ભાવનગર મહાનગરપાલિકા, જામનગર મહાનગરપાલિકા, રાજકોટ મહાનગરપાલિકા, સુરત મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે.
કૉંગ્રેસ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં નથી આવી.
રાજ્યની 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતોની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજવાની જાહેરાત ચૂંટણીપંચે 23 જાન્યુઆરીના રોજ કરી હતી.
6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરી અને નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીએ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે.