ગાંધીનગર: રાજ્યસભા સાંસદ અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે.  શક્તિસિંહે અબડાસા વિધાનસભાની પ્રજાને સંબોધતા પ્રજા સાથે દ્રોહ કરનારને ક્યારેય માફ ન કરવા વિનંતી કરી છે. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે મારી રાજકીય પ્રગતિ માટે અબડાસાની જનતાનો હું આભારી છું. બિહારમાં ચૂંટણી ઈન્ચાર્જ હોવાથી અબડાસામાં નથી આવી શક્યો.


ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર ભાજપ અને કોગ્રેસ સહિત કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. અબડાસા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે પદ્યુમનસિંહ જાડેજા છે. જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર તરીકે શાંતિલાલ સેંઘાણી છે. અબડાસા બેઠક પર સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે હનીફ જકાબ છે.

કચ્છમાં કોઠારા પોલીસે અબડાસા બેઠકની પેટાચૂંટણીના અનુસંધાને ફ્લેગમાર્ચ કર્યું હતું. મોટા કરોડિયા, ડુમરા,નારણપર,ધનાવાડા, સાંધવ, સુથરી,વગેરે ગામમો કોઠારા પોલીસ અને SRP જવાનોએ ફ્લેગમાર્ચનું આયોજન કર્યું હતું.