અમદાવાદ: મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણીને લઈ કૉંગ્રેસે તૈયારીઓ શરુ કરી દીધી છે. કૉંગ્રેસે ગુજરાતના નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપી છે. ગુજરાત કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓને મધ્યપ્રદેશમાં જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્યપ્રદેશની ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ જવાબદારી
કિરીટ પટેલ
તુષાર ચૌધરી
દિનેશ ઠાકોર
બિમલ શાહ
પરેશ ધાનાણી
વિરજીભાઈ ઠુમ્મર
પુંજાભાઈ વંશ
આનંદ ચૌધરી
નારણ રાઠવા
અલકા ક્ષત્રિય
ગુલાબસિંહ રાજપૂત
પ્રભાબેન તાવિયાડ
લલિત કગથરા
પુના ગામીત
રાજેન્દ્રસિંહ પરમાર
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત કૉંગ્રેસના નેતાઓને જવાબદારી મળી છે. ભાજપ બાદ કોંગ્રેસે પણ રાજસ્થાનમાં ગુજરાતીને જવાબદારી સોંપી છે. રાજસ્થાનની ચૂંટણીમાં ભાજપે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સહપ્રભારી બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે રાજસ્થાન ચૂંટણીના મુખ્ય નિરીક્ષક તરીકે પૂર્વ સાંસદ મધુસૂદન મિસ્ત્રીને જવાબદારી સોંપી છે.
રાજસ્થાન ચૂંટણીમાં ગુજરાત કોંગ્રેસના આ નેતાઓને સોંપાઈ જવાબદારી
અમિત ચાવડા
હિંમતસિંહ પટેલ
અનંત પટેલ
બળદેવ ઠાકોર
શૈલેષ પરમાર
પ્રતાપ દૂધાત
કિશન પટેલ
નૌશાદ સોલંકી
રધુ દેસાઈ
જેની બેન ઠુમ્મર
અમૃતજી ઠાકોર
અંબરીષ ડેર
કાંતિ ખરાડી
ભાજપ પણ ચૂંટણીની તૈયારી શરુ કરી દીધી
આ વર્ષના અંત સુધીમાં દેશના ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને બીજેપીએ તૈયારી શરુ કરી દીધી છે. બીજેપીએ અત્યારથી જ સંગઠનમાં ફેરફાર કરવાનું શરુ કરી દીધુ અને દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ભાજપે રાજસ્થાન ચૂંટણીની જવાબદારી સોંપી છે. નીતિન પટેલને ભાજપે રાજસ્થાનના સહ પ્રભારી બનાવ્યા છે. તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાને છત્તીસગઢની જવાબદારી સોંપવામાં આવી છે. મનસુખ માંડવીયાને ભાજપે છત્તીસગઢના સહ પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવને મધ્યપ્રદેશના પ્રભારી બનાવાયા છે.
https://t.me/abpasmitaofficial