ByPoll Election Result: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોની સાથે પેટા ચૂંટણીના પરિણામ પર  જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાતની પાંચ બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીના પરિણામો  જાહેર થયા છે.  માણાવદર બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે. અરવિંદ લાડાણીની 30798 મતથી જીત થઈ છે. 


અરવિંદ લાડાણી 


અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા. લાડાણી માણાવદરમાં ખેડૂતોમાં લોકપ્રિય નેતા છે. તેઓ હંમેશા ખેડૂતોના પ્રશ્નો ઉઠાવતા જોવા મળ્યા છે. 2019 માં લાડાણી પેટા ચૂંટણીમાં ભાજપના નેતા જવાહર ચાવડા સામે હારી ગયા હતા પરંતુ 2022ની વિધાનસભા ચૂંટણીમાં લાડાણીએ જવાહર ચાવડાને હરાવ્યા હતા. અરવિંદ લાડાણી 1997 થી કોંગ્રેસના પાયાના કાર્યકર છે. તેઓ 1989માં પહેલાવીર કોડવાવ ગામના સરપંચ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ બે વખત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા હતા.  આ સિવાય ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી.


ખંભાત અને પોરબંદર બેઠક પર ભાજપની જીત થઈ છે. વાઘોડિયા બેઠક પર પણ ભાજપે જીત મેળવી છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત થઈ છે. ધર્મન્દ્રસિંહને  1,26,905 મત મળ્યા છે, જ્યારે કૉંગ્રેસના કનુભાઈ ગોહિલને 45,144 મત મળ્યા હતા. આ બેઠક પર ભાજપની 81,761 મતથી જીત થઈ છે. 


ખંભાત, વાઘોડિયા, પોરબંદર, માણાવદર અને વિજાપુર બેઠક પર   પેટા ચૂંટણી યોજાઈ હતી.  પોરબંદર બેઠક પરથી અર્જૂનભાઈ મોઢવાડિયાની જીત થઈ છે. જ્યારે વિજાપુર બેઠક પરથી સીજે ચાવડાની જીત થઈ છે.