ગઢડા બેઠક પર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Nov 2020 07:25 PM (IST)
ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં નૂતન વિદ્યાલય બુથ અંદર ભાજપ -કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે.
બોટાદ : ગુજરાતમાં આજે આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં નૂતન વિદ્યાલય બુથ અંદર ભાજપ -કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે. બોગસ વોટિંગ કરવામાં આવતું હોવાનો કૉંગ્રેસના કાર્યકરોનો આરોપ છે. બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકરે અટકાવતા ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મતદાન મથક પર વોટીંગ સમય પૂરો થવાને સમયે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારા-મારી થઈ હતી. પોલીસે બન્ને કાર્યકરો વચ્ચે મારામારી થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો. આઠ બેઠકો પર પેટા ચૂંટણીને લઈને 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.29 ટકા મતદાન થયું છે. ધારીમાં 42.18 ટકા, ગઢડામાં 47.86 ટકા, ડાંગમાં 74.71 ટકા, અબડાસા 57.78 ટકા, મોરબીમાં 51.88 ટકા લિંબડીમાં 56.04 ટકા, કરજણમાં 65.94 ટકા અને કપરાડામાં 67.34 ટકા મતદાન થયું છે.