સીએમ રૂપાણીએ કહ્યું, ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા વેકસિન મળશે એટલે તુરંત જ કામગીરી હાથ ધરવામાં આવશે.ગુજરાત તૈયાર છે. 50 વર્ષથી મોટી વ્યક્તિઓ અથવા તો બીજા રોગથી પીડાતા લોકોને કોરોના થયો છે. ત્રણ તબક્કામાં વેકસિન આપવામાં આવશે. ડોકટર, નર્સ, આશાવર્કર બહેનો, પોલીસ, 60 વર્ષની ઉપરના લોકોનું લિસ્ટ તૈયાર થઈ ગયું છે.
આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના મહામારી સામેની લડાઈમાં ભારતમાં નિર્મિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકની વેક્સિનનો ઉપયોગ કરવા DCGI દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આજના ઐતિહાસિક દિવસે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું.
ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4314 પર પહોંચ્યો છે. જ્યારે કુલ સંક્રમિતોની સંખ્યા 2,46,513 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 9477 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,2,722 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 62 દર્દી વેન્ટીલેટર પર છે અને 9415 લોકો સ્ટેબલ છે.