સુરત કોર્પોરેશનમાં આજે 163 કેસ નોંધાયા હતા. તેની સામે 246 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 155 કેસ નોંધાયા અને સામે 146 લોકો ડિસ્ચાર્જ થયા હતા. રાજ્યમાં આજે વિવિધ જિલ્લામાં મળીને કુલ 1123 લોકો ડિસ્ચાર્જ થયા હતા.
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, સુરતમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,મહેસાણામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 16 લોકોના મોત થયા છે.