ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોનીપેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત થઈ છે. કૉંગ્રેસે તમામ બેઠકો ગુમાવી છે. કૉંગ્રેસના મત વિસ્તાર ગણાતા ડાંગમાં ભાજપના ઉમેદવારે વિક્રમ લીડથી જીત મેળવી છે.


અબડાસા બેઠક પર પ્રદ્યયુમન સિંહે જાડેજાને 71848 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ સેંઘાણીને 35070 મત મળ્યા છે. સરસાઈ 36778 મતોની છે.

લીબંડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણાને 88928 મત મળ્યા છે, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરને 56878 મત મળ્યા છે. સરસાઈ 32050 મતની છે.

મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજાને 64711, કોંગ્રેસને 60062 મત મળ્યા છે. સરસાઈ 4649 મતની છે.

ધારી બેઠક પર ભાજપના જેવી કાકડિયાને 49974 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના સુરેશ કોટડિયાને 32765 મત મળ્યા છે. સરસાઈ 17209 મતોની છે.

ગઢડા બેઠક ભાજપના આત્મારામ પરમારને 71912 મત મળ્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીને 48617 મત મળ્યા છે. સરસાઈ 23295 મતની છે.

કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલને 76958 મત મળ્યા છે.જ્યારે કૉંગ્રેસના જાડેજા કિરીટ સિંહને 60533 મત મળ્યા છે. સરસાઈ 16425 મતોની છે.

ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલને 94006 મત મળ્યા છે, કૉંગ્રેસના સૂર્યકાંત ગાવિતને 33911 મત મળ્યા છે. 33911 મતની સરસાઈ મળી છે.

કપરાડા બેઠક પર ભાજપના જીતુ ચૌધરીને 112914 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના ઉમેદવારને 65875 મત મળ્યા છે. સરસાઈ 47066 મતની છે.