ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે.  રાજ્યમાં હાલ 182 એક્ટિવ કેસ છે અને 4  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,041 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.


રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 182 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે. 178 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,041 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ મોત થયું નથી.   વડોદરા કોર્પોરેશનમાં 5, ભાવનગર 3, અમદાવાદ કોર્પોરેશનમાં 1 , ભાવનગર કોર્પોરેશન 1, જામનગર 1, નર્મદા 1, પોરબંદર 1, રાજકોટ  કોર્પોરેશનમાં 1 અને સુરત  કોર્પોરેશન 1 કેસ સાથે કુલ 15 કેસ નોંધાયા છે.


 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો અને અધ્યાપકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે.


 


નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો અને અધ્યાપકો માટે એક મહત્વની જાહેરાત કરી છે. નીતિન પટેલે આ મામલે ટ્વીટ કરીને જાણકારી આપી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટરો ટવીટ દ્રારા આ મુદ્દે માહિતી આપતા જાહેરાત કરી છે કે, અધ્યાપકો અને ડોક્ટર્સને  સાતમા પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ આપવામાં આવશે. રાજ્ય સરકારે ડોક્ટરો અને અધ્યાપકોને સાતમા પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસિંગ એલાઉન્સ આપવાની  મંજૂરી આપી છે.


 


નીતિન પટેલે ટ્વીટ કરી આ અંગે આપી જાણકારી


નીતિન પટેલે ટ્વીટ દ્રારા  અધ્યાપકો અને ડોક્ટર્સ માટે મહત્વની જાહેરાત કરી છે.”ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટર્સ તથા જી,એમ.આર.એસની મેડિકલ કોલેજમાં  અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ઘરાવતા તમામ ડોક્ટરો અને અઘ્યાપકોને સાતમા પગારપંચ મુજબનું નોન પ્રક્ટિસિંગ અલાઉન્સ આપવાની મંજૂરી આપી રક્ષાબંધનની  ભેટ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ”


આજે રક્ષાબંધનના પર્વેના અવસરે નીતિન પટેલે ગુજરાત સરકારની હોસ્પિટલમાં ફરજ બજાવતા ઇન સર્વિસ ડોક્ટરો અને જી.એમ.ઇ.આર.એસની મેડિકલ કોલેજોમાં અધ્યાપકો તરીકે ફરજ બજાવતા પાત્રતા ધરાવતા તમામ ડોક્ટરો અને અધ્યાપકોને સાતમના પગારપંચ મુજબ નોન પ્રેક્ટીસીંગ એલાઉન્સ આપવાની જાહેરાત કરી છે.