અમદાવાદ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં પૂર્વ સાંસદ સભ્યો,ધારાસભ્યો અને સિનિયર નેતાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. AICC ખજાનચી અહેમદ પટેલ, પ્રભારી રાજીવ સાતવ પણ ચૂંટણી પ્રચારમાં આવશે. આ ઉપરાંત પરેશ ધાનાણી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, હાર્દિક પટેલ, અમી યાજ્ઞિક, ગૌરવ પંડ્યા, વીરજી ઠુંમર, અશોક પંજાબી સહિત 30 નેતાઓનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર
બેઠક ભાજપના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર
ધારી જે.વી. કાકડિયા સુરેશ કોટડિયા
મોરબી બ્રિજેશ મેરજા જયંતિ જયરાજ
ગઢડા આત્મારામ પરમાર મોહન સોલંકી
કરજણ અક્ષય પટેલ કિરીટસિંહ જાડેજા
અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા શાંતિલાલ સેંઘાણી
ડાંગ વિજય પટેલ સૂર્યકાંત ગાવિત
કપરાડા જીતુ ચૌધરી બાબુ વરઠા
લીંબડી કિરીટસિંહ રાણા  ચેતન ખાચર
 
  ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં અહીં પેટા ચૂંટણી યોજાઈ રહી છે. 10 નવેમ્બરે પરિણામ ગુજરાતની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થશે અને 10 નવેમ્બરે પરિણામ જાહેર થશે.