઇ.
• પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓને વિતરણ કરવામાં આવતા ટેક હોમ રાશન માટે `૩૪૪ કરોડની જોગવાઈ.
• મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા અને ધાત્રીમાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો તુવેરદાળ અને એક લિટર ખાદ્યતેલ આપવામાં આવે છે. જેના માટે `૩૨૨ કરોડની જોગવાઇ.
• વ્હાલી દિકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે `૨૫૨ કરોડની જોગવાઇ.
• આંગણવાડી ૨.૦ યોજના અંતર્ગત આંગણવાડીઓના માળખાકીય વિકાસ માટે `૧૮૦૦ કરોડના ખર્ચે અમલી બનનાર યોજના માટે `૨૦૦ કરોડની જોગવાઇ.
• આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફલેવર્ડ ફોર્ટીફાઇટ દૂધ આપવા માટે `૧૩૨ કરોડની જોગવાઇ.
• પોષણ સુધા યોજના હેઠળ ૧૦૬ આદિજાતિ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને ગરમ ભોજન આપવા માટે `૧૨૯ કરોડની જોગવાઇ.
• સુરત ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રના અદ્યતન અને નવીન સુવિધાઓ યુક્ત નવા મકાનના બાંધકામ માટે `૧૬ કરોડની જોગવાઈ.
• પોષણની સ્થિતિનું મૂલ્યાંકન અને દેખરેખ રાખવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ વૃદ્ધિ મોનિટરીંગ ઉપકરણોની ખરીદી કરવા માટે `૧૪ કરોડની જોગવાઇ.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત એમ્પેનલ થયેલ ૨૫૩૧ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં ૧૦ લાખ સુધીની કેશલેસ સારવાર આપવા માટે
`૩૧૧૦ કરોડની જોગવાઇ.
• મેડીકલ કોલેજો અને હોસ્પિટલ સાથે ત્રિ-સ્તરીય આરોગ્ય વ્યવસ્થા અંતર્ગત તમામ આરોગ્ય કેન્દ્રોના બાંધકામ અને સાધનો સહિત સુવિધાઓ સુદ્રઢ કરવા માટે `૨૩૦૮ કરોડની જોગવાઇ.
• G.M.E.R.S. સંચાલિત મેડીકલ હોસ્પિટલોના બાંધકામ, રખરખાવ અને સંચાલન માટે `૧૦૦૦ કરોડની જોગવાઇ.
• આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને અન્ય જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ `૪૨૦૦ કરોડના ખર્ચે શરૂ કરાયેલ શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત `૩૫૦ કરોડની જોગવાઈ.
• સરકારી મેડીકલ કોલેજો અને તેની સંલગ્ન હોસ્પિટલો, એમ. એન્ડ જે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી, અમદાવાદ તેમજ સ્પાઇન ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદમાં નવા તબીબી સાધનો ઉપલબ્ધ કરાવવા માટે `૧૦૦ કરોડની જોગવાઇ.
• એમ્બ્યુલન્સની સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે ૧૦૮ ઇમરજન્સી સેવા હેઠળ ૩૧૯ નવી એમ્બ્યુલન્સ માટે `૭૬ કરોડની જોગવાઇ.
• યુ. એન. મહેતા હાર્ટ હોસ્પિટલ અને કિડની હોસ્પિટલ માટે તબીબી સાધનો ખરીદવા અને માળખાકીય સગવડ માટે `૬૦ કરોડની જોગવાઇ.
• માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડો થાય તે હેતુસર હાઈરિસ્ક ધરાવતી સગર્ભા મહિલાઓની સંસ્થાકીય પ્રસૂતિ કરાવવા અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે રોકાણ કરી સારવાર આપવા તેઓને `૧૫ હજાર તેમજ આશા બહેનોને `૩ હજારની પ્રસૂતિદીઠ પ્રોત્સાહન રકમ આપવા અંગેની નવી યોજના દાખલ કરવાનું સરકારે નક્કી કરેલ છે.જેના માટે `૫૩ કરોડની જોગવાઈ.
• ગાંધીનગર, રાજકોટ અને સુરત ખાતે સઘન કાર્ડિયાક સારવાર મળી રહે તે માટે યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યૂટ, અમદાવાદના સહયોગથી કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરુ કરવા માટે `૪૦ કરોડની જોગવાઇ.
