અમદાવાદ: રાજ્યસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો વધી રહ્યો છે ત્યારે હોર્સ ટ્રેડિંગના ડરના કારણે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં લઈ જવામાં આવ્યા છે. જોકે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને ગઢમાં જ ગાબડું પડ્યું છે. ગુજરાતમાં કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું હોવાનું પૃષ્ટિ થઈ છે.
લિંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાતોરાત રાજીનામું આપી દીધું હોવાનું લલિત કગથરાએ દાવો કર્યો હતો. બે ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસમાં હલચલ તેજ થઈ ગઈ છે.
રાજયસભાની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે. વિપક્ષ નેતા પરેશ ધાનાણીના જ ગઢમાં ગાબડુ પડી ગયું છે. વિપક્ષ નેતા ધારાસભ્યનો સંપર્ક કરવાની કોશિષ કરી હતી જોકે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. ત્યારે સંર્પક વિહોણા બે ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું પણ આપી દીધું છે.
નોંધનીય છે કે, કોંગ્રેસ ધારાસભ્યોને બહાર મોકલવામાં વ્યસ્ત રહી ત્યારે ભાજપે ખેલ પાડી દીધો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણાં સમયથી પ્રમુખ અને વિપક્ષ નેતા આ ધારાસભ્યનો સંર્પક કરી રહ્યાં હતા જોકે સંર્પક થઈ શક્યો નહતો.
ગુજરાત કોંગ્રેસમાં મોટું ગાબડું: કોંગ્રેસના કયા બે ધારાસભ્યોએ રાતોરાત આપી દીધાં રાજીનામાં, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2020 10:22 AM (IST)
લિંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારી કોંગ્રેસના ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાતોરાત રાજીનામું આપી દીધું છે તેવું લલિત કગથરાએ દાવો કર્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -