Gujarat assembly Budget Session 2021: ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ, 2.27 લાખ કરોડનું બજેટ રજૂ

નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે.

abpasmita.in Last Updated: 03 Mar 2021 02:09 PM
કૃષિ અને ખેડૂત કલ્યાણ વેરામાં કોઈપણ વધારા વગરનું બજેટ હોવાનું ગૃહમાં નાણામંત્રીએ જાહેરાત કરી
દૂધ સંજીવની યોજના અંતર્ગત ૫૩ આદિજાતિ તાલુકાના પ્રાથમિક શાળાના ૮ લાખ બાળકોને ફલેવર્ડ દૂધ આપવા માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઈ. અનુસૂચિત જનજાતિના પ્રિ-એસ.એસ.સી.ના ૧૫ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે રૂ.૧૩૮ કરોડની જોગવાઈ કરવામાં આવી.
ભારત સરકારની યોજના હેઠળ નવા બે મેગા ટેક્ષટાઇલ પાર્ક ગુજરાતમાં બનશે. ભરુચના જંબુસરમાં બલ્ક ડ્રગ ઈંડસ્ટ્રીયલ પાર્ક બનશે અને રાજકોટ ખાતે મેડીકલ ડિવાઇસ ઈંડસ્ટ્રીયલ પાર્ક બનશે.
નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2 લાખ રોપાની (ડ્રેગન ફ્રુટ) કમલમની નર્સરી બનશે. કમલમ ફ્રુટની નર્સરી માટે 15 કરોડની જોગવાઈ કરવામાં આવી. કચ્છ થી કેવડિયા કમલમ લઇ જવાશે.
સૂક્ષ્મ સિંચાઇ વ્યવસ્થાનો અમલ કરવામાં ગુજરાત રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે છે. આગામી વર્ષે વધુ એક લાખ સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ હેઠળ આવરી લેવા માટે જોગવાઇ રૂ. ૬૭૯ કરોડ.
નાણા મંત્રી નીતિન પટેલે રજુ કરેલા બજેટને શેર માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરે વિકાસ નું બજેટ ગણાવ્યું. પોઝિટિવ બજેટ રાજ્ય ના વિકાસ માટે આવકારદાયક ગણાવ્યું.

ગુજરાતના વર્ષ 2021- 22ના બજેટની કોપીમાં રાણીની વાવનો કરાયો સમાવેશ કરવામાં આવ્યો છે. બજેટની કોપીના છેલ્લા પાને પાટણની રાણીની વાવનો ફોટો છે.
નીતિન પટેલે બજેટમાં જાહેરત કરી હતી કે, રાજ્યમાં 6 સ્થળોએ હેલીપોર્ટ બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્યમાં યાત્રાધામ અને પ્રવાસન સ્થળોએ કાયમી હેલીપોર્ટ વિકસાવાશે, રાજ્યમાં અમદાવાદ, સોમનાથ, અંબાજી ખાતે હેલીપોર્ટ બનાવાશે. આ ઉપરાંત દ્વારકા, સાપુતારા અને ગીર ખાતે હેલીપોર્ટ બનાવાશે. તેમણ કહ્યું કે, પ્રવાસનને વેગ આપવા માટે રૂ. 3 કરોડના ખર્ચે હેલીપોર્ટ બનાવાશે.
અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે બાળકો માટે ટોય મ્યુઝિયમ બનાવાશે. તેમજ વિધાનસભા પરિસરમાં ગુજરાત નો ઇતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય બનાવાશે
પશુપાલનને શું મળ્યું ? ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે દૂધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના , બકરાં એકમની સ્થાપના માટે રૂપિયા ૮૧ કરોડની જોગવાઇ કરવામાં આવી. ૧૦ ગામદીઠ ૧ ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે રૂપિયા ૪૩ કરોડની જોગવાઇ. ગૌશાળાઓ કે પાંજરાપોળો માટે ગૌચર સુધારણા જેવી વિવિધ યોજનાઓની કામગીરી કરવા ગૌ - સેવા અને ગૌચર વિકાસ બોર્ડ માટે રૂપિયા 25 કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી નિ : શુલ્ક પશુ સારવાર યોજના માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ. રાજ્યમાં પશુઓ માટે દાણ ખરીદીની સહાય માટે રૂપિયા ૨૦ કરોડની જોગવાઇ. કરુણા એનિમલ એમ્બુલન્સ -૧૯૬૨ હેલ્પ લાઇનની સેવાઓ માટે રૂપિયા ૭ કરોડની જોગવાઇ.
દૂધાળા ગીર - કાંકરેજ ગાયોના પશુના ફાર્મની સ્થાપના અને દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ દ્વારા સ્વરોજગારી ઉભી કરવાની યોજના માટે ૩ કરોડની જોગવાઇ.
વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાતઃ આગામી પાંચ વર્ષમાં બે લાખ યુવાનોની નવી ભરતી કરશે.સરકારી કચેરીઓમાં, બોર્ડ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 2 લાખ યુવાનોની ભરતી આગામી પાંચ વર્ષમાં કરાશે. અલગ અલગ સેકટરમાં આગામી પાંચ વર્ષમાં 20 લાખ યુવાનોને રોજગારીની તકો ઉભી કરાશે.
વર્ષ ૨૦૨૧-૨૨થી ધારાસભ્યની ગ્રાન્ટ પુન શરૂ કરવામાં આવશે. કોરોનાને ધ્યાનમાં રાખી કરકસરના ભાગરૂપે ગ્રાન્ટની ફાળવણી મોકૂફ રખાઇ હતી.
આવક ઓછી છતાં સરકારે ગુજરાતના વિકાસના કામો નથી અટકાવ્યા. કોરોનાકાળમાં રાજ્યની વિકાસ યાત્રા અમે ચાલુ રાખી. મહિલાઓ, વૃદ્ધોને પેંશન આપવાની કામગીરી ચાલુ કરી.
14 હજાર કરોડનું આત્મનિર્ભર પેકેજ ગુજરાત સરકારે આપ્યું. રાજ્યના 76 લાખ 38 હજાર પરિવારોના ખાતામાં એક હજારની નાણાકીય સહાય આપી.
તાજમહેલ જોવા આવ્યા તેના કરતાં વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટિ જોવા આવ્યા. રાજ્યમાં કમલમ ફ્રૂટની નિકાસ વધી. ભારતમાં પ્રથમ સોલર ઓપન પોલીસી ગુજરાતની છે.
ધાર્મિક સ્થળને પ્રોત્સાહન આપવા માટે અંબાજી શક્તિપીઠ વિકાસ અને વિસ્તાર માટે પાંચ કરોડની જોગવાઈ
અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર સ્માર્ટ સિટી હેઠળ ૭૦૦ કરોડ, અમદાવાદ ગાંધીનગર સુરત મેટ્રો રેલ માટે 568 કરોડની જોગવાઈ કરવામાં આવી.
ડાંગ જિલ્લા ને રસાયણ મુક્ત બનાવવામાં આવશે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રથમ વર્ષે 10 હજાર અપાશે, જયારે બીજા વર્ષે 6 હજાર અપાશે.
ઉર્જા અને પેટ્રો કેમિકલ વિાગ માટે 13034 કરોડની જોગવાઈ. ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ માટે 910 કરોડની જોગવાઈ કરાઈ છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 6599 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગ માટૈ 11185 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બંદર અને વાહન વ્યવહાર વિભાગ માટે 1478 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ માટે 8796 કરોડની જોગવાઈ. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ માટે 13493 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શ્રમ અને રોજગાર વિભાગ માટે 1502 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સામાજીક અને ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 4353 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે 2656 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 3511 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પાણી પુરવઠા માટે 3974 કરોડ ફાળવવામાં આવ્યા છે.
જળ સંપતિ વિભાગ માટે 5494 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 32719 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે 11323 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું બજે રજૂ કરી રહ્યા છે. બજેટનું કદ 2 લાખ 27 હજાર 029 કરોડ છે. જે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ છે. જેમાં કૃષિ ખેડૂત અને કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7232 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નવી મેડિકલ કોલેજો, હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી. બ્લડ બેંકો, આધુનિક એમ્બ્યુલંસ સહિતની સુવિધા વધારવામાં આવી.
પીએમ મોદીએ ખુદ વેક્સીન લઈને દેશને પ્રેરણા પૂરી પાડી. કોરોનાની મહામારીમાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. કોરોનાકાળમાં તમામ આરોગ્ય અધિકારીઓની કામગીરી પ્રશંસનીય રહી.
નીતિન પટેલે કવિતાની પંક્તિ વાંચીને બજેટ વાંચવાની શરૂઆત કરી. અડિખમ છીએ- કવિતાની પંક્તિઓ વાંચી.
નાણા મંત્રી નીતિન પટેલે બજેટ વાંચવાની કરી શરૂઆત.
જીઆઇડીસીમાં વર્ટિકલ કન્સેપ્ટ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. ગુજરાત રાજ્ય દેશમાં સૌથી ઓછું બેરોજગાર રાજ્ય બન્યું છે. ગુજરાતમાં માત્ર સાડા ત્રણ ટકા બેરોજગારી હોવાનો દાવો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગૃહમાં કર્યો.
આદિવાસી વિસ્તારમાં જીઆઇડીસી સ્થાપવી જોઇએ તેવા પ્રશ્નના શૈલેષ પરમારને જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન. ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જીઆઇડીસી સ્થપાય તેવું ઇચ્છતા હોય છેછેલ્લા ત્રણ વર્ષમાં 23મી જીઆઇડીસી બનાવી છે. જીઆઇડીસી બનાવતા પહેલા સર્વે કરવામાં આવે છે. અહીં ઉદ્યોગો સ્થપાય, કારખાનું નાખશે, મૂડીરોકાણ કરશે તેનું સર્વે થતું હોય છે. દરેક જગ્યાએ જીઆઇડીસી બની જાય એવું શક્ય નથી. દરેક જિલ્લાની પોતાને ખાસિયત હોય છે તેના આધારે સ્થાનિક કક્ષાએ ઉદ્યોગો સ્થાપવામાં આવતા હોય છે. ગુજરાતમાં વધુમાં વધુ ઇન્ડસ્ટ્રી આવી રહી છે, એટલે ભવિષ્યમાં જમીન એક મોટી સમસ્યા બનશે.
મુખ્યમંત્રી વિજય રુપાણી ગૃહમાં કહ્યું, દરેક ધારાસભ્ય પોતાના વિસ્તારમાં જીઆઈડીસી સ્થાપવા માગે છે. આપણે બે વર્ષમાં 23 જીઆઇડીસી સ્થાપી છે. પહેલા સર્વે કરીએ છીએ મુડી રોકાણ અને જરુરી સવલતો મળે તેની. સિરામીક ઉદ્યોગ મોરબીમાં થઈ શકે દાહોદમા શક્ય નથી.
દરેક જીલ્લા અલગ છે. આવનારા દિવસોમાં જમીનની તંગી થવાની, બહુમાળી જીઆઇડીસી બનાવશુ.
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ જણાવ્યું કે તુષ્ટિકરણની રાજનીતિ ન કરતા હોય તો આ કાયદાનો વિરોધ શા માટે કોંગ્રેસે કરી દસ વર્ષ સુધી કાયદા ને રોકી રાખ્યો.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વિધાનસભામાં નિવેદન આપ્યું. ગુનેગાર ગુનેગાર હોય છે લઘુમતી હોય કે બહુમતી.ગુનેગારો સામે પગલાં ભરવામાં આવે તેની સામે કોંગ્રેસને કોઈ વાંધો ન હોઈ શકે કે ભાજપને પણ વાંધો ન હોઈ શકે.
વિધાનસભા ગૃહમાં નિકોલનાં ધારાસભ્ય જગદીશ પંચાલનું વિવાદિત નિવેદન. તેમણે ગૃહમાં કહ્યું, દરેક લઘુમતી આતંકવાદી નથી હોતો પણ દરેક આતંકવાદી લઘુમતી સમાજનો હોય છે.

બ્રેકગ્રાઉન્ડ

રાજ્ય સરકાર આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરશે. આ બજેટમાં આરોગ્ય સેવા પર વધુ ભાર મુકાઈ શકે છે.

આરોગ્યની માળખાકીય સુવિધાઓ પર ભાર મુકાશે. સાથે જ આ વખતના બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગો પર ફોકસ કરવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે. ગુજરાતના અર્થતંત્રને વેગ આપવાની સાથે મહત્તમ રોજગારી નિર્માણ થાય તેના પર આ બજેટના માધ્યમથી ફોકસ કરવામાં આવે તેવી શક્યતા છે.

તેવી જ રીતે નાના નાના એકમો વધુ સારી રીતે ઔદ્યોગિક કામગીરી કરી શકે તે માટે તેમને જોઈતી સુવિધાઓ તત્કાળ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવે તેવી ધારણા રાખવામાં આવી રહી છે.

નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે. નીતિન પટેલ આ વખતે 9મી વખત બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે. જે હાલ કર્ણાટકના રાજ્યપાલ છે.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.