અમરેલીઃ ગુજરાતમાં આગામી 3 નવેમ્બરે આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે અમરેલીની ધારી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાવાની છે. આ બેઠક માટે સનસાઈન ગ્લોબલ ફાઉન્ડેશનના ચેરમેન ઉર્વીબેન ટાંકે ઉમેદવારી ફોર્મ ઉપાડતા રાજકારણ ગરમાયું છે. ઉર્વી ભરતભાઈ ટાંક ધારી બેઠક પરથી અપક્ષ ઉમેદવારી કરવાના છે.


અપક્ષ તરીકે મહિલા ઉમેદવાર મેદાનમાં આવવાની સંભાવનાએ રાજકીય ગરમાવો આવ્યો છે. ઉર્વીબેનને ભાજપ સમર્થક ગણવામાં આવે છે. ભૂતકાળમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં ભરત ટાંકે સંમેલન યોજ્યું હતું. હવે તેમ ના પત્ની ઉર્વીબેન અપક્ષ ઉમેદવારી કરવાના છે. નોંધનીય છે કે, ધારી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં 16 ફોર્મ ઉપાડ્યા છે. પરંતુ એક પણ ફોર્મ અત્યાર સુધી રજુ થયા નથી.