• મેડીસિટી, અમદાવાદ ખાતે ગવર્નમેન્ટ સ્પાઈન ઈન્સ્ટીટ્યુટ અને પેરાપ્લેજીયા હોસ્પિટલના વિસ્તૃતિકરણ અને મુક-બધીર દિવ્યાંગો માટે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના અર્થે `૧૦ કરોડની જોગવાઇ.
• અમદાવાદ જિલ્લામાં બાવળા નજીક તથા સુરત જિલ્લાના કામરેજ નજીક ૩૦૦ બેડની જિલ્લા કક્ષાની હોસ્પિટલ બનાવવા સરકારે નિર્ણય કરેલ છે. જેના માટે આગામી વર્ષ માટે `૧૦ કરોડની જોગવાઇ.
• આયુષ સેવાઓ અદ્યતન બનાવવા આર્યુવેદિક કોલેજ અને હોસ્પિટલ, કોલવડાને સેન્ટર ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. આયુષ હેઠળના દવાખાનાઓ માટે કુલ `૪૮૨ કરોડની જોગવાઇ.
• કામદાર રાજ્ય વીમા યોજના હેઠળ ૧૫ લાખથી વધુ કામદારોના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા માટે `૨૨૧ કરોડની જોગવાઇ.
• ખોરાક અને ઔષધ નિયમન પ્રભાગ માટે સુરત ખાતે નવી જિલ્લા કચેરી સાથે કુલ `૮૭ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) અંતર્ગત અંદાજે ૭૫ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા `૪૦૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના (MKKN) અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી ૪૫૦૦ વિદ્યાર્થીનીઓને સહાય આપવા ૧૬૦ કરોડની જોગવાઇ.
• બિન આદિજાતિ વિસ્તારની ૦૮ અને આદિજાતિ વિસ્તારની ૦૨ એમ કુલ ૧૦ નવી સરકારી કોલેજોના મકાન બાંધકામ અને વર્તમાન કોલેજોમાં વધારાની સુવિધા ઉભી કરવાના કામો, રખરખાવના કામો તથા જૂના અને હેરિટેજ બિલ્ડિંગના રિસ્ટોરેશનના કામો માટે `૧૩૪ કરોડની જોગવાઇ.
• રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં વિવિધ માળખાકીય સુવિધાઓના વિકાસ માટે ૧૦૧ કરોડની જોગવાઇ.
• શોધ યોજના અંતર્ગત પી.એચ.ડી. કોર્સમાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન પ્રત્યે અભિમુખ કરવા માટે ૨૦૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા `૪૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના (CMSS) અંતર્ગત ૨૫૦૦ વિદ્યાર્થીઓને સહાય આપવા ૩૦ કરોડની જોગવાઇ.
• માધ્યમિક શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ અંતર્ગત ૩૦ કરોડની જોગવાઇ.
• સરકારી ટેકનિકલ સંસ્થાઓનાં આધુનિકીકરણ, માળખાકીય સુવિધાઓ, નવા ભૌતિક સંસાધનો તેમજ હયાત વર્ગખંડો/પ્રયોગશાળાઓને સ્માર્ટ ક્લાસરૂમ અને સ્માર્ટ લેબમાં રૂપાંતરિત કરવા `૧૯૮ કરોડની જોગવાઈ.
• સ્ટાર્ટઅપને વધુ વેગ મળે તે માટે નવનિર્મિત i-Hub ખાતેનાં સ્ટાર્ટઅપ વર્ક સ્ટેશન તેમજ સરકારી ટેકનિકલ સંસ્થાઓના વિવિધ ભવનોના સંચાલન અને નિભાવણી માટે `૪૨ કરોડની જોગવાઈ.
• સરકારી ડીગ્રી ઈજનેરી/પોલીટેકનીક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટસ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે `૩૫ કરોડની જોગવાઈ.
• ફ્યુચરિસ્ટિક તેમજ ડિસરપ્ટિવ ટેકનોલોજી ક્ષેત્રે સરકારી ઈજનેરી કોલેજો ખાતે રિસર્ચ પાર્ક સ્થાપવા `૧૦ કરોડની જોગવાઈ.
• સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભણતી દિકરીઓ માટે “નમો લક્ષ્મી યોજના” હેઠળ સહાય આપવા `૧૨૫૦ કરોડની જોગવાઇ.
