ગાંધીનગર: કોરોનાના વધતાં સંક્રમણને રોકવા ગુજરાત સરકારે રાજ્યની વોલ્વો અને એસી બસોનું સંચાલન બંધ કરી દીધી હતું જોકે આજથી વોલ્વો અને એસી એસટી બસોનું સંચાલન ફરી શરૂ કરવા જઈ રહી છે. આજથી ગુજરાતમાં એસ.ટી નિગમની પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે.
લોકડાઉન બાદ ફરીથી ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આજથી ગુજરાતમાં એસ.ટી નિગમની પ્રીમિયમ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વોલ્વો સીટર, વોલ્વો એસી, વોલ્વો સ્લીપર બસની આજથી ગુજરાતમાં શરૂઆત કરવામાં આવી છે.
નિગમની 189 વોલ્વો પૈકી 40 બસ આજથી દોડતી થઈ છે. વડોદરા, દ્વારકા, સોમનાથ, દ્વારકા, દિવ, નવસારી રૂટ પર વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, કોવિડ-19ના કારણે 22 માર્ચથી પ્રીમિયમ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
ગુજરાત સરકારે જાહેર કરેલી ગાઈડલાઈન પ્રમાણે બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. જેમાં સોશિયલ ડિસ્ટસિંગનું ફરજિયાત પાલન કરવામાં આવશે.
વોલ્વો બસ સર્વિસને લઈ ગુજરાત સરકારે શું કર્યો મહત્વનો નિર્ણય? કયા-કયા રૂટ પર શરૂ કરાઈ બસ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2020 09:55 AM (IST)
કોરોનાના વધતાં સંક્રમણને રોકવા ગુજરાત સરકારે રાજ્યની વોલ્વો અને એસી બસોનું સંચાલન બંધ કરી દીધી હતું જોકે આજથી વોલ્વો અને એસી એસટી બસોનું સંચાલન ફરી શરૂ કરવા જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -