રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500થી પણ ઓછા  નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 455  કેસ નોંધાયા છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે 6   દર્દીના મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9997 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 1063  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 97.53  ટકા છે.

ગુજરાત આરોગ્ય વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે  સાંજના પાંચ વાગ્યા સુધી કુલ 2,34,501 વ્યક્તીઓને રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજ્યમાં આજે કુલ 1063  દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 97.53 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 8,00,075 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 10249 પર પહોંચ્યો છે. જેમાંથી 253 દર્દી વેન્ટિલેટર પર અને 9996  લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.53 ટકા છે. 

સુરત કોર્પોરેશનમાં 71, અમદાવાદ કોર્પોરેશનમાં 54, વડોદરા કોર્પોરેશનમાં 41,  વડોદરા 31,  સુરત 25, રાજકોટ 24, રાજકોટ કોર્પોરેશન 22,  જૂનાગઢમાં 19, નવસારી 17, જૂનાગઢ કોર્પરેશન 15,  ગીર સોમનાથમાં 14,  ભરુચ 11, કચ્છ 10, અમરેલી 9, જામનગર કોર્પોરેશન 9, પંચમહાલ 8, વલસાડ 8, મહેસાણા 7, બનાસકાંઠા 6, દેવભૂમિ દ્વારકા 6, ખેડા 5, પોરબંદર 5, સાબરકાંઠામાં 5 કેસ નોંધાયા હતા.

આજે સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 2, વડોદરા કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, સાબરકાંઠા 1 મોત સાથે કુલ 6 લોકોના મોત થયા છે. 

રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના સાજા થવાનો દર 97.53 ટકા છે.