• ધોરણ-૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા “નમો સરસ્વતી યોજના” હેઠળ સહાય માટે `૨૫૦ કરોડની જોગવાઇ.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે `૩૦૦૦ કરોડની જોગવાઇ.
• હાલ સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને `૧૩૦ કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ-૯ થી ૧૨ ના અંદાજિત ૧ લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે `૨૬૦ કરોડની જોગવાઇ.
• વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા પી.એમ.પોષણ યોજના અંતર્ગત `૧૪૦૦ કરોડની જોગવાઇ.
સરકારી પ્રાથમિક શાળાઓમાં ૧૫ હજાર નવા ઓરડાઓનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવેલ છે જ્યારે ૧૫ હજારથી વધુ ઓરડાઓનું કામ પ્રગતિ હેઠળ છે. ૬૫ હજારથી વધુ સ્માર્ટ કલાસરૂમ બનાવવામાં આવેલ છે જયારે બીજા ૪૫ હજાર કલાસરૂમનું કામ પ્રગતિ હેઠળ છે.
વધુમાં ૬ હજાર શાળાઓમાં ૧ લાખ જેટલા કમ્પ્યુટર્સ આપવામાં આવેલ છે જ્યારે બીજી ૧૫ હજાર શાળાઓમાં ૨ લાખ કમ્પ્યુટર્સ આપવાની કામગીરી પ્રગતિમાં છે. ૧૬૨ નવી સરકારી માધ્યમિક શાળા તથા ૧૦ RMSA માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.
પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદ્રઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલા લેવામાં આવી રહ્યાં છે. શિક્ષણ વિભાગ માટે વર્ષ ૨૦૨૩-૨૪ની બજેટ જોગવાઇમાં `૧૧,૪૬૩ કરોડના માતબર વધારા સાથે આગામી વર્ષે `૫૫,૧૧૪ કરોડ કરવામાં આવી છે.
-મુખ્યમંત્રી આદિમજુથ/હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના અને કન્વર્ઝન કમ ડેવલપમેન્ટ(CCD) પ્રોજેક્ટ હેઠળ `૧૩૪ કરોડની જોગવાઈ.
- કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે `૩૫ કરોડની જોગવાઇ.
-આદિજાતિ જિલ્લાઓમાં કાર્યરત ૫૦૦૦ થી વધુ દૂધ મંડળીઓને સોલાર રૂફટોપની સ્થાપના માટે સબસીડી આપવા માટે `૨૬ કરોડની જોગવાઇ.
- માનવ ગરિમા યોજના હેઠળ સ્વરોજગારી માટે કિટ આપવા `૧૭ કરોડની જોગવાઈ.
-આદિજાતિ વિસ્તારોમાં સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને નર્સિંગ હોમ/ડિસપેન્સરી શરૂ કરવા માટે ડોકટરોને હોસ્પિટલ ખર્ચમાં સબસીડી આપવા માટે `૧૩ કરોડની જોગવાઇ.
- સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP) હેઠળ દૂધાળા પશુઓની યુનિટ કોસ્ટ અને સહાયની મર્યાદામાં વધારો કરવામાં આવશે. આ યોજના માટે `૧૩ કરોડની જોગવાઇ.
-આદિજાતિ વિસ્તારોમાં બાંધકામ, કૃષિ ક્ષેત્રે જરૂરી સાધનો માટે બેન્ક લોન પર સહાય આપવા માટે `૬ કરોડની જોગવાઇ.
-આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને ઈ.એમ.આર.એસ. મળીને કુલ ૮૩૭ જેટલી શાળાઓના અંદાજિત ૧ લાખ ૫૨ હજાર વિદ્યાર્થીઓને સહાય માટે `૭૩૫ કરોડની જોગવાઈ.
- અંદાજે ૨ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા `૫૮૪ કરોડની જોગવાઈ.
- આદર્શ નિવાસી શાળા, સરકારી છાત્રાલય, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલ્સના બાંધકામ માટે `૫૩૯ કરોડનું આયોજન.
-સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયના ૭૦ હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા `૨૬૯ કરોડની જોગવાઈ.
- સરકારી છાત્રાલયો તેમજ આદર્શ નિવાસી શાળાના બાંધકામ માટે `૨૫૫ કરોડની જોગવાઇ.
-પ્રિ-મેટ્રિકના આશરે ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા `૧૭૬ કરોડની જોગવાઈ.
