Gujarat Congress: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, ગુજરાતમાં ગઇ 7મી મેએ તમામ 25 બેઠકો પર મતદાન યોજાઇ પૂર્ણ થઇ ચૂક્યુ છે, અને હવે આગામી મહિને 4થી જૂને પરિણામ જાહેર થશે, પરંતુ આ બધાની વચ્ચે હવે ગુજરાત કોંગ્રેસે આ ચૂંટણીલક્ષી એક બેઠક કરવાની છે. અપડેટ પ્રમાણે, આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે તમામ 23 ઉમેદવારો સાથેની એક બેઠક મળશે, જેમાં ઉમેદવારોને સન્માનિત પણ કરવામાં આવશે. 


ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્ય છે, અને હવે ગુજરાત કોંગ્રેસે પોતાના ઉમેદવારોનું સન્માન કરવા એક બેઠકનું આયોજન કર્યુ છે. માહિતી પ્રમાણે, લોકસભાની ચૂંટણી બાદ આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર પ્રદેશ કોંગ્રેસની સૌથી મોટી બેઠક યોજાશે. આ બેઠક શક્તિસિંહ ગોહિલ અને પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં યોજાશે જેમાં આ વખતે લોકસભાની ચૂંટણી લડનારા તમામ 23 ઉમેદવારોને હાજર રખાશે, અને આ દરમિયા લોકસભાની બેઠક દીઠ મતદાનની પેટર્નની જાણકારી મેળવાશે. ખાસ વાત છે કે, દમખમ સાથે ચૂંટણી લડનારા ઉમેદવારોનું આ બેઠખમાં સન્માન કરાશે.


ટૂંક સમયમાં લગ્ન કરશે રાહુલ ગાંધી, રાયબરેલીમાં મંચ પરથી કરી મોટી જાહેરાત


રાયબરેલી લોકસભા સીટના કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી (Rahul Gandhi) અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા રાયબરેલી પહોંચી ગયા છે. આ દરમિયાન આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) એ રાયબરેલીમાં રેલી યોજી હતી. તેમની સાથે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હાજર હતા. આ દરમિયાન બેઠકમાં રાહુલ ગાંધીના લગ્નને લઈને એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર તેમણે જણાવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે.


 



 


રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેઓ ક્યારે લગ્ન કરી રહ્યા છે


રેલી દરમિયાન એક બાળકે રાહુલ ગાંધી(Rahul Gandhi) ને તેમના લગ્ન વિશે સવાલ પૂછ્યો હતો. આ સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે લાગે છે કે જલ્દી કરવા પડશે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ​​રાયબરેલીમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો હતો. આ દરમિયાન તે ઘરે ઘરે જઈને લોકોને મળી રહી છે.


 



 


રાયબરેલી મારી બંને માતાઓનું કાર્યસ્થળ છે.


કોંગ્રેસના નેતા અને રાયબરેલી લોકસભા સીટના ઉમેદવાર રાહુલ ગાંધી(Rahul Gandhi)એ જાહેર સભાને સંબોધી અને જણાવ્યું કે તેઓ રાયબરેલીથી ચૂંટણી કેમ લડવા આવ્યા છે. તેમણે કહ્યું કે, થોડા દિવસ પહેલા હું મારી માતા (સોનિયા ગાંધી) સાથે બેઠો હતો કે એક-બે વર્ષ પહેલા મેં એક વીડિયોમાં કહ્યું હતું કે મારી બે માતાઓ છે, એક સોનિયા ગાંધી અને બીજી ઈન્દિરા ગાંધી કર્મની ભૂમિ છે, તેથી જ હું અહીં રાયબરેલીથી ચૂંટણી લડવા આવ્યો છું. તમને જણાવી દઈએ કે આ વખતે રાહુલ ગાંધી અમેઠીથી નહીં પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યાં તેમની સ્પર્ધા ભાજપના દિનેશ પ્રતાપ સિંહ છે. તેમના પહેલા સોનિયા ગાંધી રાયબરેલીથી સાંસદ રહી ચૂક્યા છે.