Gujarat Budget session: અદાણી ગ્રુપે સરકાર પાસે કેટલી જમીન માંગી? AAPના ધારાસભ્યએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે શું કહ્યુ?

આપના ધારાસભ્ય હેમંત આહિરના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો

Continues below advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. આજે નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે. આપના ધારાસભ્ય હેમંત આહિરે સરકારને સવાલ કર્યો હતો જેના જવાબમાં  સરકારે કહ્યું હતું કે અદાણી ગ્રુપે સરકાર પાસે ગૌચર, સરકારી પડતર-ખરાબાની જમીન માંગી છે. અમદાવાદમાં અદ્યતન ટાઉનશિપ માટે 29784 ચો. મી જમીન માંગી છે. તો ગાંધીનગરમાં ટાઉનશિપના હેતુ માટે 61211 ચો. મી જમીન માંગી છે. આ તમામ જમીન અદલા બદલી અંતર્ગત માંગી હોવાનો સરકારે દાવો  કર્યો હતો. આપના ધારાસભ્ય હેમંત આહિરના સવાલમાં સરકારે લેખિત જવાબ આપ્યો હતો.

Continues below advertisement

Gandhinagar: ગુજરાતમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ કેટલી ફરિયાદ નોંધાઇ ?

Gandhinagar: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આજે નાણમંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. અત્યારે પ્રશ્નોત્તરી કાળ ચાલી રહ્યો છે. જેમાં રાજ્યમાં પેપર ફૂટવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, રાજ્યમાં પેપર ફૂટવાની ઘટના અંગે કુલ 5 ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા બે વર્ષમાં પેપર ફૂટવાની બનેલી ઘટનામાં 20 આરોપી પકડવાના બાકી છે. 5 ગુનામાં કુલ 121 ગુનેગારો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 121 પૈકી 101 ગુનેગારો પકડાયા હજુ 20 ગુનેગારો પકડવાના બાકી છે.

ગુજરાત જાહેર પરીક્ષા અધિનિયમ વિધેયક સુધારા સાથે વિધાનસભા ગૃહમાંથી પાસ થયું હતું. ગુજરાત વિધાનસભાના સભ્યોએ વિધેયકને બહાલી આપી. વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યોએ સર્વાનુમતે બિલ પસાર કર્યું હતું.

આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે પરીક્ષા અંગેનો નવો કાયદો અસ્તિત્વમાં આવ્યા બાદ જ બાકી રહેલી અને નવી પરીક્ષા લેવાશે. એપ્રિલ મહિના પહેલા પરીક્ષા અંગેનો નવો કાયદો અમલમાં આવી જશે. બિલમા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તથા સ્ટેટ ફંડેડ યુનિવર્સિટીનો સમાવેશ નહી થાય. ગેરરીતિના કેસમા બોર્ડ અને યુનિવર્સિટીનો નિર્ણય આખરી રહેશે. અગાઉ બોર્ડ અને યુનિવર્સિટીને પણ કાયદા હેઠળ આવરી લેવાઈ હતી. મંત્રીએ ગૃહમાં કહ્યુ કે, ભરતી માટેના પરીક્ષાના પેપરો ફુટવાથી અથવા તેમાં કોઇ ગેરરીતિ થવાની બાબત લાખો યુવાનોને નિરાશ કરે છે, તેમના સપના તૂટે છે. તેમના વાલીઓમાં પણ રોષ ઉભો થાય તે સ્વાભાવિક છે.

અન્ય રાજ્યોના વિધેયકની નકલ કર્યાનો આક્ષેપ અર્જુન મોઢવાડિયાએ લગાવ્યો

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર ફોડવું, કાવતરું કરવું, ધમકી આપવી, પેપર વેચવું, તેનો લાભ લેવો, ચોરી કરવી, સંગઠીત અપરાધ કરવો આવી પ્રવૃત્તિમાં સામેલ થઇ શકે તેવા તમામ વ્યક્તિઓને આ વિધેયકમાં આવરી લેવામાં આવ્યા છે. નવા કાયદામાં પેપરલીક ગુનાના ગુનેગારને 10 વર્ષની સજા અને 1 કરોડના દંડની જોગવાઇ કરવામાં આવી છે.

Continues below advertisement
Sponsored Links by Taboola