- દૂધ સંજીવની યોજના અંતર્ગત `૧૫૦ કરોડની જોગવાઇ.
- ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતાં અંદાજે ૧૩ લાખ ૫૦ હજાર વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે `૧૨૦ કરોડની જોગવાઈ.
-અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત ૩૯૦૦ વિદ્યાર્થીઓ માટે `૨૩ કરોડની જોગવાઇ.
- ધો.૯ માં અભ્યાસ કરતી અંદાજે ૩૯ હજાર વિદ્યાર્થીનીઓને વિદ્યાસાધના યોજના હેઠળ સાયકલ આપવા `૨૧ કરોડની જોગવાઈ.
-ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સહાય આપવા `૧૪ કરોડની જોગવાઈ.
- રાજપીપળા મુકામે બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે `૬ કરોડની જોગવાઈ.
-રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો
-ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન
-અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે
-બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ
-અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે
-અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ
-ઊર્જા અને પેટ્રો કેમિકલ માટે 8423 કરોડની જોગવાઈ
-ST વિભાગ 2500 નવી બસો ખરીદશે
-નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ
પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો
-જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત
-1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે
-સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ
-અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે
-કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ
-ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગ માટે કુલ રૂ. 9228 કરોડની જોગવાઈ
-વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 2586 કરોડની જોગવાઈ
-કલાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ રૂ. 1163 કરોડની જોગવાઈ
-ગૃહ વિભાગ માટે કુલ રૂ. 10, 378 કરોડની જોગવાઈ
-કાયદા વિભાગ માટે કુલ રૂ. 2559 કરોડની જોગવાઈ
-મહેસુલ વિભાગ માટે કુલ રૂ. 5195 કરોડની જોગવાઈ
-સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ રૂ. 2239 કરોડની જોગવાઈ
-માહિતી અને પ્રસારણ વિભાગ માટે કુલ રૂ. 384 કરોડની જોગવાઈ
જળસંપતિ પ્રભાગ માટે કુલ રૂ. 11, 535 કરોડની જોગવાઈ
પાણી પુરવઠા વિભાગ માટે કુલ રૂ. 6242 કરોડની જોગવાઈ
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે કુલ રૂ. 2421 કરોડની જોગવાઈ
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ રૂ. 22, 194 કરોડની જોગવાઈ
-પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 12, 138 કરોડની જોગવાઈ
-શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ રૂ. 21, 696 કરોડની જોગવાઈ
-ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂ. 8423 કરોડની જોગવાઈ
-માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 22, 163 કરોડની જોગવાઈ
-બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ રૂ. 3858 કરોડની જોગવાઈ
-અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ રૂ. 2,711 કરોડની જોગવાઈ
-રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે કુલ રૂ. 767 કરોડની જોગવાઈ
-સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ. 6193 કરોડની જોગવાઈ
-આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 4374 કરોડની જોગવાઈ
-શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે રૂ. 2659 કરોડની જોગવાઈ
-શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 55,114 કરોડની જોગવાઈ
-આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ રૂ. 20, 100 કરોડની જોગવાઈ
-મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂ. 6885 કરોડની જોગવાઈ
-પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો
-જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત
-1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે
-અમદાવાદ અને સુરતમાં અદ્યતન હોસ્પિટલ બનશે
-બાવળા અને કામરેજ નજીક બનશે આધુનિક હોસ્પિટલ
-અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાવાશે
-અમદાવાદમાં ઓલિમ્પિક માટે 376 કરોડની જોગવાઈ
-ST વિભાગ 2500 નવી બસો ખરીદશે
-નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ
-પોલીસ,ફાયર સહિતની વ્યવસ્થા માટે 112 નંબર જાહેર કરાયો
-જનરક્ષક યોજનાની સરકારની જાહેરાત
-1100 જનરક્ષક વાહનોનું માળખુ ગોઠવાશે
-રાજ્યમાં માથાદીઠ આવકમાં મોટો વધારો
-ગુજરાતના નાગરિકોની માથાદીઠ આવક વિકસિત દેશો જેટલી કરવાનું આયોજન
-સાગર ખેડૂતોને હાઈસ્પીડ ડિઝલ વેટ સહાય માટે 463 કરોડની જોગવાઈ
-અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારાશે
-કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1570 કરોડની જોગવાઈ
-ST વિભાગ 2500 નવી બસો ખરીદશે
-નવા સબ સ્ટેશનનો સ્થાપવા 380 કરોડની જોગવાઈ
-ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ
-ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ
-એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ
-ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ
-પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા 161 કરોડની જોગવાઈ
-પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે 199 કરોડની જોગવાઈ
-ગૌમાતા પોષણ યોજના હેઠળ 425 કરોડની જોગવાઈ
-પશુ દવાખાના અને એનિમલ એમ્બ્યુલન્સ સેવા માટે 110 કરોડની જોગવાઈ
-પશુધન વિમા પ્રમિયમ સહાય માટે 23 કરોડની જોગવાઈ
-કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ
-ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ
-ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ
-એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ
-ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ
-શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ
-માર્ગ અને મકાન વિભાગ માટે 22163 કરોડની જોગવાઈ
-મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે પાંચ હજાર કરોડની જોગવાઈ
-બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 3858 કરોડની જોગવાઈ
-જળસંપતિ વિભાગ માટે 11535 કરોડની જોગવાઈ
-સાણંદમાં માઈક્રોન કંપનીનો પ્લાન સ્થાપવા કામગીરી કાર્યરત
-સ્ટાર્ટ એપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને
-યુવક,સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ માટે 122 કરોડની જોગવાઈ
-પંચાયત,ગ્રામગૃહ નિર્માણ,ગ્રામિણ વિકાસ માટે 12138 કરોડની જોગવાઈ
-શહેરી વિકાસ, ગૃહ નિર્માણ માટે 21696 કરોડની જોગવાઈ
-વિજ્ઞાનને પ્રોત્સાહિત કરવા માટે નમો સરસ્વતિ યોજનાની જાહેરાત
-નમો સરસ્વતિ યોજના હેઠળ 250 કરોડની જોગવાઈ
-નર્મલ ગુજરાત યોજના હેઠળ 2500 કરોડની જોગવાઈ
-આઠ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં ફેરવવાની જાહેરાત
-નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત
-આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગમાટે 20,100 કરોડની જાહેરાત
-બે હજાર કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલેન્સ અમલમાં લવાશે
-આઠ નગરપાલિકાઓને મહાનગર પાલિકામાં ફેરવાશે
-નવસારી, ગાંધીધામ,મોરબી, વાપીને બનાવાશે મહાનગર પાલિકા
-આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને બનાવાશે મહાનગરપાલિકા
-આઠ હજાર આંગણવાડીનું નિર્માણ કરવાની જાહેરાત કરાઇ હતી.
-નમો સરસ્વતિ યોજનાની સરકારની જાહેરાત
-પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ
-શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી
-સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય
-આદિવાસી વિકાસ વિભાગ માટે 4374 કરોડની જોગવાઈ
-આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના
-કૌશલ વિકાસ અને રોજગાર વિભાગ માટે 2659 કરોડની જોગવાઈ
-મહિલા અને બાળ વિકાસ માટે 6885 કરોડની જોગવાઈ
5G ગુજરાત બનાવવાનો સરકારનો નારો છે. ગુણવંતુ, ગરવુ, ગ્લોબલ, ગતિશિલ, ગ્રીન ગુજરાતનો સંકલ્પ છે. રાજ્યના મોટાભાગના નાગરિકો 20થી 60 વર્ષના છે. રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાઈ છે. ખેડૂતોનું સન્માન કરી કૃષિ ઉત્પાદન વધારવાનો સંકલ્પ છે. નારીના સન્માન સાથે આધુનિક સમાજનું નિર્માણ છે. નારી શક્તિને અમારી સરકારમાં વિશેષ પ્રાધાન્ય છે. સાત કરોડ ગુજરાતીઓનું વિકસિત ગુજરાતનું સપનું સાકાર થશે.
-સગર્ભા, ધાત્રી મહિલા માટે નમોશ્રી યોજનાની જાહેરાત
-નમોશ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ
-પોષણલક્ષી યોજના માટે 5500 કરોડની જોગવાઈ
-શિક્ષણ વિભાગ માટે બજેટમાં 55 હજાર 114 કરોડની ફાળવણી
-સગર્ભા મહિલાઓને 12 હજારની સહાય
-10 લાખ વિદ્યાર્થીઓ માટે નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઇ હતી.
-નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
-સામાજિક ન્યાય અધિકારી વિભાગ માટે 6193 કરોડની જોગવાઈ
-ધોરણ 9,10ની વિદ્યાર્થિનીઓને 10 હજારની વાર્ષિક જોગવાઈ
-ધોરણ 11,12ની વિદ્યાર્થિનીઓને 15 હજારની વાર્ષિક જોગવાઈ
નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ કહ્યું હતું કે બજેટ વિકસિત ભારતના સંકલ્પને અનુરૂપ હશે. બજેટ વિકસિત ગુજરાત 2047નો રોડમેપ અનુરૂપ હશે. ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જોગવાઈવાળુ બજેટ હશે.
નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સતત ત્રીજી વાર બજેટ રજૂ કરશે. ગયા વર્ષ કરતા આ બજેટમાં 10થી 15 ટકાનો વધારો હોવાની શક્યતા છે. આ વર્ષના બજેટનું કદ 3.30થી 3.50 લાખ કરોડનું હોવાનો અંદાજ છે. આ બજેટમાં નવા કરની શક્યતા નહીંવત છે.
બજેટમાં ખેડૂત, યુવાન, મહિલાઓના વધુ પ્રાધાન્ય અપાશે. કિસાન સૂર્યોદય યોજનાનો વ્યાપ વધારાય તેવી શક્યતા છે. કિસાન સૂર્યોદય યોજના માટે નવા ફિડર ઉભા કરાય તેવી શક્યતા છે. રાજ્ય સરકારનું બજેટ સવા ત્રણ લાખ કરોડની આસપાસનું હશે
ગુજરાતનું બજેટ રજૂ થાય તે પહેલા કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. પોસ્ટરો અને એપ્રોન સાથે કૉંગ્રેસના ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. મોંઘવારીથી મુક્તિના નારા સાથે કૉંગ્રેસના 15 ધારાસભ્યો વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. ગેસ સિલિન્ડરના ભાવ મુદ્દે અમિત ચાવડાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે સિવાય અર્જૂન મોઢવાડિયા પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. કોગ્રેસે રાજસ્થાનની જેમ ગેસ સિલિન્ડર સસ્તો કરવાની માંગ કરી હતી.
ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.બજેટ સત્રની શરૂઆત બાદ ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Budget 2024 live updates: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ગુરુવારથી શરૂ થયું હતું. બજેટ સત્રના બીજા દિવસે ગુજરાતનું બજેટ રજૂ કરવામા આવશે. ગુજરાત વિધાનસભામાં આજે વર્ષ 2024-25નું બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી પ્રશ્નોતરી બાદ બપોરના સમયે બજેટ રજૂ કરશે. પાંચ સ્તંભ હેઠળ વધુ રકમ ફાળવાશે.કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકાર બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી રહી છે. દેશમાં લોકસભાની ચૂંટણી પહેલા શરૂ થઈ રહેલું ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર એક મહિનો ચાલશે.
ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે
ભૂપેન્દ્ર સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે.બજેટ સત્રની શરૂઆત બાદ ગુજરાત સરકારનું બજેટ બીજા દિવસે 2 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકાર બજેટમાં સતત વધારો કરી રહી છે, જેથી પ્રજાના વિકાસના કામોને વેગ મળે અને લોકોને સીધો લાભ મળી શકે. માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી સમયે રાજ્ય સરકાર વોટ ઓન એકાઉન્ટ પણ લાવે છે, પરંતુ આ વખતે ભૂપેન્દ્ર પટેલ સરકારે સંપૂર્ણ બજેટ રજૂ કરવાનો નિર્ણય લીધો છે.
નાણામંત્રી કનુભાઈ પટેલ સતત ત્રીજીવાર બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણી હોવા છતાં રાજ્ય સરકાર પૂર્ણ બજેટ રજૂ કરશે. આ બજેટમાં રાજ્યની જનતા પર વધારાના કોઈ કર લાગૂ થાય તેવી સંભાવના દેખાતી નથી. જો કે નવી યોજનાઓ તેમજ વિભાગોમાં ફાળવણીની રકમમાં વધારો શઈ શકે છે. ગત વર્ષના બજેટમાં 10થી 15ટકાના વધારા સાથે 3.30થી 3.50 લાખ કરોડના કદના બજેટની શક્યતા છે. બજેટમાં ખેડૂત, યુવાનો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને મહિલાઓ કેન્દ્રમાં રહે તેવી સંભાવના છે. આ બજેટમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતી અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકાઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -