ગાંધીનગર: આજે ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સૌથી વધુ મતદાન ડાંગ બેઠક પર નોંધાયું છે. ડાંગમાં બપોરના 3 વાગ્યા સુધીમાં 66.24 ટકા મતદાન થયું છે. સૌથી ઓછુ મતદાન ધારી બેઠક પર નોંધાયું છે.


ધારીમાં 33.07 ટકા, ગઢડામાં 38.06 ટકા, ડાંગમાં 66.24 ટકા, અબડાસામાં 38.41 ટકા, મોરબીમાં 41.67 ટકા, લિંબડીમાં 44.72 ટકા, કરજણમાં 40.64 ટકા અને કપરાડા બેઠક પર 51.69 ટકા મતદાન નોંધાયું છે.

કોરોના કાળ વચ્ચે પેટા ચૂંટણીમાં આઠ વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલુ છે. મોરબી, ગઢડા, ધારી, કપરાડા, અબડાસા, લીંબડી, કરજણ અને ડાંગ બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ રહી છે.

આ પેટાચૂંટણીમાં કુલ 18 લાખ 95 હજાર 32 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે અને 81 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે. આઠ બેઠકો પર યોજાનારી પેટાચૂંટણીમાં 9 લાખ 69 હજાર 834 પુરૂષો અને 9 લાખ 5 હજાર 170 સ્ત્રીઓ મતદાનમાં ભાગ લેશે. 1 હજાર 807 મતદાન મથકો પર તૈયાર કરાયેલા 3 હજાર 24 મતદાન મથક પર મતદાન થઈ રહ્યું છે. તમામ બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.