રાજ્યના ચાર મહાનગરોમાં કર્ફ્યૂના નવો સમય આજથી અમલમાં, જાણો વધુ વિગતો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Feb 2021 05:58 PM (IST)
ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂના સમયમાં લોકોને રાહત આપી છે. સાથે કર્ફ્યૂને લંબાવી દેવામાં આવ્યું છે.
ફાઈલ તસવીર
ગાંધીનગર: રાજ્યના મહાનગરોમાં કર્ફ્યૂના નવો સમય આજથી અમલી બનશે. આજથી રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ 15 ફેબ્રુઆરી બાદ નવો નિર્ણય લેવાશે. ચાર મહાનગરોમાં લાગુ કરવામાં આવેલા કરફ્યૂના સમયમાં લોકોને રાહત આપી છે. સાથે કર્ફ્યૂને લંબાવી દેવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ચાર મહાનગરોમાં તા. 15 મી ફેબ્રુઆરી સુધી રાત્રીના 11 થી સવારે 6 સુધી કરફ્યુનો અમલ રહેશે. ગુજરાત સહિત દેશમાં કોવિડ-19 સંક્રમણને રોકવા અંગેની ભારત સરકારના ગૃહ મંત્રાલયે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના નિર્દેશો મુજબ 27 જાન્યુઆરીએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું ગુજરાતમાં પણ ચુસ્તપણે પાલન 1લી ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરવાનું રાજ્ય સરકાર દ્વારા નિયત કરવામાં આવ્યું છે.